ખાલિસ્તાન ટાઈગર ફોર્સ અને ગઝનવી ફોર્સ આતંકી સંગઠન જાહેર, હરિન્દર સિંહ સંધુ પર પ્રતિબંધ
ગૃહ મંત્રાલયે શુક્રવારે એક મોટી કાર્યવાહીની જાહેરાત કરતા કહ્યું કે, ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF) એક આતંકવાદી સંગઠન છે અને તેનો જેનો ઉદ્દેશ્ય પંજાબમાં આતંકવાદને પુનર્જીવિત કરવાનો છે.
નવી દિલ્હી : ભારત સરકારે મોટી કાર્યવાહી કરતા બે ઉગ્રવાદી સંગઠનો પર પ્રતિબંધ મુક્યો છે. સામે આવી રહેલા સમાચાર અનુસાર, પંજાબમાં આતંકવાદને ફરીથી જાગૃત કરવાના આરોપમાં ગૃહ મંત્રાલયે આ કાર્યવાહી કરી છે. ગૃહ મંત્રાલયે કહ્યું કે, આ સંગઠનો ભારતની પ્રાદેશિક અખંડિતતા, એકતા, રાષ્ટ્રીય સુરક્ષા અને સાર્વભૌમત્વને પડકારી રહ્યા છે. પંજાબમાં ટાર્ગેટ કિલિંગ સહિત આતંકવાદના વિવિધ કૃત્યોને પ્રોત્સાહન આપવામાં પણ સંગઠનોની ભૂમિકા છે.

ગૃહ મંત્રાલયે શુક્રવારે એક મોટી કાર્યવાહીની જાહેરાત કરતા કહ્યું કે, ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF) એક આતંકવાદી સંગઠન છે અને તેનો જેનો ઉદ્દેશ્ય પંજાબમાં આતંકવાદને પુનર્જીવિત કરવાનો છે. આ સંગઠન ભારતની પ્રાદેશિક અખંડિતતા, એકતા, રાષ્ટ્રીય સુરક્ષા અને સાર્વભૌમત્વને પડકારવાના ઉદ્દેશ્ય સાથે સક્રિય છે. આ સિવાય તેનો હેતુ પંજાબમાં ટાર્ગેટ કિલિંગ સહિત આતંકવાદના વિવિધ કૃત્યોને પ્રોત્સાહન આપવાનો છે.
ગૃહ મંત્રાલયે આગળ જણાવ્યુ કે, J&K ગઝનવી ફોર્સ ઘૂસણખોરીના પ્રયાસો, નશીલા પદાર્થો અને શસ્ત્રોની દાણચોરી અને J&Kમાં આતંકવાદી હુમલાઓ કરવામાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે. તે લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ, તહરીક-ઉલ-મુજાહિદ્દીન અને હરકત-ઉલ-જેહાદ-એ-ઈસ્લામી જેવા વિવિધ આતંકવાદી સંગઠનોમાંથી તેના કેડર્સને આકર્ષિત કરે છે. ગઝનવી ફોર્સ અને KTF બંને સંગઠનોને આતંકવાદી સંગઠનો તરીકે જાહેર કર્યા પછી હવે કાયદાની પ્રથમ સૂચિ હેઠળ કુલ 44 આતંકવાદી સંગઠનો પ્રતિબંધિત છે.












Click it and Unblock the Notifications
