For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Khalistani Conspiracy : પાકિસ્તાનની મદદથી ખાલિસ્તાની રચી રહ્યા છે ષડયંત્ર, સોશિયલ મીડિયા બન્યું હથિયાર

Khalistani Terrorists : ખાલિસ્તાન અને પંજાબ રેફરન્ડમને લઈને સોશિયલ મીડિયા પર પાકિસ્તાનમાંથી મોટી સંખ્યામાં ફેક એકાઉન્ટ હેન્ડલ એક્ટિવ છે. આ ફેક સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર ભારત વિરુદ્ધ આર્ટિકલ પોસ્ટ કરવામાં આવે છે.

|
Google Oneindia Gujarati News

Khalistani Conspiracy : સુરક્ષા એજન્સિઓએ ખાલિસ્તાની ષડયંત્ર અંગે ચેતવણી આપી છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, પાકિસ્તાન, કેનેડા અને અમેરિકામાં બેઠેલા અલગવાદી જૂથ ભારત સામે ખતરનાક ખાલિસ્તાની ષડયંત્ર રચી શકે છે. આ સાથે સુરક્ષા એજન્સિઓએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં ફેક અકાઉન્ટ બનાવીને આ ષડયંત્રનો ફેલાવો કરવામાં આવી રહ્યો છે.

Khalistani Conspiracy

સૂત્રોના જણાવ્યા અનુસાર, ખાલિસ્તાન અને પંજાબ રેફરન્ડમને લઈને સોશિયલ મીડિયા પર પાકિસ્તાનમાંથી મોટી સંખ્યામાં ફેક હેન્ડલ સક્રિય છે. આ ફેક સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર ભારત વિરુદ્ધ અહેવાલ પોસ્ટ કરવામાં આવે છે.

સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહી છે હજારો પોસ્ટ

સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહી છે હજારો પોસ્ટ

29 ડિસેમ્બરના રોજ સોશિયલ મીડિયા પર ખાલિસ્તાનના નામે 8,332 પોસ્ટ કરવામાં આવી હતી, જેમાંથી મોટાભાગની પોસ્ટના લોકેશનપાકિસ્તાનમાં જોવા મળ્યા હતા.

આવા રીતે 15 ડિસેમ્બરના રોજ ખાલિસ્તાનના નામે કુલ 8707 પોસ્ટ હતી, જેમાંથી મોટાભાગની પોસ્ટનું સ્થાન પાકિસ્તાન અને અમેરિકાહતું.

કાશ્મીર પર શેર કરવામાં આવી રહી છે ખોટી પોસ્ટ

કાશ્મીર પર શેર કરવામાં આવી રહી છે ખોટી પોસ્ટ

મોટા ભાગના સોશિયલ મીડિયા હેન્ડલ પર જેમાંથી ખાલિસ્તાનના નામે પોસ્ટ કરવામાં આવી રહી છે, તેમાં કાશ્મીરને લઈને ભારત વિરુદ્ધખોટી વાતો લખવામાં આવી છે.

પાકિસ્તાનીઓની મદદ લઈ રહ્યા છે ખાલિસ્તાની

પાકિસ્તાનીઓની મદદ લઈ રહ્યા છે ખાલિસ્તાની

સુરક્ષા એજન્સીઓ અનુસાર, ભારતમાં ખાલિસ્તાની ષડયંત્ર નિષ્ફળ જવાને કારણે ખાલિસ્તાની જૂથો પરેશાન છે અને તેઓ તેમના ષડયંત્રનેસફળ બનાવવા માટે પાકિસ્તાનીઓની મદદ લઈ રહ્યા છે.

English summary
Khalistani conspiracy is formed with the help of Pakistan, social media has become a weapon
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X