ખાપ પંચાયતનો ન્યાય કે અન્યાય? પ્રેમી યુગલને ઝૂંડી માર્યા
બોડેલી ગામમાં ખાપ પંચાયતે પ્રેમી યુગલને માર મારતા તેનો વીડિયો વાયરલ થયો છે. અહીં ત્રણ સંતાનોના પિતા એવા 45 વર્ષીય યુવકને ચાર બાળકોની માતા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. બંને થોડા દિવસ પહેલા ગામમાંથી ભાગી ગયા હતા. આખરે બંને પકડાઈ જતા તેને ગ્રામ પંચાયત સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.

જેમાં ગ્રામજનોની હાજરીમાં જ બંને પ્રેમીઓને સામસામે બેસાડી ચાબુક અને લાતોનો માર મારવામાં આવ્યો હતો. ત્યારે આ વીડિયો વાયરલ થતા અનેક લોકોએ સવાલ પૂછ્યો હતો કે કાયદા અને વ્યવસ્થાને હાથમાં લેવાનો અધિકારે કોણે આ ખાપ પંચાયતને આપ્યો? નોંધનીય છે કે પાછલા થોડા દિવસમાં ગુજરાતમાં તેવા કેટલાક કિસ્સા બની રહ્યા છે જેમાં લોકો કાયદો પોતે જ હાથમાં લઇ રહ્યા છે. ત્યારે કેટલાક લોકોએ ખાપ પંચાયતના આ નિર્ણયને તાલિબાનીઓ સાથે પણ સરખાવ્યા હતા.












Click it and Unblock the Notifications
