ભાઇ-બહેન બનાવો અને બળાત્કાર ઘટાડો!

Khap panchayat
નવી દિલ્હી, 12 નવેમ્બર: પોતાના અવનવા ફરમાનો માટે જાણીતી ઉત્તર પ્રદેશની ખાપ પંચાયતે ફરી એક વખત ચોંકાવનારું ફરમાન સંભળાવ્યું છે. પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં હવે રેપ અને છેડતીની ઘટનાઓમાં ઘટાડો કરવા માટે ખાપ પંચાયતે નવું ફરમાન જાહેર કર્યું છે.

શામલી જનપદના લિસાડ ગામમાં આયોજીત સર્વ ખાપ પંચાયતમાં નિર્ણય લેવાયો કે સાર્વજનિક સ્થળે યુવતીઓની થતી છેડતીને અટકાવવા અને બળાત્કારની ઘટનાઓને ઘટાડવા માટે શાળા અને કોલેજમાં ભણતા યુવક-યુવતીઓ વચ્ચે ભાઇ-બહેનનો સંબંધ સ્થાપવો.

પંચાયતમાં પ્રત્યેક ગામમાં 11 સભ્યોની સમિતિનું ગઠન કરવાનો નિર્ણય લેવાયો છે, જે પ્રેમ પ્રસંગના મામલે ગ્રામ્યસ્તરે નિવેડો લાવશે અને ગામમાં રહેતા યુવક-યુવતીઓ અને કોલેજમાં ભણતા યુવક-યુવતીઓ વચ્ચે ભાઇ-બહેનનો સંબંધ સ્થાપશે.

આ ખાપ પંચાયતે કેન્દ્ર સરકાર પાસે એવી માંગ કરી છે કે લગ્નની ઓછામાં ઓછી ઉંમર 18 અને 21થી ઘટાડીને 15 અને 18 વર્ષ કરી દેવી જોઇએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X