For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Meeting of Opposition Leaders : ખડગેએ બોલાવી વિરોધ પક્ષોના નેતાઓની બેઠક, સંસદ સત્રની રણનીતિ અંગે કરશે ચર્ચા

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યસભાના વિપક્ષના નેતા મલ્લિકાર્જૂન ખડગેએ વિપક્ષની પાર્ટીના નેતાઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન સંસદ સત્રની રણનીતિ અંગે ચર્ચા કરશે.

|
Google Oneindia Gujarati News

Meeting of Opposition Leaders : કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ બુધવારના રોજ​તમામ વિરોધ પક્ષોના નેતાઓની એક બેઠક બોલાવી છે. આ બેઠકમાં હાલ ચાલી રહેલા સંસદના શિયાળુ સત્ર દરમિયાન રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે.

Meeting of Opposition Leaders

ઉલ્લેખનીય છે કે, સંસદના ચાલી રહેલા શિયાળુ સત્રમાં ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી છે. આ સાથે સરકાર શિયાળુ સત્રમાં ઘણા મહત્વપૂર્ણ બિલ પસાર કરવા ઇચ્છે છે.

મંગળવારના રોજ ભારત-ચીન સૈનિકો વચ્ચે તવાંગ અથડામણનો મુદ્દો સંસદમાં છવાયેલો રહ્યો હતો. ભારત-ચીન સૈનિકો વચ્ચે તવાંગ અથડામણ અંગે વિપક્ષ દ્વારા સરકારને આકરા સવાલો કરવામાં આવી રહ્યા હતા.

ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણના મુદ્દે રક્ષા મંત્રી રાજનાથ સિંહ દ્વારા સંસદના બંને ગૃહોમાં સરકાર વતી નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું. રાજનાથસિંહે જણાવ્યું હતું કે, ભારતીય સૈનિકોએ ચીનના સૈનિકોને ઘુષણખોરી કરવાના પ્રયાસોનો જડબાતોડ જવાબ આપ્યો હતો.

આ સાથે એક સંસદીય સમિતિ દ્વારા મંગળવારના રોજ રાજ્યસભામાં CRPF અને BSF જેવા કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાં મહિલાઓની ખૂબ ઓછી ભરતી પર નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી.

આ સાથે સાથે આ સમિતિએ સરહદ પર આવેલી ચેક પોસ્ટ પર અનુકૂળ વાતાવરણ બનાવવા માટે પગલાં લેવાની માટે માંગ કરવામાં આવી રહી છે, જેથી કરીને મહિલાઓને સુરક્ષા દળોમાં જોડાવા માટે પ્રેરિત કરી શકાય છે.

અરૂણાચલ પ્રદેશમાં એલએસી નજીક તવાંગ સેક્ટરમાં યાંગત્સે વિસ્તારમાં ચીનના સૈનિકો દ્વારા ઘુષણખોરી કરવાની કોશિશ કરવામાં આવતા ભારતીય સેના અને ચીન સેના વચ્ચે ઘર્ષણ થયું હતું. કેન્દ્ર સરકાર એક વાર ફરીથી વિપક્ષના નિશાના પર આવી ગઇ છે. વિપક્ષ દ્વારા કેન્દ્ર સરકાર પર ચીન મુદ્દે ઘેરવામાં આવી રહી છે.

રાજનાથ સિંહે કહી આ વાત

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે લોકસભામાં LAC ઘટના અંગે જણાવ્યું હતું કે, 9 ડિસેમ્બરના રોજ PLA સૈનિકોએ અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરના યાંગત્સે સેક્ટરમાં LAC પાર ઘૂસણખોરી ("અતિક્રમણ") કર્યું અને એકપક્ષીય રીતે સ્થિતિ બદલવાનો પ્રયાસ કર્યો હતો. ભારતીય સૈનિકોએ ચીનના પ્રયાસનો "જોરદાર" પ્રતિકાર કર્યો અને સામસામે ઝપાઝપી થઈ હતી. રક્ષા મંત્રીએ જણાવ્યું હતું કે, આપણીસેનાએ બહાદુરીથી PLAની ઘૂસણખોરી અટકાવી અને તેમને તેમના પોસ્ટ પર પાછા ફરવા માટે મજબૂર કર્યા હતા.

અથડામણમાં બંને પક્ષના સૈનિકો ઘાયલ થયા

રાજનાથે જણાવ્યું હતું કે, અથડામણમાં બંને પક્ષના કેટલાક સૈનિકોને ઈજા થઈ હતી, પરંતુ કોઈ જાનહાનિ કે ગંભીર રીતે ઘાયલ થયા નથી. જે બાદ સ્થાનિક આર્મી કમાન્ડરે 11 ડિસેમ્બના રોજ તેમના ચીની સમકક્ષ સાથે ફ્લેગ મીટિંગ કરી હતી. જ્યાં ચીની પક્ષને સરહદ પર શાંતિ જાળવવા માટે કહેવામાં આવ્યું હતું. આ મામલો ચીનની સાથે રાજદ્વારી સ્તરે પણ ઉઠાવવામાં આવ્યો છે.

English summary
Mallikarjun Kharge called a meeting of the leaders of the opposition parties and discussed the strategy of the Parliament winter session 2022
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X