For Quick Alerts
For Daily Alerts
ખુર્શીદની કેજરીવાલને ચીમકી, ફર્રુખાબાદમાં ઘુસીને બતાવે
નવી દિલ્હી, 17 ઓક્ટોબર: પોતાના ટ્રસ્ટ દ્વારા વિકલાંગોના રૂપિયા પચાવી પાડવાના આરોપમાં ફસાયેલા કાનૂન મંત્રી સલમાલ ખુર્શીદે અરવિંદ કેજરીવાલને ખુલી ચીમકી આપી છે. પોતાના કાર્યકરોની સાથે સભા કરી રહેલા ખુર્શીદે ધમકીભર્યા શબ્દોમાં જણાવ્યું કે 'કેજરીવાલ ફર્રુખાબાદમાં આવે અને ત્યાંથી પાછા ફરીને બતાવે.'
ખુર્શીદની ધમકી પર પોતાની પ્રતિક્રિયા આપતા કેજરીવાલની ટીમના સભ્ય કુમાર વિશ્વાસે જણાવ્યું કે દેશના કાનૂનમંત્રી આ રીતે ખુલ્લે આમ લોહીની હોળી રમવાની ધમકી આપે તો અમે કોને જઇને ફરિયાદ કરીએ.
તેમણએ જણાવ્યું કે ઉત્તર પ્રદેશની અખિલેશ સરકાર અને અન્ય રાજનૈતિક દળોના નેતાઓ ખુર્શીદના આ નિવેદન સામે ચૂપ કેમ છે. કુમાર વિશ્વાસે એમ પણ કહ્યું કે તેમની ટીમ ખુર્શીદની ધમકીઓથી નથી ડરતી અને ફર્રુખાબાદ જરૂર જશે.