Karnataka Eection : કિચ્ચા સુદીપે બીજેપી જોઈન કરતા પ્રકાશ રાજ ભડક્યા, જાણો શું કહ્યું?
કર્ણાટક લોકસભા ચૂંટણીમાં હવે ફિલ્મી સ્ટારની એન્ટ્રી થઈ ગઈ છે. હાલમાં જ કન્નડ સુપર સ્ટાર કિચ્ચા સુદીપે બીજેપી જોઈન કરી છે. કિચ્ચા સુદીપ આ દિવસોમાં બીજેપી માટ પ્રચાર કરી રહ્યા છે. મુખ્યમંત્રી બસવરાજ મોમ્મઈના સમર્થનમાં ઉતરેલા કિચ્ચાને લઈને હવે પ્રકાશ રાજ ભડક્યા છે. જો કે કિચ્ચા સુદીપે પહેલા જ સ્પષ્ટ કર્યું છે કે તેણે બીજેપીને સમર્થન આપ્યુ છે. તે પાર્ટી માટે પ્રચાર કરશે પરંતુ વિધાનસભાની ચૂંટણી નહીં લડે.

હવે કિચ્ચા સુદીપને લઈને અભિનેતા પ્રકાશ રાજનું એક નિવેદન સામે આવ્યુ છે. પ્રકાશ રાજે કિચ્ચા સુદીપ દ્વારા ભાજપ અને કર્ણાટકના સીએમ બોમ્મઈને સમર્થન આપવા પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે, હું કિચ્ચા સુદીપના નિવેદનથી સ્તબ્ધ અને દુઃખી છું. અહીં તમને જણાવી દઈએ કે, પ્રકાશ રાજે 2019માં બેંગ્લોરથી સ્વતંત્ર ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડી હતી. પ્રકાશ રાજ અત્યાર સુધીમાં ઘણા મુદ્દાઓ પર પીએમ મોદી અને ભાજપ સરકારની ટીકા કરી ચુક્યા છે.

બીજી તરફ ભાજપમાં જોડાવાની અને ચૂંટણી લડવાની અફવાઓ નકારતા કિચ્ચા સુદીપે કહ્યું કે હું દૃઢપણે માનું છું કે કર્ણાટકમાં ભાજપને હારે છે એ ગયેલા હતાશ લોકો દ્વારા ફેલાવવામાં આવેલા ફેક ન્યૂઝ છે. સુદીપ બોમ્મઈને તેના મામા તરીકે ઓળખાવે છે અને કહે છે કે તે જે પણ પક્ષમાં હશે તેને સમર્થન આપશે. તેણે કહ્યું કે હું માત્ર ભાજપ માટે પ્રચાર કરીશ, ચૂંટણી નહીં લડું. અહીં તેણે ભારપૂર્વક સ્પષ્ટ કર્યુ કે તે રાજકારણમાં નહીં આવે.












Click it and Unblock the Notifications
