For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શાહરૂખખાને તોડ્યું મૌન, ભારતમાં હું સુરક્ષિત અને ખુશ છું

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

shah-rukh-khan
મુંબઇ, 30 જાન્યુઆરી: બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખખાનની સુરક્ષાના મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે પેદા થયેલી તકરાર દરમિયાન મંગળવારે અભિનેતા શાહરૂખખાને કહ્યું હતું કે આ દુખની વાત છે કે તેમના એક ઇન્ટરવ્યુની વાતોએ અણધાર્યો વળાંક લઇ લીધો છે અને હવે તેમને પોતાની દેશભક્તિ સાબિત કરવી પડે છે. પોતાના વિવાદિત નિવેદન પર સ્પષ્ટતા રજૂ કરતાં ખૂબ જ ભાવૂક જોવા મળતાં શાહરૂખખાને કહ્યું હતું કે 'મને તો આ વિવાદનો આધાર જ સમજાતો નથી.'

અત્રે ઉલ્લેખનીય છે કે શાહરૂખખાને થોડાં દિવસો પહેલાં એક અંગ્રેજી સાપ્તાહિક મેગેજીનમાં ઇન્ટરવ્યું આપ્યું હતું જે મુદ્દે ઘણો મોટો વિવાદ શરૂ થઇ ગયો. પાકિસ્તાનના ગૃહમંત્રી રહેમાન મલિકે આ મુદ્દે દરમિયાનગીરી કરતાં કહ્યું હતું કે ભારતે શાહરૂખખાનની સુરક્ષાનું ધ્યાન રાખવું જોઇએ.

શાહરૂખખાને કહ્યું હતું કે આ દુભાગ્યપૂર્ણ છે કે લોકો વાંચ્યા વિના તેમના ઇન્ટરવ્યું પર પ્રતિક્રિયા વ્યક્ત કરી રહ્યાં છે. બોલીવુડ અભિનેતાએ ઇન્ટરવ્યુંમાં લખ્યું હતું કે તે ક્યારેક-ક્યારેક આવા રાજકારણીઓનો નિશાનો બની જાય છે જે તેમને ખોટા અને દેશદ્રોહી ભારતીય મુસલમાનોનું પ્રતિક બનાવવા લાગે છે.

રહેમાન મલિકના નિવેદન પર પ્રતિક્રિયા આપતાં શાહરૂખખાને કહ્યું હતું કે 'હું વણજોઇતી સલાહ આપનારાઓને એટલું જ કહેવા માંગું છું કે ભારતમાં અમે ખૂબ જ સુરક્ષિત અને ખુશ છીએ.

શાહરૂખખાને કહ્યું હતું કે તેમને ભારતીય હોવાનો ગર્વ છે. કારણ વિના આ મામલાએ વિવાદ ઉભો કરી દિધો છે. એક સંવાદદાતા સંમેલનને સંબોધતા શાહરૂખખાને કહ્યુ6 હતું કે તેઓ તેમના માતા-પિતાને ખૂબ પ્રેમ કરે છે. અહીંયા લોકો મને અતિશય પ્રેમ કરે છે. ભારત એક લોકતાંત્રિક અને ધર્મનિરપેક્ષ દેશ છે. અહીં દરેક વ્યક્તિ સુરક્ષિત છે.

તેમને કહ્યું હતું કે મેં ક્યારેક લખ્યું નથી કે હું અસુરક્ષિત અનુભવું છું. ઘણા લોકોએ મારો લેખ વાંચ્યો નથી. ભારતમાં બધા જ સુરક્ષિત છે. હું મારા બાળકોને કહું છું કે સૌથી મોટો ધર્મ માનવતા છે.

English summary
A visibly angry Shah Rukh Khan finally appeared at a much-awaited press meet following the controversy that portions of his article in Outlook magazine called ‘Being a Khan’ has stirred up.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X