For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'મીડિયા મને ભાગેડું કહે છે કારણ કે હું તેમની સાથે વાત નથી કરતો'

|
Google Oneindia Gujarati News

kingfisher employee
નવી દિલ્હી, 25 ઓક્ટોબર: કિંગફિશર એરલાઇંસની મુશ્કેલી ઘટવાને બદલે વધી રહી છે. પગાર ન મળવાને કારણે કર્મચારીઓ વિજય માલ્યાને ઘેરવાની રણનીતિ બનાવી રહ્યા છે. જેના પગલે ગ્રેટર નોયડામાં ફોર્મ્યુલા-1 ટ્રેકને ઘેરવાની યોજના બનાવવામાં આવી રહી છે. જાણકારી અનુસાર માલ્યા 26 ઓક્ટોબરે દિલ્હી આવી રહ્યા છે અને આ કર્મચારીઓને ચાર મહીનાનો પગાર ચૂકવવાની છેલ્લી તારીખ છે.

કિંગફિર કર્મચારીઓને યુબી સમૂહના અધ્યક્ષ સામે પણ નારાજગી છે, જે ફોર્મ્યુલા-1 રેસમાં સામેલ થઇ શકે છે, પરંતુ જ્યારે પગાર મામલે પૂછવામાં આવે તો તે ચૂપકીદી સાધી લે છે.

કિંગફિશર એરલાયંસના કર્મચારીઓને સૌથી વધારે મુશ્કેલી એ વાતની છે કે તેઓ આ અંગે સીધા વિજય માલ્યા સાથે વાતચીત કરી શકતા નથી, અને તેમને આ અંગે પરવાનગી પણ નથી મળી રહી. માટે તેમને આશા છે કે ફોર્મ્યુલા-1 માં માલ્યા સાથે તેમની સીધી વાત થઇ શકશે.

જ્યારે બીજી બાજું મીડિયાના સવાલોના જવાબમાં માલ્યાએ ટ્વિટ કર્યું છે કે 'હું આખું અઠવાડિયું પોતાના કામને કારણે વ્યસ્ત છું, મીડિયા મને ભાગેડું કહે છે કારણ કે હું તેમની સાથે વાત નથી કરતો.'

English summary
Kingfisher Airlines crisis continues as employees are set to gherao the Formula 1 track in Greater Noida to protest against Vijay Mallya.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X