મણિપુર: ભાજપ સરકારના નવા CM, બિરેન સિંહ કોણ છે?

Written By:
Subscribe to Oneindia News

મણિપુર માં ભાજપ ના ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ થયેલાં બિરેન સિંહ રાષ્ટ્રીય સ્તરના ફુટબોલર રહી ચૂક્યાં છે. તેઓ પત્રકાર પણ રહી ચૂક્યાં છે. ત્યાર બાદ તેઓ રાજકારણમાં ઉતર્યા અને હવે મણિપુરમાં મુખ્યમંત્રીમાં ખુરશી સુધી પહોંચ્યા છે. મણિપુરમાં ભાજપની પહેલી સરકારની કામગીરી બિરેન સિંહને આપવામાં આવી છે.

biren singh

અહી ંવાંચો - યુપીના CM કોણ? 16 માર્ચના રોજ થશે જાહેરાત

વર્ષ 2002માં તેઓ ડેમોક્રેટિક રિવોલ્યુશનરી પીપલ્સ પાર્ટીની ટિકિટ પર પહેલીવાર હીનગેંગ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. વર્ષ 2003માં બિરેન સિંહ કોંગ્રેસ સાથે જોડાયા અને મણિપુર સરકારના મંત્રી બન્યા. વર્ષ 2007માં કોંગ્રેસ ની ટિકિટ પર ચૂંટણી લડ્યા અને પોતાની સીટ પર જ ફરીથી જીત્યા. નવી સરકારમાં તેઓ ફરીથી મંત્રી બન્યા. વર્ષ 2016માં તેઓ મુખ્યમંત્રી ઇબોબી સિંહ વિરુદ્ધ બળવો કરી ભાજપ સાથે જોડાયા.

અહીં વાંચો - ખાલી યુપીમાં જ નહીં, ભારત ભરમાં ક્યાં-ક્યાં લહેરાયો કેસરિયો?

ભાજપે બિરેન સિંહને ઇલેક્શન મેનેજમેન્ટ કમિટીના કો-કન્વિનર બનાવ્યા હતા. વર્ષ 2017માં ભાજપની ટિકિટ પર ફરીતી તેઓ હીનગેંગ ક્ષેત્રથી જીતવામાં સફળ થયા. હવે પાર્ટીએ તેમને ધારાસભ્ય દળના નેતા બનાવવામાં આવ્યા છે. હવે તેઓ ભાજપ સરકારના નવા મુખ્યમંત્રી બનશે.

English summary
Know about Biren Singh, who is going to be the new CM Manipur.
Please Wait while comments are loading...