For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો શું છે શારદા ચિટફંડ ગોટાળો જેના કારણે સીબીઆઈ સામે ભિડાયા મમતા

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકત્તામાં રવિવારે મોડી સાંજે હાઈ વોલ્ટેજ ડ્રામા શરૂ થઈ ગયો. પશ્ચિમ બંગાળની પોલિસ સીબીઆઈ ટીમ સાથે ભિડાઈ ગઈ.

|
Google Oneindia Gujarati News

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકત્તામાં રવિવારે મોડી સાંજે હાઈ વોલ્ટેજ ડ્રામા શરૂ થઈ ગયો. પશ્ચિમ બંગાળની પોલિસ સીબીઆઈ ટીમ સાથે ભિડાઈ ગઈ અને મુખ્યમંત્રી મમતા બેનર્જીના આદેશ પર સીબીઆઈના 5 અધિકારીઓની ધરપકડ કરવામાં આવી. આ બધા સીબીઆઈ અધિકારીઓ શારદા ચિટફંડ મામલે તપાસ માટે કોલકત્તાના પોલિસ કમિશ્નર રાજીવ કુમારની પૂછપરછ કરવા તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા પરંતુ શારદ ચિટફંડ મામલા માટે સીબીઆઈ અને કોલકત્તા પોલિસ સામસામે ભિડાઈ ગયા અને સીબીઆઈના પાંચ અધિકારીઓની ધરપકડ કરી લેવામાં આવી.

કેન્દ્ર સરકાર સામે ધરણા

કેન્દ્ર સરકાર સામે ધરણા

વળી, સુરક્ષાને ધ્યાનમાં રાખીને સીબીઆઈની ઓફિસની બહાર સીઆરપીએફની ટુકડીઓ તૈનાત કરી દેવામાં આવી. મુખ્યમંત્રી બેનર્જી પોતે પોતાની પોલિસ ફોર્સના સમર્થનમાં આવી અને પોલિસ કમિશ્નર રાજીવ કુમારનો બચાવ કર્યો અને કેન્દ્ર સરકાર સામે ધરણા પર બેઠા. આ સમગ્ર મામલાના તાર શારદા ચિટફંડ મામલા સાથે જોડાયેલા છે એવામાં એ જાણવુ જરૂરી છે કે શું છે શારદા ગોટાળો...

શું છે શારદા ચિટફંડ

શું છે શારદા ચિટફંડ

પશ્ચિમ બંગાળની એક ચિટફંડ કંપની શારદા ગ્રુપે લોકોને લોભામણી ઓફર આપીને લાખોનો ચૂનો લગાવ્યો. કંપનીએ લોકોની રકમને 34 ગણી કરવવાની ઓફર આપી હતી. ઓફરનો લોકિંગ પીરિયડ 25 વર્ષનો રાખવામાં આવ્યો હતો. વળી બટાકાના બિઝનેસમાં 15 મહિનાની અંદર જ રકમ ડબલ કરવાનું સપનુ પણ આ ગ્રુપે બતાવ્યુ. આ ફંડમાં લગભગ 10 લાખ લોકોએ રોકાણ કર્યુ અને છેવટે કંપની પૈસા સાથે ભાગી ગઈ. આમાં લગભગ 40000 કરોડ રૂપિયાની હેરાફેરી થઈ હતી. આ ગોટાળામાં મોટા કોર્પોરેટ, રાજકીય દળના નેતાઓના નામ શામેલ છે. આ ચિટફંડમાં વર્ષ 2008માં બનેલી શારદા ગ્રુપની કંપનીએ લોભામણી ઓફર આપીને લોકો સાથે છેતરપિંડી કરી. કંપનીએ લોકોના પૈસા 34 ગણા કરવાનો દાવો કરીને પહેલા રોકાણ કરાવ્યુ અને થોડા વર્ષોમાં જ હજારો કરોડની કંપની બની ગઈ. કંપનીના માલિક સુદિપ્તો સેને રાજકીય ઓળખના દમ પર ખૂબ પૈસા કમાયા.

પોલિસ કમિશ્નર રાજીવ કુમારની પૂછપરછ

પોલિસ કમિશ્નર રાજીવ કુમારની પૂછપરછ

વર્ષ 2014માં સુપ્રીમ કોર્ટે પણ સીબીઆઈને તપાસનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ, ઓડિશા અને અસમ પોલિસને આ મામલાની તપાસમાં સીબીઆઈને મદદ કરવાનો આદેશ પણ આપ્યો. આ મામલે તપાસ માટે વર્ષ 2013માં સમિતિની રચના કરવામાં આવી જેની આગેવાની રાજીવ કુમારે કરી પરંતુ વર્ષ 2-14માં મામલો સીબીઆઈ પાસે જતો રહ્યો. આરોપ છે કે ગોટાળાની તપાસ સાથે જોડાયેલી કેટલીક મહત્વની ફાઈલો અને દસ્તાવેજ ગાયબ છે. આ ગુમ ફાઈલો અને દસ્તાવેજ અંગે સીબીઆઈ પોલિસ કમિશ્નર રાજીવ કુમારની પૂછપરછ કરવા ઈચ્છે છે. તમને જણાવી દઈએ કે આ મામલના તાર યુપીએ સરકારના નાણામંત્રી રહેલા પી ચિદમ્બરમની પત્ની નલિની ચિદમ્બરમ સાથે પણ જોડાયેલા છે. તેમનુ નામ પણ આરોપ પત્રમાં દાખલ કરવામાં આવ્યુ છે. આરોપ છે કે ચિટફંડ ગોટાળામાં શારદા ગ્રુપની કંપનીઓ પાસેથી તેમને 1.4 કરોડ રૂપિયા મળ્યા છે.

આ પણ વાંચોઃ તે કયો 'પંજો' હતો જે ખજાનો ખાલી કરી ગયો: પીએમ મોદીઆ પણ વાંચોઃ તે કયો 'પંજો' હતો જે ખજાનો ખાલી કરી ગયો: પીએમ મોદી

English summary
Know All about Sharda Chitfund Scam for whom Mamta Banerjee faceoff with CBI
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X