Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કોણ છે ચિન્મયાનંદ સ્વામી, જેના પર લૉની છાત્રાએ લગાવ્યા છે સંગીન આરોપ

યૌન શોષણના આરોપોથી ઘેરાયેલા પૂર્વ કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી અને ભાજપ નેતા સ્વામી ચિન્મયાનંદની સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ(એસઆઈટી)એ શુક્રવારે ધરપકડ કરી લીધી છે.

યૌન શોષણના આરોપોથી ઘેરાયેલા પૂર્વ કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી અને ભાજપ નેતા સ્વામી ચિન્મયાનંદની સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ(એસઆઈટી)એ શુક્રવારે ધરપકડ કરી લીધી છે. એસઆઈટી તેની ધરપકડ કર્યા બાદ તેમનો મેડીકલ કરાવ્યા બાદ જિલ્લા હોસ્પિટલ લઈને આવી છે. આ દરમિયાન જિલ્લા હોસ્પિટલમાં ભારે ફોર્સ પણ તૈનાત કરવામાં આવી હતી.

ચિન્મયાનંદનુ અસલી નામ કૃષ્ણપાલ સિંહ છે

ચિન્મયાનંદનુ અસલી નામ કૃષ્ણપાલ સિંહ છે

શાહજહાંપુરમાં પોતાનુ સામ્રાજ્ય સ્થાપિત કરનાર સ્વામી ચિન્મયાનંદ અસલમાં યુપીના ગોંડાના રહેવાસી છે. આખી દુનિયા તેમને સ્વામી ચિન્મયાનંદના નામથી જાણે છે. પરંતુ તેમનુ અસલી નામ કૃષ્ણપાલ સિંહ છે. લખનઉ વિશ્વવિદ્યાલયમાંથી એમએની ડિગ્રી મેળવનાર સ્વામીજી ભાજપના કદાવર નેતાઓમાંથી એક રહી ચૂક્યા છે. ચિન્મયાનંદ પહેલી વાર ભાજપની ટિકિટ પર યુપીની બદાંયુ લોકસભા સીટથી વર્ષ 1991માં સાંસદ ચૂંટાયા હતા. વર્ષ 1998માં યુપીના મછલીશહર અને વર્ષ 1999માં જૌનપુર લોકસભા સીટથી સાંસદ ચૂંટાયા હતા.

રામ મંદિર આંદોલનમાં નિભાવી હતી ભૂમિકા

રામ મંદિર આંદોલનમાં નિભાવી હતી ભૂમિકા

એટલુ જ નહિ વાજપેયી સરકારમાં સ્વામી ચિન્મયાનંદ કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી રહી ચૂક્યા છે અને રામ મંદિર આંદોલનમાં પણ સ્વામી ચિન્મયાનંદે ગોરખપુરની ગોરક્ષાપીઠના મહંત અને પૂર્વ સાંસદ અવૈદ્યનાથની મહત્વની ભૂમિકા નિભાવી હતી. માનવામાં આવે છે કે તેમને સાંસદ બનવામાં પણ મહંત અવૈદ્યનાથની મહત્વની ભૂમિકા હતી. ત્યારબાદથી તે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ખૂબ નજીક બની ગયા અને જ્યારે 2017ની યુપી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને બંપર જીત મળી તો મુખ્યમંત્રીના નામ માટે સ્વામી ચિન્મયાનંદે જ યોગીનું નામ આગળ કર્યુ હતુ.

કેટલી છે ચિન્મયાનંદની સંપત્તિ?

કેટલી છે ચિન્મયાનંદની સંપત્તિ?

ઉલ્લેખનીય છે કે સ્વામી ચિન્મયાનંદ નેતા હોવા સાથે સાથે ઉપદેશક પણ છે. તે પહેલા ભાજપની ટિકિટ પર સાંસદ અને મંત્રી રહી ચૂક્યા છે. તેમણે છેલ્લી વાર વર્ષ 2004માં ઉત્તર પ્રદેશની જૌનપુર સીટથી લોકસભા ચૂંટણી લડી હતી. આ દરમિયાન તેમણે પોતાની સંપત્તિની માહિતી ચૂંટણી પંચને આપી હતી. વર્ષ 2004માં ચૂંટણી પંચેને આપેલા પોતાના એફિડેવિટમાં તેમણે પોતાની કુલ સંપત્તિ લગભગ 24 લાખ રૂપિયા બતાવી હતી. તેમણે જણાવ્યુ હતુ કે તેમની પાસે માત્ર 500 રૂપિયા કેશ છે. તેમણે બેંકોમાં જમા રકમ 10,80,383 રૂપિયા બતાવી હતી. વળી, કંપનીઓના શેર અને બૉન્ડમાં 2,05,900 રૂપિયા રોકાણ કર્યા હતા.

ક્યાં કેટલુ કર્યુ રોકાણ

ક્યાં કેટલુ કર્યુ રોકાણ

ચિન્મયાનંદે સોગંદનામામાં જણાવ્યુ હતુ કે તેમણે નેશનલ સેવિંગ સ્કીમમાં 3,24,750 રૂપિયાનુ રોકાણ કર્યુ હતુ. આ દરમિયાન ચલ સંપત્તિ 16,11,533 રૂપિયા હતી. વળી, ચલ સંપત્તિની વાત કરીએ તો તેમની પાસે એક નૉન એગ્રીકલ્ચર લેન્ડ પણ હતી જેની કિંમત 7,77,000 રૂપિયા છે. જો કે તેમની પાસે એક આશ્રમ પણ છે. વળી, એસસ લૉ કોલેજ પણ સ્વામી ચિન્મયાનંદની જ છે. તેની કિંમત શું છે તે વિશે હજુ સુધી કોઈ માહિતી નથી.

સામે આવ્યો તેલ માલિશનો વીડિયો

સામે આવ્યો તેલ માલિશનો વીડિયો

ઉલ્લેખનીય છે કે ભાજપ નેતા સ્વામી ચિન્મયાનંદના મંગળવારે એક ડઝનથી વધુ વીડિયો વાયરલ થયા છે. વાયરલ થયેલા વીડિયોમાં સ્વામી ચિન્મયાનંદ નગ્ન અવસ્થામાં એક છોકરીને પોતાના શરીરની તેલ માલિશ કરાવતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં બંને વચ્ચે વાતચીત પણ સંભળાઈ રહી છે. જો કે વીડિયો પર 2014ની તારીખ દેખાઈ રહી છે. ચિન્મયાનંદના વકીલ ઓમ સિંહે મીડિયા સાથે વાત કરતા સ્વામી ચિન્મયાનંદને બદનામ કરવાનુ ષડયંત્ર ગણાવ્યુ. તેમણે કહ્યુ કે એસઆઈટીની ટીમ પર પૂરો ભરોસો છે.

ચિન્મયાનંદ ઉપર પહેલા પણ લાગી ચૂક્યા છે રેપના આરોપ

ચિન્મયાનંદ ઉપર પહેલા પણ લાગી ચૂક્યા છે રેપના આરોપ

આ પહેલા પણ એક છોકરીએ સ્વામી ચિન્મયાનંદ ઉપર કિડનેપિંગ અને રેપનો કેસ નોંધાવ્યો હતો. સ્વામી ચિન્મયાનંદ પર 2011માં તેમના આશ્રમમાં રહેતી એક છોકીએ રેપની એફઆઈઆર નોંધાવી. રેપનો આરોપ લગાવનાર છોકરીએ ચિન્મયાનંદના આશ્રમમાં ઘણા વર્ષો પસાર કર્યા હતા. તેણે પોતાની ફરિયાદમાં કહ્યુ હતુ કે હરદ્વારમાં આશ્રમમાં રહેલા દરમિયાન સ્વામી ચિન્મયાનંદે તેની પર રેપ કર્યો. આ અંગે પીડિત છોકરીના પિતાએ શાહજહાંપુરમાં એફઆઈઆર નોંધાવી હતી. આ કેસ સામે ચિન્મયાનંદે હાઈકોર્ટની શરણ લીધી. હાઈકોર્ટે તેમની ધરપકડ પર રોક લગાવી દીધી હતી. ગયા વર્ષે યુપીની યોગી સરકારે તેમની સામે કેસ પાછો લેવાનો નિર્ણય કર્યો. આ અંગે 6 માર્ચ 2018ના રોજ શાહજહાંપુર પ્રશાસનને પત્ર લખવામાં આવ્યો હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X