કલમ 377 સામે સુપ્રિમ કોર્ટમાં આ 5 લોકોએ છેલ્લે સુધી લડાઈ લડી
એપ્રિલ 2016 માં કલમ 377 સામે સુપ્રિમ કોર્ટમાં નવજોત સિંહ જૌહર, અંજલિ ગોપાલન, સુનીલ મહેરા, રિતુ ડાલમિયા અને આયશા કપૂરે સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
સુપ્રિમ કોર્ટે કલમ 377 અંગે ગુરુવારે મોટો ચૂકાદો સંભળાવ્યો છે. ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી પાંચ ન્યાયાધીસોની ખંડપીઠે કહ્યુ કે દેશમાં પબે સગીરો વચ્ચે સમલૈંગિક સંબંધ ગુનો નથી. એલજીબીટી સમાજના લોકોએ આ લડાઈ લગભગ 25 વર્ષ પહેલા શરૂ કરી હતી. કલમ 377 નો મુદ્દો એક એનજીઓ 'નાઝ ફાઉન્ડેશન' એ ઉઠાવ્યો હતો.

2001 માં દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી
આ સંગઠને 2001 માં દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી અને અદાલતને સમાન લિંગના બે વયસ્કો વચ્ચે યૌન સંબંધોને ગુનો માનતી જોગવાઈને ‘ગેરકાયદેસર' ગણાવી હતી. આ લડાઈને આજે આ મુકામ સુધી પહોંચાડવા પાછળ ઘણો લોકોનો મોટો હાથ છે. એપ્રિલ 2016 માં કલમ 377 સામે સુપ્રિમ કોર્ટમાં નવજોત સિંહ જૌહર, અંજલિ ગોપાલન, સુનીલ મહેરા, રિતુ ડાલમિયા અને આયશા કપૂરે સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આવો જાણીએ તેમના વિશે -

અંજલિ ગોપાલન
અંજલિ ગોપાલન નાઝ ફાઉન્ડેશન (ઈન્ડિયા) ટ્રસ્ટના સંસ્થાપક અને કાર્યકારી નિર્દેશક છે. ચેન્નઈના રહેવાસી અંજલિએ રાજસ્થાન અને અમેરિકામાં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો. અમેરિકામાં અંજલિએ એચઆઈવી-એઈડ્ઝ અને હાશિયાવાળા સમાજ સંબંધિત મુદ્દાઓ પર કામ કરવાનું શરૂ કર્યુ. ત્યારબાદ તે 90 ના દશકમાં ભારત આવી ગયા. અહીં તેમણે એક નાઝ એનજીઓની શરૂઆત કરી જે એચઆઈવી પીડિત લોકોની મદદ કરતુ હતુ. 1994 માં દિલ્હીમાં પહેલી વાર તેમણે એચઆઈવી ક્લિનિક ખોલ્યુ. એલજીબીટી સમાજના યૌન સ્વાસ્થ્ય અને અધિકારો માટે તેમણે ભારતીય દંડ સંહિતા (આઈપીસી) ની કલમ 377 સામે કાયદાકીય લડાઈનું નેતૃત્વ કર્યુ. દિલ્હી હાઈકોર્ટે 2009 માં નાઝ ઈન્ડિયાના પક્ષમાં ચૂકાદો આપ્યો અને કલમ 377 ને વ્યક્તિગત અધિકારો પર ઉલ્લંઘન ગણાવ્યુ.

નવતેજ સિંહ જોહર
59 વર્ષીય નવતેજ સિંહ જોહર ભરતનાટ્યમના ક્લાસિકલ ડાંસર છે અને સંગીત નાટક એકેડમી એવોર્ડ વિજેતા પણ છે. નવતેજ અશોકા યુનિવર્સિટીમાં અતિથિ ફેકલ્ટી છે. જોહરે 2010 માં મિશિગન વિશ્વવિદ્યાલયમાં પણ ભણાવ્યુ છે. તેઓ ભારતમાં ભરતનાટ્યમ કરનારા પહેલા શીખ છે. નવતેજ સિંહ જોહરે આઈપીસી 377 ને પડકારવા માટે સુપ્રિમ કોર્ટમાં રિટ દાખલ કરી હતી.
સુનીલ મહેરા
63 વર્ષીય સુનીલ મહેરા પત્રકાર છે. તે મેક્સિમ મેગેઝીનના ભારતીય એડિશનના એડિટર રહી ચૂક્યા છે. તેઓ એક્ટર પણ છે. તેઓ નિર્દેશત, નિર્માતા અને લેખક પણ છે. દૂરદર્શન પર ‘સેન્ટરસ્ટેજ' પ્રોગ્રામના નિર્માતા-નિર્દેશક, લેખક અને એન્કર રહ્યા છે. તેઓ લગભગ 2 દાયકાથી નવતેજ સિંહ જોહર સાથે છ અને સ્ટુડિયો અભ્યાસના ફાઉન્ડર છે.

ઋતુ ડાલમિયા
કોલકત્તામાં મારવાણી પરિવારમાં જન્મેલી ઋતુ ડાલમિયા વ્યવસાયે સેલિબ્રિટી શેફ છે. ડીવા નામના રેસ્ટોરન્ટ ચેનની માલિક છે. દુનિયાભરમાં ઘણા રેસ્ટોરન્ટ ચલાવે છે. ઘણા ફૂડ શો હોસ્ટ કરી ચૂકી છે. તેઓ ઘણા સમયથી સમલૈંગિકોનો મુદ્દો કોર્ટ અને ઘણા અન્ય પ્લેટફોર્મ ઉઠાવતી આવી છે. 2012 માં પ્રકાશિત તેમના પુસ્તક Travelling Diva: Recipes from around the World બેસ્ટસેલર પુસ્તકોની યાદીમાં શામેલ છે.

કેશવ સૂરી
કેશવ સૂરી લલિત સૂરી હોસ્પિટાલિટી ગ્રુપના માલિક લલિત સૂરીના પુત્ર છે. તેમની કંપની દિલ્હી, મુંબઈ, ગોવા, બેંગલુરુ, લંડન અને અન્ય શહેરોમાં લગભગ ડઝનેક લક્ઝરી કંપનીઓ ચલાવે છે. ધ લલિત સૂરી હોસ્પિટાલિટી ગ્રુપના કાર્યકારી નિર્દેશક કેશવ સૂરીએ 23 એપ્રિલના રોજ ભારતીય દંડ સંહિતા (આઈપીસી) ની કલમ 377 નો પડકારવા સર્વોચ્ચ ન્યાયાલયમાં યાચિકા દાખલ કરી હતી.

આયશા કપૂર
આયશા કપૂર એક્ટર અને બિઝનેસવુમન છે. તેમણે અમિતાભ બચ્ચન અભિનિત ફિલ્મ બ્લેક માં પણ કામ કર્યુ છે. આયશા કોલંબિયા યુનિવર્સિટીમાં આર્ટની સ્ટુડન્ડ છે. આયશા તે લોકોમાં શામેલ છે જેમણે સમલૈંગિકતાને ગુનો ગણાવતી કલમ 377 સામે સુપ્રિમ કોર્ટમાં યાચિકા દાખલ કરી હતી.
-
PNG New Rule: ઘરમાં પાઈપલાઈન ગેસ અને LPG બંને છે તો સાવધાન! તાત્કાલિક કરો આ કામ, સરકારનો નવો આદેશ લાગુ -
Gold Price Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો, જાણો આજના ભાવ -
IPL 2026: આ 5 ખેલાડીઓ છેલ્લી આઈપીએલ રમશે? લઈ શકે છે નિવૃત્તિ -
ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વાતાવરણમાં પલ્ટો, માવઠાને લઈને હવામાન વિભાગની નવી આગાહી -
ગુજરાત-મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યોમાં પેટાચૂંટણીનું શિડ્યુલ જાહેર, આ 8 બેઠકો પર સૌની નજર, ક્યારે આવશે પરિણામ? -
અમરેલી: ખાંભાના ઈંગોરાળામાં 220 લીટર નકલી દૂધ ઝડપાયુ -
IPL 2026 Tickets: આઈપીએલની ટીકીટ કઈ રીતે કરી શકશો બુક, જાણો કિંમતથી લઈ તમામ જાણકારી -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો! ₹2990 સસ્તું થયું સોનું, જાણો આજની લેટેસ્ટ કિંમત -
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
LPG Shortage: 'PNG ધારકોને નહીં મળે LPG કનેક્શન', નોટિફિકેશન જાહેર, આજે કેટલામાં મળી રહ્યો છે સિલિન્ડર? -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં







Click it and Unblock the Notifications
