ઉત્તર ભારતમાં ચાલુ રહેશે શીત લહેર, જાણો દેશભરનુ તાપમાન કેવુ રહેશે
રાજધાની દિલ્લીમાં ધૂમ્મસ ઘણુ વધી ગયુ છે જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે. દિલ્લી-એનસીઆરમાં હાડ ધ્રૂજાવી દે તેવી ઠંડીના કારણે લોકોને ઘરમાંથી બહાર નીકળવામાં પણ મુશ્કેલી થઈ રહી છે. દિલ્લીમાં મંગળવારે તાપમાન 6 ડિગ્રી રેકોર્ડ કરવામાં આવ્યુ હતુ જ્યારે મહત્તમ તાપાન 17 ડિગ્રી સેલ્સિયસ રહ્યુ. ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)નુ કહેવુ છે કે દિલ્લી-એનસીઆરનો પારો ઘટવાનુ કારણ ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં થયેલી હિમવર્ષા છે.

સામાન્યથી ઓછુ રહ્યુ તાપમાન
મંગળવારે પણ ગાઢ ધૂમ્મસ છવાયેલુ છે અને આવનારા બે દિવસો સુધી રાહતની કોઈ આશા નથી. પહાડો પર થઈ રહેલી હિમવર્ષના કારણે ઉત્તર ભારતમાં ઠંડી વધી ગઈ છે. રાજધાની દિલ્લીમાં મહત્તમ તાપમાન સામાન્યથી 4.5 ડિગ્રી ઓછુ રહ્યુ છે. આવનારા દિવસોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડાના પૂરા અણસાર છે. જણાવવામાં આવી રહ્યુ છે કે રાજસ્થાનમાં એક વ્યક્તિનુ ઠંડીના કારણે મોત પણ થયુ છે.

અમુક સ્થળો પર થયો વરસાદ
હવામાનની માહિતી આપતી વેબસાઈટ સ્કાઈમેટના જણાવ્યા મુજબ દેશભરમાં છેલ્લા 24 કલાકમાં લક્ષદ્વીપ વિસ્તારમાં અમુક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ નોંધવામાં આવ્યો છે. દક્ષિણ તટીય તમિલનાડુમાં પણ હળવાથી મધ્યમ વરસાદ રેકોર્ડ કરવામાં આવ્યો. પંજાબ, હરિયાણા અને દિલ્લી સહિત ઉત્તર પ્રદેશના અમુકભાગોમાં શીત લહેર જેવી સ્થિતિ બની. જ્યારે ગંગાના મેદાની વિસ્તારો અને ઉત્તરી રાજસ્થાનના અમુક ભાગોમાં ગાઢ ધૂમ્મસ છવાયુ છે.
આ પણ વાંચોઃ ઝારખંડનુ ફાઈનલ રિઝલ્ટઃ મહાગઠબંધને જીતી 47 સીટો, ભાજપ 25માં સમેટાયુ

કેવુ રહેશે દેશનુ તાપમાન
હવે આગામી 24 કલાક દરમિયાન પંજાબ, હરિયાણા, દિલ્લી, પશ્ચિમી ઉત્તર પ્રદેશ અને ઉત્તરી રાજસ્થાનમાં દિવસે શીત લહેર જેવી સ્થિતિ બનશે. આ ભાગોમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્યથી નીચુ રહેશે. પંજાબ, હરિયાણા અને ઉત્તરી રાજસ્થાનના અમુક ભાગોમાં કરા પડવાની સંભાવના છે. પાક માટે સાવચેતી રાખવાની જરૂર છે. કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, વિદર્ભ અને મહારાષ્ટ્રમાં એક-બે સ્થળોએ વરસાદ થઈ શકે છે. લક્ષદ્વીપ, તમિલનાડુ અને કેરળા અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાના અણસાર છે. દેશના બાકીના ભાગોમાં હવામાન સૂકુ અને સામાન્ય રહેશે.