For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નોબેલ પુરસ્કાર 2019ના વિજેતાઓની આખી યાદી

આ વર્ષે સોમવારથી નોબલ પુરસ્કાર વિજેતાઓના નામનુ એલાન શરૂ થઈ ગયુ છે.

|
Google Oneindia Gujarati News

નોબેલ ફાઉન્ડેશન દ્વારા સ્વીડનના વૈજ્ઞાનિક અલ્ફ્રેડ નોબેલની યાદમાં નોબેલ પુરસ્કાર આપવાનુ શરૂ કરવામાં આવ્યુ હતુ. તે શાંતિ, સાહિત્ય, ભૌતિક, રસાયણ, ચિકિત્સા વિજ્ઞાન અને અર્થ વ્યવસ્થાના ક્ષેત્રમાં મળતુ સર્વેત્તમ પુરસ્કાર છે. આ વર્ષે સોમવારથી નોબલ પુરસ્કાર વિજેતાઓના નામનુ એલાન શરૂ થઈ ગયુ છે.

nobel

મેડીકલ ક્ષેત્રે

મેડીકલ ક્ષેત્રમાં આ વર્ષે ત્રણ વૈજ્ઞાનિકોએ દુનિયાને સર્વોચ્ચ સમ્માનથી નવાઝ માટે પસંદ કર્યા છે. આ ત્રણ વૈજ્ઞાનિક અમેરિકાના વિલિયમ કેલીન, ગ્રેગ સીમેંજા અને બ્રિટનના પીટર રેટક્લિફ છે. ત્રણે વૈજ્ઞાનિકોને સંયુક્ત રીતે પ્રતિષ્ઠિત નોબેલ 2019 સમ્માનથી નવાઝવામાં આવશે. આ વૈજ્ઞાનિકોને કોશિકાઓમાં જીવન અને ઓક્સિજનને ગ્રહણ કરવાની ક્ષમતામાં મહત્વપૂર્ણ યોગદાન માટે આ પુરસ્કાર આપવામાં આવશે.

ભૌતિક ક્ષેત્ર

ભૌતિક ક્ષેત્રમાં 2019નો નોબેલ પુરસ્કાર કેનાડા મૂળના અમેરિકી વૈજ્ઞાનિક જેમ્સ પીબલ્સ અને સ્વિત્ઝરલેન્ડના વૈજ્ઞાનિકો માઈકલ મેયર અને ડિડિયર ક્વેલોજને આપવાની ઘોષણા કરવામાં આવી છે. જેમ્સ પીબલ્સને બ્રહ્માંડ વિજ્ઞાન પર નવા સિદ્ધાતો રાખવા, મિશેલ મેયર અને ડિડિએર ક્વેલોજને સૌરમંડળથી પરે વધુ એક ગ્રહ શોધવા માટે સંયુક્ત રીતે પુરસ્કાર આપવા માટે પસંદ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે જેમ્સ પીબલ્સે બિગ બેંગ, ડાર્ક મેટર અને ડાર્ક એનર્જી પર જે કાંમ કર્યુ છે તેને જ બ્રહ્માંડ વિજ્ઞાનનો આધાર માનવામાં આવે છે. મિશેલ અને ડિડિએરે 51 પેગાસીબી ગ્રહની શોધ કરી હતી. ગેસથી બનેલો આ વિશાળ ગ્રહ પૃથ્વીથઈ 50 વર્ષ દૂર એક તારાની પરિક્રમા લગાવી રહ્યો છે. માહિતી મુજબ આ વર્ષે પુરસ્કારની રકમનો અડધો ભાગ જેમ્સને આપવામાં આવશે જ્યારે બીજો ભાગ મેયર અને ડિડિએર વચ્ચે અડધો વહેંચી દેવામાં આવશે.

રસાયણ ક્ષેત્રે

2019 માટે રસાયણનુ નોબેલ પુરસ્કાર અમેરિકાના જૉન વી. ગુડડનફ, બ્રિટનના સ્ટેનલી વિટિંઘમ અને જાપાનના અકીરા યોશિનોને આપવાની ઘોષણા બુધવારે કરવામાં આવી છે.

નોબેલ પુરસ્કારોની ઘોષણાનો કાર્યક્રમ
બુધવાર 9 ઓક્ટોબર - રસાયણ
ગુરુવાર, 10 ઓક્ટોબર - સાહિત્ય
શુક્રવાર, 11 ઓક્ટોબર - શાંતિ
સોમવાર, 14 ઓક્ટોબર - અર્થશાસ્ત્ર

આ પણ વાંચોઃ ભાજપ માટે માત્ર પોસ્ટર બૉય છે ખેડૂત, સીએમ યોગીએ છેતર્યાઃ પ્રિયંકા ગાંધીઆ પણ વાંચોઃ ભાજપ માટે માત્ર પોસ્ટર બૉય છે ખેડૂત, સીએમ યોગીએ છેતર્યાઃ પ્રિયંકા ગાંધી

English summary
Know about the winners of nobel prize 2019 in medicine physics and chemistry.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X