For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Lok Sabha election 2024 : ભાજપે બનાવ્યો લોકસભા 2024 માટે ગેમ પ્લાન, જાણો સમગ્ર વ્યુહરચના

Lok Sabha election 2024 : કારોબારી બેઠકમાં પીએમ મોદીએ કહ્યું હતું કે ચૂંટણીમાં 400 દિવસ બાકી છે, આ સ્થિતિમાં તમામ કાર્યકરોએ દરેક ઘરે પહોંચવું પડશે.

|
Google Oneindia Gujarati News

Lok Sabha election 2024 : લોકોસભા ચૂંટણી 2024માં હવે અંદાજે 400 દિવસ બાકી રહ્યા છે. આવામાં દરેક પાર્ટી પોતાનું જોર અજમાવી રહી છે. જેમાં હાલ સત્તા પર રહેલી ભારતીય જનતા પાર્ટીએ પણ ચૂંટણીની વ્યુહરચાના બનાવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ કર્ણાટક અને મહારાષ્ટ્રના પ્રવાસે છે. આ સાથે પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા પશ્ચિમ બંગાળ પહોંચ્યા છે. જ્યાં તેઓ જાહેર સભાનું સંબોધન કરશે.

loksabha 2024

મંગળવારના રોજ પૂરી થયેલી ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં પાર્ટીએ દેશમાં યોજાનારી નવ રાજ્યોમાં થનારી વિધાનસભા ચૂંટણી અને લોકસભાની ચૂંટણી માટે પોતાની રણનીતિ તૈયાર કરી છે.

કારોબારીની બેઠકમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ચૂંટણીમાં 400 દિવસ બાકી છે, આ સ્થિતિમાં તમામ કાર્યકર્તાઓએ ઘરે ઘરે પહોંચવું પડશે. આગામી ચૂંટણીમાં ગુજરાત ભાજપના નેતા સી. આર. પાટીલની ફોર્મ્યુલા પર ભાજપ આગળ વધવાની તૈયારી કરી રહ્યું છે.

9 રાજ્યોમાં અમલ કરશે ગુજરાતનો ફોર્મ્યુલા

9 રાજ્યોમાં અમલ કરશે ગુજરાતનો ફોર્મ્યુલા

ભારતીય જનતા પાર્ટી 9 રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતની જીતની ફોર્મ્યુલાનો અમલ કરવા જઈ રહી છે.

વાસ્તવમાંઆ જીતની ફોર્મ્યુલા ગુજરાતના નવસારીથી શરૂ થઈ હતી. એવું માનવામાં આવે છે કે, તેના આધારે સીઆર પાટીલે ગુજરાતમાં ઘણીચૂંટણીઓમાં પાર્ટીને જીત અપાવી હતી.

આ ફોર્મ્યુલા પેજ કમિટીની હતી, જેનો અમલ કરીને ભાજપને પંચાયત, મહાનગર પાલિકા,નગરપાલિકા અને પછી વિધાનસભામાં પણ જીત મળી હતી.

જે મોદી પણ ન કરી શક્યા તે પાટીલે કરી બતાવ્યું

જે મોદી પણ ન કરી શક્યા તે પાટીલે કરી બતાવ્યું

સીઆર પાટીલ આ ફોર્મ્યુલાના આધારે ચૂંટણી પહેલા અભૂતપૂર્વ જીતનો દાવો કરી રહ્યા હતા. ગુજરાતના પરિણામોમાં પણ આ બાબતસ્પષ્ટપણે જોવા મળી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એવું બન્યું, જે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા, ત્યારે પણ કરી શક્યા ન હતા.

પાટીલની ફોર્મ્યુલાથી રાજ્યમાંથી કોંગ્રેસનો સફાયો થઈ ગયો. તે માત્ર 17 સીટો જીતી શકી હતી. જ્યારે ભાજપે 182માંથી 156 બેઠકો જીતીહતી.આ જીતનું પરિણામ પેજ કમિટીને આભારી હતું. વાસ્તવમાં પેજ સમિતિઓએ ગુજરાતમાં ભાજપને ખૂબ મજબૂત બનાવ્યું છે.

ગુજરાતમાંભારતીય જનતા પાર્ટીએ 1.5 મિલિયન પેજની સમિતિની રચના કરી અને લગભગ 7.5 મિલિયન સભ્યોને દરેક બૂથ પર 50 ટકા મતમેળવવાની જવાબદારી સોંપવામાં આવી હતી. આ સભ્યોએ ચૂંટણી પહેલા યોજના મુજબ કામ કર્યું અને પરિણામે મોટી જીત પ્રાપ્ત થઇ હતો.

9 રાજ્યોમાં લાગુ કરવામાં આવશે ફોર્મ્યુલા

9 રાજ્યોમાં લાગુ કરવામાં આવશે ફોર્મ્યુલા

હવે ભારતીય જનતા પાર્ટી આ ફોર્મ્યુલાને 9 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં લાગુ કરવા જઈ રહી છે. તે તમામ રાજ્યોમાં પેજ કમિટીબનાવશે, જ્યાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાય છે અને દરેક બૂથ સુધી તેની પહોંચને વધુ મજબૂત બનાવશે.

ઉલ્લેખનીય છે કે, બુધવારના રોજ ચૂંટણી પંચે ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી છે. જેમાં નાગાલેન્ડ, મેઘાલય અનેત્રિપુરાની વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે.

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર ત્રિપુરામાં 16 ફેબ્રુઆરીના રોજમતદાન થશે. જ્યારે નાગાલેન્ડ અને મેઘાલયમાં 27 ફેબ્રુઆરીએ મતદાન થશે. આ ચૂંટણી માટે ત્રણેય રાજ્યોના પરિણામ 2 માર્ચના રોજજાહેર કરવામાં આવશે.

English summary
know BJP game plan for Lok Sabha election 2024, know the entire strategy
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X