વાંચો કેવો રહ્યો અબ્દુલ કલામનો છેલ્લો દિવસ- સંપૂર્ણ વર્ણન
નવી દિલ્હી: પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામના નિધન બાદ સમાચાર આવ્યા કે તેઓ આઇઆઇએમમાં લેક્ચર આપવા ગયા હતા, જ્યાં તેમને હાર્ટ એટેક આવ્યો અને તેમનું નિધન થઇ ગયું. શું આપ એ જાણો છો કે આખરે સવારથી લઇને સાંજ સુધી કલામ સાહેબનો દિવસ કેવો રહ્યો? આવો સાંભળીએ કલામના સલાહકાર સૃજન પાલ સિંહની જુબાની.
સૃજનપાલ લખે છે કે- મારા દિવસ(27 જુલાઇ 2015)ની શરૂઆત બપોરે 12 વાગ્યે થઇ, જ્યારે ગુવાહાટીથી તેઓ કલામ સાહેબની સાથે વિમાનમાં બેઠા. તેમણે ડાર્ક રંગનો શૂટ પહેર્યો હતો, મે તેમને કહ્યું નાઇસ કલર. પરંતુ મને ન્હોતી ખબર કે તે તેમના જીવનનો છેલ્લો કલર હશે.


લભગ છ કલાક સુધી હું કલામ સાહેબ સાથે વાત કરતો રહ્યો. વાતો વાતોમાં મને સમજાઇ ગયું કે તેઓ ચિંતિત છે. તેમને સૌથી મોટી ચિંતા હતી પંજાબમાં થયેલા આતંકી હુમલાની. તેઓ શિલોંગ જતી વખતે પોતાની સ્પીચ મારી સાથે ડિસકસ કરી રહ્યા હતા. તેમને ક્રિએટિંગ એ લિવેબલ પ્લેનેટ અર્થ પર લેક્ચર આપવાનું હતું. તેમણે જણાવ્યું કે એવું લાગી રહ્યું છે કે માણસો દ્વારા બનાવવામાં આવેલી સેના જ પૃથ્વી માટે ખતરો છે, જેમકે પ્રદુષણ.

તેમણે જણાવ્યું કે 'મેં મારા કાર્યકાળમાં બે સરકાર જોઇ. ત્યારબાદ જે રીતે સંસદ ચાલી રહી છે, તે યોગ્ય નથી. આપણે તેને યોગ્ય રીતે ચલાવવાની રીત શોધવી પડશે અને વિકાસની રાજનીતિ પર વાત કરવી પડશે.'
અંતમાં તેમણે મને જણાવ્યું કે આઇઆઇએમના વિદ્યાર્થીઓ માટે સરપ્રાઇઝ પ્રશ્ન તૈયાર કરો, જે લેક્ચર પછી તેમને આપશે. તેઓ વિદ્યાર્થીઓને પૂછવા માંગતા હતા કે તેઓ સંસદને વધારે પ્રોડક્ટિવ બનાવવા માટે ત્રણ ઇનોવેટિવ આઇડિયા આપે. પછી હસતા હસતા તેમણે કહ્યું કે હું વિદ્યાર્થીઓ પાસે કેવી રીતે સૂચનો માંગી શકુ જોકે મારી પાસે કોઇ હલ નથી.

અમારા કાફલામાં છ-સાત કારો હતી. હું અને કલામ સાહેબ બીજી કારમાં હતા. અમારી આગળ એક જિપ્સી હતી, જેમાં ત્રણ સૈનિક હતા, જેમાં બે બેઠા હતા અને એક પોતાની બંદૂક લઇને ઊભો હતો. કાફલો ચાલી રહ્યો હતો. ત્યારે જ કલામ સાહેબે પુછ્યું 'આ સૈનિક કેમ ઊભો છે?' મે કહ્યું સારી સુરક્ષા માટે તેને આદેશ આપવામાં આવ્યો છે. કલામ સાહેબે કહ્યું કે વાયલેસ પર મેસેજ કરી દો કે તે બેસી શકે છે. અમે સંદેશ પહોંચાડવાની કોશીશ કરી પરંતુ પહોંચ્યો નહીં.
બાકીની દોઢ કલાકની યાત્રા દરમિયાન તેમણે મને ત્રણ વાર કહ્યું કે જો તે ઇશારો કરીને પેલા સૈનિકને બેસી જવાનું કહી શકે તો. જેવા આઇઆઇએમ પહોંચ્યા, તો કલામ સાહેબે મને પેલા સૈનિકને મળવું છે એમ કહ્યું, હું દોડતો તેને બોલાવી લાવ્યો. કલામ સાહેબે તેની સાથે હાલ મિલાવ્યો અને કહ્યું 'આપ થાકી ગયા હશો, કંઇ ખાવાનું ખાશો? હું માફી માગુ છું કે મારા કારણે આટલી વાર સુધી ઊભા રહેવું પડ્યું.' પેલો સૈનિક સરને જોતો રહી ગયો અને બોલ્યો 'સર આપના માટે તો છ કલાક પણ ઊભા રહીશું.'

ઉતાવળે નાસ્તો કરીને મને કહ્યું 'વિદ્યાર્થીઓને મારા કારણે રાહ ના જોવી જોઇએ.' આટલું કહીને તેઓ મારી સાથે લેક્ચર હોલમાં ચાલ્યા. મેં તેમના કોલરમાં માઇક લગાવી દીધું. તેઓ હસ્યા અને બોલ્યા 'Funny guy! Are you doing well?' તેમના આ શબ્દો મને ખબર ન્હોતી કે અંતિમ શબ્દો હશે. આટલું બોલ્યા અને તેઓ મંચ પર પડી ગયા. અને અમે તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઇ ગયા. જ્યા ડોક્ટરોએ તેમને મૃત જાહેર કરી દીધા. આની સાથે આપણે એક મિત્ર, શિક્ષણ, એક અભિભાવકને ગુમાવી બેઠા.
-
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
Oscars 2026 : 'વન બેટલ આફ્ટર અનધર'નો દબદબો, જુઓ વિજેતાઓની યાદી -
વડોદરામાં ગરમીનો કહેર, બપોરે 12 થી 4 ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
સોનું છેલ્લા 10 દિવસમાં તળીએ, જાણો આજના ભાવ -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
ખેડૂતો માટે પડ્યા પર પાટા જેવી સ્થિતી, ભરઉનાળે માવઠાની આગાહી







Click it and Unblock the Notifications
