For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

25 મેથી શરૂ થતી ઘરેલુ ઉડાનોમાં કયા શહેર માટે કેટલુ ભાડુ છે જાણો અહીં

જો તમે પણ મુસાફરી વિશે વિચારી રહ્યા હોય અને ટિકિટનુ બુકિંગ કરાવવા જઈ રહ્યા હોય તો પહેલા વિમાન કંપનીઓના ભાડા વિશે જાણવુ જરૂરી છે.

|
Google Oneindia Gujarati News

25 મેથી દેશભરમાં ઘરેલુ વિમાન સેવાઓ શરૂ થઈ રહી છે. કોરોના સંક્રમણના ફેલાવ બાદથી આને છેલ્લા બે મહિનાથી બંધ રાખવામાં આવ્યુ હતુ પરંતુ લૉકડાઉન 4માં આને એક વાર ફરીથી શરૂ કરવામાં આવી રહ્યુ છે. ફ્લાઈટની ટિકિટોનુ બુકિંગ શરૂ થઈ ગયુ છે. જો તમે પણ મુસાફરી વિશે વિચારી રહ્યા હોય અને ટિકિટનુ બુકિંગ કરાવવા જઈ રહ્યા હોય તો પહેલા વિમાન કંપનીઓના ભાડા વિશે જાણવુ જરૂરી છે.

7 રૂટ્સમાં વહેંચીને નક્કી કરવામાં આવ્યુ ભાડુ

7 રૂટ્સમાં વહેંચીને નક્કી કરવામાં આવ્યુ ભાડુ

25 મેથી દેશભરમાં ઘરેલુ વિમાન સેવાઓની શરૂઆત કરવામાં આવી રહી છે. આના માટે ગાઈડલાઈન્સ અને એસઓપી નક્કી કરવામાં આવ્યા છે. આ નિયમ આગલા ત્રણ મહિના માટે છે. DGCAએ જણાવ્યુ કે 25 મેથી 25 ઓગસ્ટ વચ્ચે ઈન્ડિયન એરલાઈન્સ દર અઠવાડિયે 8,428 ઉડાનોનુ સંચાલન કરશે. આ ફ્લાઈટો માટે ટિકિટોુ બુકિંગ શરૂ થઈ ચૂક્યુ છે. ઉડ્ડયન મંત્રાલયે માહિતી આપીને કહ્યુ કે આગલા ત્રણ મહિના માટે ફ્લાઈટ્સના ટ્રવેલ ટાઈમના આધારે રૂટોનુ વિભાજન કરવામાં આવ્યુ છે. 7 રૂટ્સ વહેંચવામાં આવ્યા છે અને ટ્રાવેલ ટાઈમના આધારે વહેંચવામાં આવેલ રૂટ્સના આધારે ભાડુ નક્કી કરવામાં આવ્યુ છે.

વહેંચવામાં આવ્યા આ 7 રૂટ્સ

વહેંચવામાં આવ્યા આ 7 રૂટ્સ

પહેલો - 40 મિનિટથી ઓછો સમય લેનાર રૂટ
બીજો - 40 થી 60 મિનિટનો સમય લેનાર રૂટ
ત્રીજો - 60 થી 90 મિનિટનો સમય લેનાર રૂટ
ચોથો - 90 થી 120 મિનિટનો સમય લેનાર રૂટ
પાંચમો - 2 થી 2.50 કલાકનો સમય લેનાર રૂટ
છઠ્ઠો - 2.50 થી 3 કલાકનો સમય લેનાર રૂટ
સાતમો - 3 થી 3.5 કલાકનો સમય લેનાર રૂટ

જાણો કયા શહેરનુ કેટલુ ભાડુ

જાણો કયા શહેરનુ કેટલુ ભાડુ

ઉડ્ડયન મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ તેમણે દરેક રૂટનુ મિનિમમ અને મેક્સિમમ ભાડુ ફિક્સ કરવામાં આવ્યુ છે. તે ભાડુ 2000 રૂપિયાથી લઈને 18,600 રૂપિયા વચ્ચે હશે. વળી, 40 ટકા સીટોનુ બુકિંગ ફેર બંડના સરેરાશથી ઓછા પર બુક કરવામાં આવશે. એટલે કે 40 ટકા સીટોનુ બુકિંગ અડધાથી ઓછા ભાડા પર કરવામાં આવશે. એનો અર્થ એ કે જો કોઈ રૂટનુ ભાડુ 5000 રૂપિયાથી લઈને 15000 રૂપિયા સુધી હોય તો આ નિયમ મુજબ 40 ટકા સીટો 10 હજારથી ઓછા ભાડા પર બુક થશે.

કયા રૂટનુ કેટલુ ભાડુ

કયા રૂટનુ કેટલુ ભાડુ

ક્લાસ A સેક્ટરઃ 40 મિનિટથી ઓછો સમય લેતી આ ફ્લાઈટ માટે મિનિમમ ભાડુ 2000 અને મહત્તમ ભાડુ 6000 રૂપિયા નક્કી કરવામાં આવ્યુ છે.

ક્લાસ B સેક્ટરઃ 40 થી 60 મિનિટનો સમય લેતા આ રૂટ્સનુ મિનિમમ ભાડુ 2500 અને મહત્તમ ભાડુ 7500 રૂપિયા નક્કી કરવામાં આવ્યુ છે.

ક્લાસ C સેક્ટરઃ 60 મિનિટથી 90 મિનિટની ઉડાન માટે મિનિમમ ભાડુ 3000 અને મહત્તમ 9000 રૂપિયા નક્કી કરવામાં આવ્યુ છે.

ક્લાસ E સેક્ટરઃ 2 થી 2.50 કલાકવાળા આ રૂટ માટે મિનિમમ ભાડુ 4500 અને મેક્સિમમ 13000 રૂપિયા ફિક્સ કરવામાં આવ્યુ છે.

ક્લાસ F સેક્ટરઃ 2.50 થી 3 કલાકવાળા સફર માટે મિનિમમ ભાડુ 5500 અને મેક્સિમમ 15700 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે.

ક્લાસ G સેક્ટરઃ 3 થી 3.50 કલાકના સમયવાળી ફ્લાઈટ્સ માટે મિનિમમ ફેર 6500 અને મહત્તમ 18600 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે.

શોધમાં દાવોઃ મીઠા અને નવસેકા પાણીના કોગળા બચાવશે કોરોના વાયરસથીશોધમાં દાવોઃ મીઠા અને નવસેકા પાણીના કોગળા બચાવશે કોરોના વાયરસથી

English summary
Know Lowest to Highest fare of all domestic airlines which starts from 25 May.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X