જાણો મોદીની સ્વર્ણ મુદ્રા યોજનાથી તમને શું લાભ થઇ શકે છે!
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સ્વર્ણ મુદ્રા યોજનાનો શુભારંભ કર્યો છે. વડાપ્રધાને આ પ્રસંગે ત્રણ મહત્વની યોજાનાઓની જાહેરાત કરી છે. વધુમાં વડાપ્રધાને આ યોજના દ્વારા દેશના સોનાનો દેશના હિતમાં સદઉપયોગ થાય તે વાત પર પણ ભાર મૂક્યો છે.
કાર્યક્રમના ઉદ્ધાટનના સમયે વડાપ્રધાને સોનાના સિક્કાની ડિઝાઇનના ખૂબ જ વખાણ કર્યા. વધુમાં તેમણે આ યોજના થી દેશને સૌથી વધુ લાભ થશે તે અંગે સંભાવના પણ બતાવી. આ સ્કીમ દ્વારા હવે તમારે બેંકના લોકરમાં સોનું નહીં રાખવું પડે. અને લોકરનું ભાડું પણ નહીં ચૂકવવું પડે.
ત્યારે વડાપ્રધાન દ્વારા જાહેર કરેલી આ ત્રણ યોજનાઓ શું છે તેનાથી ખાસ કરીને સ્ત્રીઓને કેવા કેવા લાભ થશે. તેની વિસ્તૃત માહિતી વિષે જાણવા માટે વાંચો નીચેનો આ ફોટોસ્લાઇડર. અને જો તમે આવા વધુ આર્ટીકલ અમારી સાઇટ પર વાંચવા માંગો છો તો નીચેના કમેન્ટ બોક્સમાં આ અંગે લખીને અમને જણાવો. તો વાંચો આ લેખ...

સોવરેન ગોલ્ડ બોન્ડ
આમાં સોનાની જગ્યાએ બોન્ડ હોય છે. જેમાં પેપર બોન્ડ પાછું આપતા વર્તમાન રેટ પર પૈસા પાછા મળશે અને વ્યાજ પણ મળશે.
* એક બોન્ડ એટલે એક પ્રતિ ગ્રામ સોનું
* ન્યૂનતમ રોકાણ માટે 2 ગ્રામ અને વધુમાં વધુ 500 ગ્રામ
* પૂરી થવાની અવધિ - 8 વર્ષ

ગોલ્ડ મોનેટાઇજેશન સ્કીમ
તમે અહીં સિક્કો જમા કરી શકો છો. વળી અહીં તમારા સોનાની તપાસ પણ થશે.

ભારતીય સ્વર્ણ સિક્કા
આ અશોક ચક્કવાળો 24 કેરેટનો સોનાનો સિક્કો છે. જે ટેંપર પ્રૂફ હશે. નોંધનીય છે કે આઝાદી પછી પહેલી વાર દેશનો સોનાનો સિક્કો બજારમાં આવશે. હજી સુધી આપણે વિદેશી સોનાના સિક્કા જ ખરીદવા માટે મજબૂર હતા.

યોજનાના વિશેષ ફાયદા
* આ દ્વારા સોના પર નિશ્ચિત વ્યાજ તમને સંબંધિત બેંક આપશે
* આ યોજના દ્વારા તમે 30 ગ્રામ 995 શુદ્ઘતા સુધીનું સોનું બેંકમાં રાખવું પડશે.
* આ માટે તમને ગોલ્ડ-બાર, સિક્કા, ગહેના રાખવાની છૂટ હશે.
* આ યોજનામાં તમે ત્રણ વિકલ્પમાં નિવેશ કરી શકો છો.

યોજનાના વિશેષ ફાયદા
* પહેલી યોજના 1-3, બીજી 5-7 અને ત્રીજી યોજના 12-15 વર્ષ માટે છે.
* એક અનુમાન મુજબ દેશમાં 20,000 ટન સોનું ઉપલબ્ધ છે.
* ત્યારે સરકાર દ્વારા આ સોનાને ઉપયોગમાં લાવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.












Click it and Unblock the Notifications
