સૌથી નાની ઉમરમાં મુખ્યમંત્રી બન્યા હતા પ્રકાશ સિંહ બાદલ, જાણો તેમના વિશે અજાણી વાતો
પંજાબના પુર્વ મુખ્યમંત્રી અને અકાલી દળના મોટા નેતા પ્રકાશ સિંહ બાદલે 96 વર્ષની ઉમરે દુનિયાને અલવિદા કહીને અનંત યાત્રાએ રવાના થયા છે. પ્રકાશ સિંહ બાદલ 5 વખત પંજાબના મુખ્યમંત્રી રહી ચુક્યા છે હવે તેમના નામે સૌથી નાની ઉમરે મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ છે.
પ્રકાશ સિંહ બાદલ 1970 થી 1971 અને ત્યારબાદ 1977 થી 1980 સુધી પંજાબના મુખ્યમંત્રી હતા. આ પછી તે 1997 થી 2002 અને 2007 થી 2017 સુધી પંજાબના મુખ્યમંત્રી રહ્યા. આ સિવાય તે 1995 થી 2008 સુધી પાર્ટીના અધ્યક્ષ હતા. હવે તેમના પુત્ર સુખબીર સિંહ બાદલ પાર્ટીના અધ્યક્ષ છે. ભારત સરકારે 2015માં પ્રકાશ સિંહ બાદલને સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા.

પ્રકાશ સિંહ બાદલે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત 1947 થી કરી હતી. પંજાબની રાજનીતિમાં આવતા પહેલા તે બાદલ ગામના સરપંચ અને ત્યારબાદ લોંગી બ્લોક કમિટીના ચેરમેન હતા.
બાદવે શિરોમણી અકાલી દળની ટિકિટ પર વર્ષ 1957માં પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી જીતી હતી. આ પછી તે 1969માં ફરી ચૂંટાયા. આ દરમિયાન તેમણે સામુદાયિક વિકાસ, પંચાયતી રાજ, પશુપાલન, ડેરી અને મત્સ્યોદ્યોગ મંત્રી તરીકે સેવાઓ પણ આપી.
પ્રકાશ સિંહ બાદલ 1970માં સૌથી યુવા મુખ્યમંત્રી બન્યા હતા. વિપક્ષમાં પણ પ્રકાશ સિંહ બાદલે મહત્વની ભૂમિકા ભજવી. તે 1972, 1980 અને 2002માં પંજાબમાં વિપક્ષના નેતા હતા. બાદલ મોરારજી દેસાઈની સરકાર વખતે સાંસદ તરીકે પણ ચૂંટાયા હતા.
પ્રકાશ સિંહ બાદલના અંગત જીવન પર નજર કરીએ તો તેમણે 1959માં સુરિન્દર કૌર સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેમને એક પુત્ર અને એક પુત્રી છે. પુત્રનું નામ સુખબીર સિંહ બાદલ અને પુત્રીનું નામ પ્રનીત કૌર છે. પ્રનીત કૌરે આદેશ પ્રતાપ સિંહ કૈરોન સાથે લગ્ન કર્યા છે. બાદલની પત્ની સુરિન્દર કૌરનું કેન્સરને કારણે લાંબી માંદગી બાદ 2011માં અવસાન થયું હતું.
પ્રકાશ સિંહ બાદલ પંજાબની રાજનીતિ સમજનારા આગળ પડતા લોકોમાંથી એક હતા. હવે તેમના અવશાન સાથે પંજાબની રાજનીતિનો એક મોટો ચહેરો અસ્ત થયો છે.












Click it and Unblock the Notifications
