જાણો શું છે સંસદમાં કાયદો પરત ખેંચવાની પ્રક્રિયા, કેવી રીતે કૃષિ કાયદા થશે રદ્દ?

ગુરુ નાનક જયંતિના પાવન અવસરે રાષ્ટ્રને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે, અમે ખેડૂતોને આ કાયદાના ફાયદા સારી રીતે સમજાવી શક્યા નથી, કદાચ અમારી તરફથી કોઈ ઉણપ રહી ગઇ હતી.

નવી દિલ્હી : ખેડૂતોના આંદોલનના એક વર્ષ બાદ કેન્દ્રની મોદી સરકારે કૃષિ કાયદાને પરત ખેંચવાની જાહેરાત કરી છે. ગુરુ નાનક જયંતિના પાવન અવસરે રાષ્ટ્રને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે, અમે ખેડૂતોને આ કાયદાના ફાયદા સારી રીતે સમજાવી શક્યા નથી, કદાચ અમારી તરફથી કોઈ ઉણપ રહી ગઇ હતી. વડાપ્રધાન મોદીએ પોતાની જાહેરાતમાં જણાવ્યું હતું કે, સંસદના શિયાળુ સત્રમાં આ કાયદાઓને પરત ખેંચવાની બંધારણીય પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

સંસદમાં કેવી રીતે પરત ખેંચાય છે કાયદો?

સંસદમાં કેવી રીતે પરત ખેંચાય છે કાયદો?

ઉલ્લેખીય છે કે, સંસદની અંદર કાયદાને પાછો ખેંચવાની પ્રક્રિયા શું છે અને તે કેવી રીતે પૂર્ણ થાય છે. બંધારણના નિષ્ણાતોનું કહેવું છે કે, સંસદમાં કોઈપણ કાયદાનેપાછું ખેંચવાની પ્રક્રિયા એ જ રીતે હોય છે, જે રીતે નવો કાયદો લાવવાની પ્રક્રિયા હોય છે.

કૃષિ કાયદાને રદ્દ કરવા માટે, કાયદો મંત્રાલય પ્રથમ સુધારો કૃષિ મંત્રાલયનેમોકલશે. જે બાદ કૃષિ મંત્રાલયના મંત્રી સંસદમાં બીલ રજૂ કરશે.

રાષ્ટ્રપતિની મંજૂરી બાદ રદ્દ કરવામાં આવશે કૃષિ કાયદાઓ

રાષ્ટ્રપતિની મંજૂરી બાદ રદ્દ કરવામાં આવશે કૃષિ કાયદાઓ

આ બીલ પર સંસદના બંને ગૃહોમાં તે જ રીતે મતદાન અને ચર્ચા કરવામાં આવશે, જે રીતે કોઈપણ કાયદો લાવવામાં આવે છે. જો આ બીલ ગૃહમાં સર્વસંમતિથીપસાર થાય છે, તો તેને રાષ્ટ્રપતિ પાસે મંજૂરી માટે મોકલવામાં આવશે.

રાષ્ટ્રપતિની મહોર બાદ સરકાર એક નોટિફિકેશન બહાર પાડશે અને ત્યારબાદ કૃષિ કાયદાઓરદ્દ કરવામાં આવશે.

સુપ્રિમ કોર્ટે કૃષિ કાયદા પર મૂક્યો હતો સ્ટે

સુપ્રિમ કોર્ટે કૃષિ કાયદા પર મૂક્યો હતો સ્ટે

ઉલ્લેખનીય છે કે, દેશમાં કૃષિ કાયદા ગત વર્ષે સપ્ટેમ્બરમાં લાગુ કરવામાં આવ્યા હતા. લોકસભા અને રાજ્યસભામાં બીલ પાસ થયા બાદ રાષ્ટ્રપતિએ પણ તેમનેમંજૂરી આપી દીધી હતી.

દેશમાં કૃષિ બીલને કાયદા તરીકે લાગુ કરવામાં આવ્યા બાદ ખેડૂતોનું આંદોલન ઉગ્ર બન્યું હતું, ત્યારબાદ 12 જાન્યુઆરી, 2021ના રોજ સુપ્રીમકોર્ટે ત્રણેય કાયદાઓ પર સ્ટે મૂક્યો હતો.

આ અગાઉ 16 ડિસેમ્બર, 2020ના રોજ કોર્ટે કૃષિ કાયદાઓ પરની મડાગાંઠને સમાપ્ત કરવા માટે સરકાર અને ખેડૂતસંગઠનોના પ્રતિનિધિઓ સાથે એક પેનલની રચના કરવાનું કહ્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X