અયોધ્યાના ઐતિહાસિક ચુકાદા પર શું બોલ્યા પ્રધાનમંત્રી મોદી
ચુકાદો આવ્યા બાદ દરેક પક્ષનુ એ જ કહેવુ છે કે તે આનુ સમ્માન કરે છે. હવે અયોધ્યા ચુકાદા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કર્યુ છે.
દશકોથી પેન્ડીંગ અને રાજકીય રીતે સંવેદનશીલ રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટના પાંચ જજોની પીઠે ચુકાદો સંભળાવી દીધો છે. ચુકાદો આવ્યા બાદ દરેક પક્ષનુ એ જ કહેવુ છે કે તે આનુ સમ્માન કરે છે. હવે અયોધ્યા ચુકાદા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કર્યુ છે.

શાંતિ અને સંયમનો પરિચય
પ્રધાનમંત્રીએ ટ્વીટ કરીને કહ્યુ કે, ‘આ ચુકાદો ન્યાયિક પ્રક્રિયાઓમાં જન સામાન્યના વિશ્વાસને વધુ મજબૂત કરશે. આપણી દેશની હજારો જૂની ભાઈચારાની ભાવનાને અનુરુપ આપણે 130 કરોડ ભારતીયોને શાંતિ અને સંયમનો પરિચય આપવો છે. ભારતના શાંતિપૂર્ણ સહ અસ્તિત્વની અંતર્નિહિત ભાવનાનો પરિચય આપવાનો છે.'
|
શું છે ચુકાદો
સુપ્રીમ કોર્ટે રામલલા વિરાજમાનના પક્ષમાં ચુકાદો સંભળાવ્યો છે. નિર્મોહી અખાડાના દાવે ફગાવી દઈને સુપ્રીમ કોર્ટે રામલલા વિરાજમાન અને સુન્ની વકફ બોર્ડને જ પક્ષકાર માન્યા છે. કોર્ટે ઈલાહાબાદ હાઈકોર્ટના ચુકાદાને અતાર્કિક ગણાવી દીધો છે. કોર્ટે કહ્યુ કે સુન્ની વકફ બોર્ડને ક્યાંક બીજે 5 એકર જમીન આપવામાં આવે. આ સાથે જ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે તે મંદિર નિર્માણ માટે 3 મહિનામાં ટ્રસ્ટ બનાવે. આમાં નિર્મોહી અખાડાને પણ પ્રતિનિધિત્વ આપવાનો આદેશ આપવામાં આવ્યો છે.

રામલલાની છે વિવાદિત જમીન
મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ ચુકાદો સંભળાવીને કહ્યુ કે વિવાદિત સ્થળ પર 1856-57 સુધી નમાઝ પઢવાના પુરાવા નથી. હિંદુ આ પહેલા આંતરિક હિસ્સામાં પણ પૂજા કરતા હતા. હિંદુ બહાર સદીઓથી પૂજા કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટની બંધારણીય પીઠે 2.77 એકર જમીનનો માલિકી હક રામલલા વિરાજમાનને આપી દીધો છે. કોર્ટે આગળ કહ્યુ કે દરેક ધર્મના લોકોને બંધારણમાં સમાન સમ્માન આપવામાં આવ્યુ છે.

40 દિવસો સુધી ચાલી સુનાવણી
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ જજોની બેંચે 40 દિવસો સુધી કેસની સુનાવણી કર્યા બાદ 16 ઓક્ટોબરે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખી લીધો હતો. અયોધ્યા પર થયેલી સુનાવણી 68 દિવસ સુધી ચાલી હતી. અયોધ્યા પર ચુકાદો લેતી બેંચમાં ગોગોઈ ઉપરાંત જસ્ટીસ એસએ બોબડે, ડીવાઈ ચંદ્રચૂડ, અશોક ભૂષણ અને અબ્દુલ નઝીર છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
