For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Know Your Leader: PM મોદીએ દેશભરના યુવાનો સાથે કરી વાત, આપ્યા આ મહત્વના સૂચનો, જુઓ Video

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેતાજી સુભાષચંદ્ર બોઝની જયંતિના પ્રસંગે દેશભરના યુવાનો સાથે વાત કરી અને અમુક સૂચનો આપ્યા.

|
Google Oneindia Gujarati News

Know Your Leader: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેતાજી સુભાષચંદ્ર બોઝની જયંતિના પ્રસંગે દેશભરના યુવાનો સાથે સંવાદ કર્યો. 'પોતાના નેતાનો જાણો(Know Your Leader)' કાર્યક્રમ હેઠળ પીએમ મોદીએ આ યુવાનો સાથે ચર્ચા કરી અને કહ્યુ કે, 'મારુ નવયુવાનોને સૂચન રહેશે કે તમે જ્યાં પણ જાવ ત્યાં બહુ બારીકાઈથી વસ્તુઓને સમજવાની કોશિશ કરો, નોંધ બનાવવાની આદત પાડો. ઘણુ બધુ વાંચો, વધુમાં વધુ વાંચો.'

PM Modi

પીએમ મોદીએ યુવાનોને કહ્યુ કે, 'જ્યારે તમે કોઈની આત્મકથા વાંચો, ખેલાડીનુ જીવન વાંચો, કલા જગતની વ્યક્તિ વિશે વાંચો, દરેકના જીવનમાં કેવી સાધના હોય છે, તેમણે જીવનમાં કેવી રીતે તપસ્યા કરીને કંઈક હાંસલ કર્યુ, તે તમને પ્રેરણા આપશે. પોતાના જીવનમાં કંઈક આવુ કરવા માટે સંકલ્પ બને છે. પ્રધાનમંત્રીએ કહ્યુ કે તમે જે વ્યક્તિને મળો છો તેનો ચહેરો, નામ અને વાત યાદ રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. ધીરે ધીરે, તમારો નવો દ્રષ્ટિકોણ તૈયાર થશે, પાંચ વર્ષ પછી પણ તમે કોઈને મળશો તો તમે તેને કહેશો કે અચ્છા, તમે એ જ છો. આવી સ્થિતિમાં તે વ્યક્તિ પણ ખુશ થશે અને તેને લાગશે કે તમે તેને યાદ રાખો છો. વડાપ્રધાને યુવાનોને પૂછ્યુ કે નેતાજીની એવી કઈ વસ્તુ છે જે તમે તમારા જીવનમાં લાવવા માંગો છો.

પ્રધાનમંત્રીના આ સવાલ પર એક યુવતીએ કહ્યુ કે હું નેતાજી પાસેથી તેમની સંગઠનાત્મક કુશળતા શીખવા માંગુ છુ. હું તેને મારા જીવનમાં લાવવા માંગુ છુ. હું તેમની પાસેથી શીખવા માંગુ છુ કે કેવી રીતે વિશ્વભરના ભારતીયો એક થયા અને દેશ માટે લડ્યા. તેમની જેમ હું પણ ઈચ્છીશ કે આપણા દેશના તમામ લોકો, પછી તે કેરળ હોય, ગુજરાત હોય, રાજસ્થાન હોય કે જમ્મુ હોય, તેઓ જ્યાં પણ હોય, બધા એક થઈને આપણા દેશની સમસ્યા માટે લડી શકે. હું નેતાજી પાસેથી વધુ એક વસ્તુ શીખવા માંગીશ અને એ છે સપના જોવાનુ. હું 2015થી દરરોજ સપનુ જોઈ રહી છુ. હું સપનામાં રોજ તમારી સાથે વાત કરુ છુ. હું માનુ છુ કે સપના સાચા પડે છે, આજે હું તમારી સાથે વાત કરી રહી છુ.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દરમિયાન યુવાનોને સેન્ટ્રલ હૉલ વિશે પૂછ્યું. પીએમએ પૂછ્યું કે તમને ખબર છે કે સેન્ટ્રલ હૉલનો ઈતિહાસ શું છે. તેના પર એક યુવકે કહ્યુ કે જ્યારે હું ત્યાં ગયો તો મારા રૂંવાડા ઉભા થઈ ગયા હતા. મને તેને પહેલીવાર જોવાનો મોકો મળ્યો. પીએમે કહ્યુ કે તમે જે જગ્યાએ સેન્ટ્રલ હૉલમાં બેઠા હતા, એક સમયે ત્યાં દેશના કોઈને કોઈ મહાન વ્યક્તિ બેઠા હતા, જેમણે આ દેશનુ બંધારણ બનાવ્યુ હતુ. તમે તે જગ્યાએ બેઠા હતા, શું તમને આ બધુ અનુભવાતુ હતુ.

પીએમ મોદીએ વધુમાં યુવાનોને કહ્યુ કે જન્મદિવસ પહેલા પણ આવતા હતા, ફૂલ ચઢાવાતા હતા. પરંતુ અમને વિચાર આવ્યો કે કોઈને કોઈને જન્મદિવસે દેશભરના યુવાનોને બોલાવવા જોઈએ. આ વિચાર અને કાર્યક્રમ સાંભળ્યા પછી તમને કેવુ લાગ્યુ? આ અંગે એક વિદ્યાર્થીએ જણાવ્યુ કે અહીં આવ્યા પછી મે અનુભવ્યુ કે વિવિધતામાં એકતા શું છે. આ બધુ અમે પુસ્તકોમાં જ વાંચ્યુ હતુ પરંતુ અહીં આવ્યા પછી મે એ બધું અનુભવ્યુ. બીજા યુવકે કહ્યુ કે અમારા મનમાં હતુ કે અમે સંસદ જોઈશુ.

English summary
Know Your Leader: PM Narendra Modi talk with youngsters and advice to read autobiography.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X