Kolkata Blast : ડોક્ટરોના પ્રદર્શન વચ્ચે કોલકત્તામાં બ્લાસ્ટ, એક વ્યક્તિ ઘાયલ

Kolkata Blast : પશ્ચિમ બંગાળમાં ડોક્ટરોના પ્રદર્શન વચ્ચે બ્લાસ્ટ થયો હોવાના અહેવાલ છે. એક બેગમાં થયેલા બ્લાસ્ટમાં 1 એક વ્યક્તિ ઘાયલ થયો છે.

અહેવાલો અનુસાર, કોલકાતમાં લગભગ 1:45 વાગ્યે આ વિસ્ફોટ થયો. બ્લાસ્ટ બ્લોચમેન સ્ટ્રીટ અને એસએન બેનર્જી રોડ વચ્ચે થયો, જેમાં એક કચરો વીણતો વ્યક્તિ ઘાયલ થયો છે.

kolkata blast

વિસ્ફોટની માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલ વ્યક્તિને સારવાર માટે NRSમાં દાખલ કરવામાં આવ્યો હતો. સમાચાર એજન્સી ANIના સમાચાર મુજબ કચરો ભેગો કરનારના જમણા કાંડામાં ઈજા થઈ છે.

વિસ્ફોટ પછી વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો અને બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડને બોલાવવામાં આવી હતી. આ પછી BDDS કર્મચારીઓ ત્યાં પહોંચ્યા અને બેગ અને આસપાસના વિસ્તારોની તપાસ કરી. તેમના ગયા બાદ ટ્રાફિકને મંજૂરી આપવામાં આવી.

સમાચારો અનુસાર, બ્લોચમેન સેન્ટ અને એસએન બેનર્જી રોડ પર રાખવામાં આવેલી પ્લાસ્ટિકની થેલીમાં આ વિસ્ફોટ થયો. ત્યાંથી પસાર થઈ રહેલા એક કચરા કલેક્ટરે બેગ ઉપાડવાનો પ્રયાસ કરતા તેમાં વિસ્ફોટ થયો.

હવે આ ઘટના પર કેન્દ્રીય મંત્રી સુકાંત મજમુદારનું નિવેદન પણ સામે આવ્યું છે. મજમુદારે કહ્યું, ઘટનાના ફોટોગ્રાફ્સ મારી પાસે પહોંચ્યા છે અને વિસ્ફોટની હદ ખૂબ જ ચિંતાજનક છે... ભારે વિસ્ફોટકો વિના આ શક્ય નથી.

તેમણે કહ્યું કે, મને લાગે છે કે આ મામલે NIA દ્વારા તપાસની જરૂર છે. NIA વિના મને નથી લાગતું કે પશ્ચિમ બંગાળ પોલીસ પાસે આવા કેસની તપાસ કરવાની ક્ષમતા છે. તે ગૃહમંત્રી તરીકે મમતા બેનર્જીની નિષ્ફળતાનો પુનરોચ્ચાર કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X