આઇએમના સંદિગ્ધ સભ્યની વિસ્ફોટકો સાથે ધરપકડ

વિશેષ કાર્ય દળના એક વરિષ્ઠ અધિકારીએ રવિવારે જણાવ્યું ખે, અનવર હુસૈન મલિક(42)ને શનિવારે શહેરના મધ્યમાં સ્થિત એક બસ સ્ટેન્ડ પાસેથી વિસ્ફોટકો અને નકલી ભારતીય મુદ્રાઓ સાથે પકડી પાડવામાં આવ્યો છે. લોક અભિયોજક કૃષ્ણ ચંદ્ર દાસે કહ્યું કે, મલિકે સ્વિકાર્યું છે કે તે આતંકવાદી સંગઠન સાથે જોડાયેલો છે.
શહેરની એક અદાલત બહાર પત્રકારો સાથે વાત કરતા દાસે કહ્યું કે, પોલીસની સામે કરવામાં આવેલી સ્વીકારોક્તિમાં આરોપીએ કહ્યું છે કે, તે પ્રતિબંધિત સંગઠન સાથે જોડાયેલો છે અને તેમને જ આ વિસ્ફોટક પહોંચાડવા જઇ રહ્યો હતો. મલિકને અદાલતમાં રજુ કરવામાં આવ્યો હતો, જ્યાં તેને 20 જુલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.
નોંધનીય છે કે રવિવારે બિહાર રાજ્યના બોધગયામાં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટ સમયે આઇએમ સાથે જોડાયેલા વ્યક્તિની ધરપકડે એ પ્રશ્ન ઉભો કર્યો છે કે આ આતંકી હુમલા સાથે ક્યાંક તે તો જોડાયેલો નથી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું છે કે તેઓ તમામ બાબતો ચકાસી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
