મોહમ્મદ શમીને કલકતા પોલીસનું સમન્સ, કાલે 2 વાગ્યે પૂછતાછ થશે

Posted By:
Subscribe to Oneindia News

ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની મુસીબત ઓછી થવાનું નામ નથી લઇ રહી. કલકતા પોલીસે મોહમ્મદ શમીને સમન્સ જાહેર કરીને તેને બોલાવ્યો છે. કલકતા પોલીસે મોહમ્મદ શમીને બુધવારે બપોરે 2 વાગ્યે પૂછતાછ માટે હાજર રહેવા જણાવ્યું છે. આજ દિવસે મોહમ્મદ શમીના મોટા ભાઈ મોહમ્મદ હાશીમ અહેમદને પણ પોલીસે બોલાવ્યો છે. આ વિશે જયારે મોહમ્મદ શમીને પૂછવામાં આવ્યું ત્યારે તેમને જણાવ્યું કે તેઓ જાંચમાં પૂરો સહયોગ આપશે અને તેઓ પૂછપરછ માટે હાજર રહેશે. આપને જણાવી દઈએ કે મોહમ્મદ શમીની પત્નીએ તેના પર ઘરેલુ હિંસા અને અવેધ સંબંધ મામલે કેસ નોંધાવ્યો છે.

શમી પાસે દર મહિને 10 લાખ રૂપિયાની માંગ

શમી પાસે દર મહિને 10 લાખ રૂપિયાની માંગ

ક્રિકેટર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં ઘ્વારા કલકતાની અલીપુર કોર્ટમાં અરજી આપીને દર મહિને 10 રૂપિયાના ભથ્થા માટે માંગ કરી છે. પોતાની અરજીમાં પત્ની હસીન જહાં પોતાના અને દીકરીના ખર્ચ માટે દર મહિને 10 રૂપિયાના ભથ્થા માટે માંગ કરી છે. કેસની સુનાવણી કરતા અલીપુર કોર્ટ ઘ્વારા શમીને સમન્સ મળવાના 15 દિવસમાં કોર્ટ સામે આવવા માટે જણાવ્યું. હસીન જહાંએ મોહમ્મદ શમી પર ઘણી મહિલાઓ સાથે સંબંધ રાખવાનો અને ઘરેલુ હિંસા કરવા અંગે કેસ નોંધાવ્યો છે. આ મામલાની આગળની સુનાવણી 4 મેં દરમિયાન કરવામાં આવશે.

શમીના પરિવાર સામે પણ ફરિયાદ

શમીના પરિવાર સામે પણ ફરિયાદ

હસીન જહાંના વકીલ ઘ્વારા જણાવવામાં આવ્યું કે કોર્ટે અમારી અરજી પર શમી, તેની માં, બહેન, ભાઈ અને તેની પત્નીને હાજર રહેવા માટે જણાવ્યું છે. તેમને જણાવ્યું કે મોહમ્મદ શમી તરફથી પત્ની હસીન જહાંને કોઈ પણ પૈસા મળ્યા નથી. આવી હાલતમાં તેઓ પોતાનો ખર્ચ કઈ રીતે કાઢે અને દીકરીને ભણાવે. એટલા માટે કોર્ટને વિનંતી કરવામાં આવી છે કે તેને યોગ્ય ભથ્થું આપવામાં આવે. વકીલ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે મોહમ્મદ શમી દર મહિને કરોડો કમાય છે એવી હાલતમાં મહિને 10 લાખ રૂપિયા આપવા કોઈ મોટી વાત નથી.

બીજી મહિલાઓ સાથે સંબંધ રાખવાનો આરોપ

બીજી મહિલાઓ સાથે સંબંધ રાખવાનો આરોપ

આપણે જણાવી દઈએ કે પત્ની હસીન જહાં ઘ્વારા ક્રિકેટર મોહમ્મદ શમી પર બીજી મહિલાઓ સાથે સંબંધ રાખવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેને તેમની વાતચીત ના સ્ક્રીન શોટ પણ સોશ્યિલ મીડિયા પર પોસ્ટ કરી દીધા હતા. હસીન જહાં ઘ્વારા શમી અને તેના પરિવાર પર તેને મારવાની કોશિશ કરવાનો પણ આરોપ લગાવ્યો છે.

પાકિસ્તાની યુવતી સાથે હોટલમાં રોકાયા શમી

પાકિસ્તાની યુવતી સાથે હોટલમાં રોકાયા શમી

મોહમ્મદ શમી ની પત્ની હસીન જહાં ઘ્વારા જણાવવામાં આવ્યું કે શમી જયારે દક્ષિણ આફ્રિકા થી દુબઇ ગયો ત્યારે એક યુવતીને મળ્યો. તે અલીશા નામની પાકિસ્તાની યુવતી છે. દુબઇમાં શમી તેની સાથે હોટલમાં રોકાયો. યુવતી સાથે રૂમ શેર કર્યો, રોમાન્સ કર્યો, સેક્સ કર્યો. ત્યારપછી મારી સાથે અહીં આવી મારપીટ કરી.

ચેટ પર થતી ગંદી વાતો

ચેટ પર થતી ગંદી વાતો

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી મોહમ્મદ શમી પર તેમની પત્ની ઘ્વારા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. હસીન જહાં ઘ્વારા તેની ફેસબૂક વોલ પર તેને સંબંધિત પોસ્ટ પણ કરવામાં આવી. જેમાં વહાર્ટસપ સ્ક્રીન શોટ શેર કરવામાં આવ્યા છે. આ સ્ક્રીન શોટ શમી અને બીજી યુવતીઓ સાથે ચેટ બતાવી રહી છે.

શેર કર્યા ઘણા ફોટો

શેર કર્યા ઘણા ફોટો

હસીન જહાં ઘ્વારા તેના પતિ મોહમ્મદ શમી વિરુદ્ધ જે પુરાવા આપવામાં આવ્યા છે. તેમાં છોકરીઓ સાથે કરવામાં આવેલી ચેટ અને સ્ક્રીન શોટ છે. જેમાં અશ્લીલ વાતો કરવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ શમી ની ગર્લફ્રેન્ડ બતાવીને ઘણી વિદેશી મહિલાઓ ઘ્વારા ફોટો પણ શેર કરવામાં આવ્યા છે.

જૂન 2014 દરમિયાન થયા હતા લગ્ન

જૂન 2014 દરમિયાન થયા હતા લગ્ન

આપણે જણાવી દઈએ કે ક્રિકેટર મોહમ્મદ શમી અને હસીન જહાં બંનેના લગ્ન જૂન 2014 દરમિયાન થયા હતા. બંને લગ્ન પહેલા એકબીજા ને ઓળખતા હતા. બંનેને એક દીકરી પણ છે. જેનું નામ આયરા છે. લગ્ન પહેલા હસીન જહાં એક મોડલ પણ રહી ચુકી છે.

English summary
Kolkata police has summoned mohammad shami tomorrow at 2 pm for interrogation in domestic abuse case.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.