For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોલકતા : ગ્રાહકો દ્વારા અપાતી નકલી નોટ ઓળખવા સેક્સ વર્કર્સને તાલીમ

|
Google Oneindia Gujarati News

fake-currency
કોલકતા, 14 એપ્રિલ : કોલકતાના સૌથી મોટા રેડ લાઇટ વિસ્તારમાં કામ કરતી સેક્સ વર્કર્સને હવે એક એનજીઓ હટકે તાલીમ આપી રહી છે. આ તાલીમ છે નકલી નોટો પારખવાની. જા હા, કેટલાક ગ્રાહકો સેક્સ વર્કર્સને નકલી નોટો પકડાવીને ચાલ્યા જાય છે. એનજીઓ દરબાર મહિલા સામાન્ય કમિટી દ્વારા આપવામાં આવતા ટ્રેઇનિંગ પ્રોગ્રામમાં એવી જ તાલીમ આપવામાં આવે છે જેવી અંધ વ્યક્તિને સાચી અને ખોટી નોટની પરખ આપવા માટે તાલીમ આપવામાં આવે છે.

આ એનજીઓ સેક્સ વર્કર માટે કામ કરે છે. તેના એક સભ્યનું કહવું છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી એવી ફરિયાદ ઉઠી છે કે ગ્રાહકો ડીમ લાઇટનો ફાયદો ઉઠાવીને સેક્સ વર્કરના હાથમાં નકલી નોટ પધરાવી જાય છે. સેક્સ વર્કર જ્યારે બેંકમાં તે જમા કરાવવા જાય છે ત્યારે જ તેમને ખ્યાલ આવે છે કે ગ્રાહક તેમને છેતરી ગયો છે.

એક સેક્સ વર્કરના જણાવ્યા અનુસાર પહેલી વાર આવનારા ગ્રાહકો મોટા ભાગે નકલી નોટ આપીને જતા રહે છે. મારા કિસ્સામાં એવા કસ્ટમર્સે જ નકલી નોટ આપી છે જેઓ પ્રથમ વાર આવ્યા હોય. નકલી નોટનો ખ્યાલ મને એટલા માટે નહોતો આવતો કારણ કે ઓછી લાઇટમાં તરત નોટ કેવી છે તેનો ખ્યાલ નથી આવતો.

બીજી એક સેક્સ વર્કર મહિલાએ જણાવ્યું કે પ્રથમવાર આવતા ગ્રાહકો જેઓ નકલી નોટ પધરાવે છે તે મોટા ભાગે બાંગ્લાદેશના હોય છે. કોલકત્તા પોલીસની સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ દ્વારા છેલ્લા બે મહિનામાં અનેક બાંગ્લાદેશીઓને પકડવામાં આવ્યા છે.

એનજીઓની કાર્યકર્તાએ જણાવ્યું કે અઠવાડિયામાં એક વાર સોનાઘાચીની અંદાજે 10,000 સેક્સ વર્કર્સને તાલીમ આપવામાં આવે છે. તેમણે આછી લાઇટમાં નોટને પારખવાની હોવાથી અંધ વ્યક્તિને જે રીતે નોટ પારખવાની તાલીમ આપવામાં આવે છે તેવી રીતે જ તાલીમ આપવામાં આવે છે. આ ટ્રેઇનિંગનો ફાયદો એ થયો કે બે સેક્સ વર્કર્સે થોડા દિવસ પહેલા નકલી નોટ આપી રહેલા ગ્રાહકોને પકડી પાડ્યા હતા.

English summary
Kolkata : Sex workers trained to spot fake currency from clients
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X