Greenfield Expressway : માત્ર 17 કલાકમાં બાય રોડ પહોંચી શકાશે કોલકત્તાથી દિલ્હી, જાણો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવેનો
Greenfield Expressway : ઉત્તર પ્રદેશના ચંદૌલસીથી કોલકત્તા વચ્ચે ગ્રીનફીલ્ડ એક્સપ્રેસવેનું નિર્માણ કાર્ય શરૂ થઇ ચૂક્યું છે. આ એક્સપ્રેસ વે વર્ષ 2026 સુધી પૂરો થાય તેવી આશા રાખવામાં આવી છે. ગ્રીનફીલ્ડ એક્સપ્રેસવે બની જશે, ત્યારે દિલ્હીથી કલકત્તાની મુસાફરી માત્ર 17 કલાકમાં જ કરી શકાશે.
જ્યારે ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે તૈયાર થશે, ત્યારે બનારસથી કોલકાતાનું 690 કિલોમીટરનું અંતર ઘટીને 610 કિલોમીટર થઈ જશે. હાલમાં વારાણસીથી કોલકાતા જવા માટે રોડ માર્ગે 13 થી 14 કલાકનો સમય લાગે છે, જે ઘટીને માત્ર છ કલાક થઈ જશે.

ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે આઠ લેનનો છે. આ ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને બંગાળને જોડશે. તેના નિર્માણમાં લગભગ 25 હજાર કરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. આ એક્સપ્રેસ વે ઝારખંડની રાજધાની રાંચીમાંથી પણ પસાર થશે.
ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે ચંદૌલી જિલ્લાના વારાણસી રિંગ રોડથી શરૂ થશે અને હાવડા જિલ્લાના ઉલુબેરિયા નજીક નેશનલ હાઈવે 16 સાથે ભળી જશે. ચંદૌલીમાં જમીન સીમાંકનનું પ્રારંભિક કામ કરવામાં આવ્યું છે. ચંદૌલીના ડીએમને પ્રોજેક્ટનો વિગતવાર અહેવાલ તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું છે.
ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે દિલ્હી અને કોલકાતા વચ્ચે આવતા મોટા શહેરોને જોડવા માટે લક્ષિત કરવામાં આવ્યો હતો. આ એક્સપ્રેસ વે બિહારના મોહનિયા, રોહતાસ, સાસારામ, ઔરંગાબાદ, ગયા જ્યારે ઝારખંડના ચતરા, હજારીબાગ, રાંચી, બોકારો, ધનબાદ, રામગઢ અને પશ્ચિમ બંગાળના પુરુલિયા, બાંકુરા, પશ્ચિમ મેદિનીપુર, હુગલી અને હાવડામાંથી પસાર થશે.












Click it and Unblock the Notifications
