ગોપાલ રાયને કુમાર વિશ્વાસે કહ્યા AAPના "કિમ જોંગ"

Written By:
Subscribe to Oneindia News

રાજ્યસભાની ટિકિટ ના મળવાના કારણે ગુસ્સે ભરાયેલા કુમાર વિશ્વાસ અને આમ આદમી પાર્ટી વચ્ચે વાદ-વિવાદ અને આક્ષેપ પ્રતિઆક્ષેપ વધી રહ્યા છે. ફેસબુક પર જે રીતે આપ તરફથી આપના મંત્રી ગોપાલ રાયે કુમાર વિશ્વાસ પર વિશ્વાસઘાતનો ગંભીર આરોપ મૂક્યો છે. તે પછી કુમાર વિશ્વાસે પણ તેનો વળતો જવાબ આપ્યો છે. કુમાર વિશ્વાસે કહ્યું કે ગોપાલ રાય આમ આદમી પાર્ટીના કિમ જોંગ છે. જો કે આમ આદમી પાર્ટીએ ગોપાલ રાય અને કુમાર વિશ્વાસ બંન્નેના આક્ષેપોથી પર મૌનવર્ત રાખીને બેઠી છે. તેમ છતાં તેની પાર્ટીના આ બે કદાવર નેતાઓ ખુલ્લેઆમ લડાઇ રહ્યા છે. ત્યારે કુમાર વિશ્વાસે ગોપાલ રાયના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે હવે તે કુંભકર્ણની ઊંધ ખુલી છે? તે કાર્યકર્તાઓને મીર ઝાફરની ઉપાધિ આપે છે. પાર્ટીએ તેમના નિવેદનની દૂરી સાંધી લીધી છે. આ માહિષ્મતીની શિવગામી દેવી કોઇ બીજી છે જે બાહુબલીને મારવા માટે દર વખતે કટપ્પાને બદલતી રહે છે. મારો તેમને અનુરોધ છે કે કોંગ્રેસ અને ભાજપથી જે નવા "ગુપ્તાઝ" આવ્યા છે તેમના"યોગ-દાન"નો તે થોડા દિવસ આનંદ લે. અને મારા શબ સાથે છેડછાડ ના કરે"

AAP

નોંધનીય છે કે ગોપાલરાય અને કુમાર વિશ્વાસ બંન્ને જ આમ આદમી પાર્ટીના બે કદાવર નેતા છે. ત્યારે ગુરુવારે ગોપાલ રાયે ફેસબુક લાઇવ કરીને કુમાર વિશ્વાસ પર નગરપાલિકાની ચૂંટણી વખતે આમ આદમી પાર્ટીની વિરુદ્ધ કાવતરું કરી તેને હરાવાનો આરોપ મૂક્યો છે. સાથે જ ગોપાલ રાયે કહ્યું કે નગરપાલિકાની ચૂંટણીમાં વિશ્વાસે આપની છબી બગાડવાનો પ્રયાસ કર્યો હતો. ગોપાલ રાયે કહ્યું કે કુમાર વિશ્વાસ એક તેવા વ્યક્તિ છે જેણે સાર્વજનિક મંચ પર પાર્ટીને નીચે પાડવાનો પ્રયાસ કર્યો છે. જે નિવેદન બાદ આજે કુમાર વિશ્વાસે મીડિયામાં આ અંગે કડક શબ્દોમાં પ્રતિક્રિયા આપી હતી.

English summary
Kumar Vishwas Gopal Rai Aam Aadmi Party Kim Jong un delhi rajya sabha.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.