For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શાહરુખના દીકરા આર્યન ખાન અને મંત્રીના દીકરા આશિષ મિશ્રા વિશે શું બોલ્યા કુમાર વિશ્વાસ?

આમ આદમી પાર્ટીનો એક સમયે હિસ્સો રહી ચૂકેલ પ્રખ્યાત કવિ કુમાર વિશ્વાસ પોતાના એક ટ્વિટના કારણે ચર્ચામાં આવી ગયા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ આમ આદમી પાર્ટીનો એક સમયે હિસ્સો રહી ચૂકેલ પ્રખ્યાત કવિ કુમાર વિશ્વાસ પોતાના એક ટ્વિટના કારણે ચર્ચામાં આવી ગયા છે. કુમાર વિશ્વાસે આર્યન ખાન અને આશિષ મિશ્રાના મામલે ટ્વિટ કર્યુ છે. જેમાં તેમણે કહ્યુ છે કે તેમને મોટા તો તમે અને આપણે જ બનાવીએ છીએ. કુમાર વિશ્વાસે ટ્વિટ કર્યુ, 'પોતાના વ્યક્તિ તેમજ થોબડા પૂજક આદતોને ઠીકરા વ્યવસ્થાના માથે ફોડવાનુ બંધ કરો. બધાને ખબર છે કે આવનારા વર્ષોમાં આશિષ મિશ્રા મોટો નેતા બનશે અને આર્યન ખાન મોટો અભિનેતા કારણકે તેમને મત આપીને અને તેમને ટિકિટ ખરીદીને મોટા બનાવીશુ તો આપણે જ.'

kumar vishvas

પહેલા પણ બન્યા છે ઘણા બાબા ઘણા સુલતાન

કુમાર વિશ્વાસે પોતાના ટ્વિટમાં આર્યન ખાન અને આશિષ મિશ્રાનો ઉલ્લેખ કરીને લખ્યુ કે, 'પબ્લિકે પહેલા પણ બનાવ્યા છે ઘણા બાબા ઘણા સુલતાન!' ત્યારબાદ કુમાર વિશ્વાસે વધુ એક ટ્વિટ કર્યુ - 'લહેર કી પ્યાસ પર પહરે બિઠાયે જાતે હે, સમંદરો કી તલાશી કોઈ નહિ લેતા...'

કોણ છે આશિષ મિશ્રા

આશિષ મિશ્રા કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાનો દીકરો છે. તે યુપીના લખીમપુર ખીરી હિંસા કેસમાં આરોપી છે. તેના પર આરોપ છે કે તેણે ખેડૂત પ્રદર્શનકારીઓને પોતાની ગાડીથી કચડી દીધા. ઘણા લોકોના જીવ એ વખતે ગયા. વિપક્ષી દળોએ એ ઘટના માટે સરકારને જવાબદાર ગણાવીને સીબીઆઈ તપાસની માંગ કરી. દબાણ વધતા આશિષ મિશ્રા આજે શનિવારે ક્રાઈમ બ્રાંચની ઑફિસ પહોંચ્યો. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી 20 ઓક્ટોબરે થવાની છે.

કોણ છે આર્યન ખાન

આર્યન ખાન બૉલિવુડ સુપરસ્ટાર શાહરુખ ખાનનો દીકરો છે. તેના પર ડ્રગ્ઝ લેવાનો આરોપ છે. ક્રૂઝ ડ્રગ કેસમાં તેની ધરપકડ થઈ છે. તેને આર્થર રોડ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. ઘણી કોશિશો છતાં તેને જામીન મળ્યા નથી. આર્યન અને અન્ય બે આરોપીઓની જામીન અરજી મુંબઈના અધિક મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ આરએમ નિરલેકરે શુક્રવારે ફગાવી દીધી. જજે તેમની અરજીને સુનાવણીને લાયક ન માની.

English summary
Kumar Vishwas tweet on Shahrukh Khan's son Aryan and Minister's son Ashish Mishra goes viral
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X