પોતાના મંત્રીના ઘરે ITની રેડ પર કુમારસ્વામીઃ આ છે પીએમ મોદીની અસલી ‘સર્જીકલ સ્ટ્રાઈક'

કુમારસ્વામીએ કહ્યુ કે આ પીએમ મોદીની અસલી સર્જીકલ સ્ટ્રાઈક છે જે આઈટીની રેડ દ્વારા કરવામાં આવી છે.

કર્ણાટકના સીએમ કુમારસ્વામીના આરોપો બાદ અમુક કલાકો પછી જ આવકવેરા વિભાગના અધિકારીઓએ ઘણી જગ્યાએ રેડ પાડવી શરૂ કરી દીધી. આ રેડ બુધવારે રાતે બેંગલુરુ શહેરમાં ઘણી જગ્યાએ કરી. જ્યારે રેડ બાદ એક વાર ફરીથી કુમારસ્વામીએ પીએમ મોદી અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ. કુમારસ્વામીએ કહ્યુ કે આ પીએમ મોદીની અસલી સર્જીકલ સ્ટ્રાઈક છે જે આઈટીની રેડ દ્વારા કરવામાં આવી છે.

IT વિભાગની રેડ પર ભડક્યા કુમારસ્વામી

IT વિભાગની રેડ પર ભડક્યા કુમારસ્વામી

તેમણે કહ્યુ કે આઈટી અધિકારી બાલાકૃષ્ણા માટે બંધારણીય પદની ઑફરે પ્રધાનમંત્રીની તેમની બદલો લેવાની રમતમાં મદદ કરી છે. તેમણે પીએમ મોદી પર ચૂંટણીના સમયે વિરોધીઓને હેરાન કરવા માટે સરકારી મશીનરી, ભ્રષ્ટ અધિકારીઓને ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો. કુમારસ્વામીએ બુધવારે આરોપ લગાવ્યો હતો કે 300થી વધુ આવકવેરા અધિકારી બેંગલુરુ આવી રહ્યા છે અને શક્ય છે કે તે કાલે રેડ પાડે.

આ પણ વાંચોઃ ભારતના કયા સાંસદ પર કેટલા ક્રિમિનલ કેસ છે જાણો અહીં

કર્ણાટકના મંત્રી સીએસ પુત્તુરાજાના ઘરે પણ રેડ

બુધવારે શરૂ થયેલી રેડ આજે સવારે પણ ચાલુ છે. માહિતી મુજબ તમામ એ વેપારીઓના ત્યાં રેડ પાડવામાં આવી જેમની રાજકીય લિંક છે. આવકવેરા વિભાગની આ રેડ કર્ણાટકના મંત્રી સીએસ પુત્તુરાજાના ઘરે પણ કરવામાં આવી છે. આવકવેરા વિભાગે માત્ર મંત્રી નહિ પરંતુ મૈસુરમાં પુત્તુરાજાના ભત્રીજાના ઘરે પણ રેડ પાડી છે.

કાલે જ વ્યક્ત કરી હતી કુમારસ્વામીએ રેડની આશંકા

કાલે જ વ્યક્ત કરી હતી કુમારસ્વામીએ રેડની આશંકા

આવકવેરા વિભાગ દ્વારા રેડની આશંકા પર કુમારસ્વામીએ ચેતવણી આપી હતી કે જો આ રેડ પડશે તો તે ધરણા પર બેસશે. તેમણે આરોપ લગાવ્યો કે આ રેડ રાજકીય દુશ્મની કાઢવા માટે કરવામાં આવશે. જેવી રીતે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી સામે કરવામાં આવી હતી. કુમારસ્વામીએ કહ્યુ કે સામાન્ય રીતે આવકવેરા વિભાગ રાજ્ય પોલિસની મદદથી રેડ પાડે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X