હવે લખનઉ માટે કુસુમ રાયે નોંધાવી ઉમેદવારી
લખનઉ, 12 માર્ચઃ લોકસભા ચૂંટણીના બ્યુગલ વાગી ગયા છે, પરંતુ ભાજપની અંદર બેઠકોની વહેચણીને લઇને માથાકૂટ થતી જોવા મળી રહી છે. લખનઉની ઉમેદવારીને લઇને જ્યાં રાજનાથ સિંહ અને લાલજી ટંડન વચ્ચે ખટરાગ હોવાનું બહાર આવ્યું હતું ત્યાં જ આ લડાઇમાં નવું નામ ઉમેરાયું છે, રાજ્યસભાના સાંસદ કુસુમ રાયનું. જેમણે લખનઉ બેઠથી ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

સૂત્રોએ કહ્યું કે, રાયે પોતાની ઇચ્છા રાજનાથને પણ જણાવી દીધી છે અને તેમણે એ પણ વિશ્વાસ આપ્યો છે કે તેમની ભાવનાનું ધ્યાન રાખવામાં આવશે. રાજનાથે રાયને સીધી રીતે ના પાડી નથી, તેથી આ વાતને રાયના પક્ષમાં સકારાત્મક રીતે જોવામાં આવી રહ્યું છે. ભાજપના સૂત્રોની વાત માનીએ તો લખનઉ બેઠકને લઇને હજુ રાજનાથ સિંહ અને ટંડન વચ્ચે મામલો ફસાયો છે. પાર્ટીના રણનીતિકારોને એવું લાગે છે કે જો ટંડન અને રાજનાથ વચ્ચે વિવાદ વકર્યો તો આ બેઠક અન્ય કોઇ ત્રીજી વ્યક્તિને આપી દેવામાં આવશે. ચર્ચા એ પણ છે કે રાજનાથનું પત્તુ કાપવા માટે ટંડન, રાયના નામનો પ્રસ્તાવ મુકી શકે છે.












Click it and Unblock the Notifications
