'અમીરો માટે કરોડોનો ખર્ચો કરી વિદેશથી લાવી સરકાર, ગરીબો પાસેથી વસુલી રહ્યા છે ભાડું'
લૉકડાઉનમાં ફસાયેલા મજૂરોનું દર્દ, 'અમીરો માટે કરોડોનો ખર્ચો કરી વિદેશથી લાવી સરકાર, ગરીબો પાસેથી વસુલી રહ્યા છે ભાડું'
નવી દિલ્હીઃ લૉકડાઉનના કારણે બીજા રાજ્યોમાં ફસાયેલા લોકોની ઘર વાપસી કરવામાં આવી રહી છે. આના માટે શ્રમિક સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી છે, જેમાં યાત્રીઓ પાસેથી સામાન્ય ભાડાથી પણ 50 રૂપિયા વધુ વસૂલવામાં આવી રહ્યા છે. સરકારના આ ફેસલાથી મજૂરો નારાજ છે. જેનો વિરોધ શરૂ થઈ ગયો છે. કેન્દ્ર સરકાર પર આરોપ લગાવી રહ્યા છે કે અમીરોને વિદેશથી ફ્રીમાં લઈ આવ્યા, જ્યારે ગરીબોને ઘરે જવા માટે ભાડું આપવું પડી રહ્યું છે. કેટલાય રાજ્યોના મુખ્યમંત્રીઓએ પણ કેન્દ્ર સરકારને શ્રમિક ટ્રેન ફ્રી કરવાની માંગ કરી છે.

પૈસા નથી એટલે તો ઘરે જઈએ છીએ
ઈન્ડિયા ટૂડેના એક રિપોર્ટ મુજબ શ્રીમિકક સ્પેશિયલ ટ્રેન ચાલવાથી લૉકડાઉનમાં ફસાયેલા લોકોને એક તરફ જ્યાં રાહત મળી છે ત્યાં જ બીજી તરફ તેઓ ભાડું વસૂલવામાં આવતું હોવાના કારણે નારાજ છે. તેલંગાણાથી ઝારખંડ આવેલ એક શ્રમિકે કહ્યું કે એવું લાગી રહ્યું છે કે સરકાર મજૂરો સાથે મજાક કરી રહી છે. લૉકડાઉનના કારણે કામ બંધ થઈ ગયું હતું. અમારી પાસે અનાજ ખરીદવાના પણ પૈસા નહોતા, જે કારણે અમે ઘરે જવા માંગતા હતા. એવામાં સરકાર અમારી પાસેથી ટ્રેનનું ભાડું લઈ રહી છે. તેમણે કહ્યું કે જો અમારી પાસે પૈસા હોત તો અમે ઘરે શા માટે જાત.

અમીરો પાછળ કરોડોનો ખર્ચો
જ્યારે બીજા એક મજૂરે કહ્યું કે જ્યારે વિદેશોથી લોકોને લાવવાનો વારો હતો ત્યારે તો સરકારે અમીર લોકો માટે કરોડોનો ખર્ચો કરી નાખ્યો હતો. અમે દેશના વિકાસ માટે દિવસ રાત મહેનત કરીએ છીએ, છતાં સરકાર અમને ઘરે મોકલવા માટે પૈસા લઈ રહી છે. મામલામાં ગૃહ મંત્રાલયના એડિશનલ મુખ્ય સચિવ વિશ્વાસ મેહતાએ કહ્યું કે કેન્દ્ર સરકાર તરફતી મજૂરોને ઘરે મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, પરંતુ અમે કોઈને પણ ફ્રી ટિકિટ નથી આપી રહ્યા. ટિકિટ આપવાનું કામ રેલવે કરી રહ્યું છે. જેમણે ઘરે જવું છે તેઓ ભાડું ચૂકવશે. આ દરમિયાન ખાવા-પીવાની વ્યવસ્થા સરકાર કરશે.

કેટલાય મંત્રીઓએ વિરોધ કર્યો
શ્રમિક ટ્રેનમાં ભાડું વસૂલવા પર કેટલાય મુખ્યમંત્રીઓએ વાંધો જતાવ્યો. શનિવારે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને કહ્યું હતું કે કેન્દ્ર સરકાર મજૂરો પાસેથી ભાડું લઈ તેમની સાથે અન્યાય કરી રહી ચે. જ્યારે સીએમ ઉદ્ધવ ઠાકરેએ રવિવારે કહ્યું કે પ્રવાસી મજૂર કેટલાય દિવસ બાદ હવે પોતાના ઘરે પાછા ફરી શકે છે. હાલના સમયમાં તેમની નાણાકીય સ્થિતિ ખરાબ થઈ ચૂકી છે, માટે રેલવેએ માનવીય આધાર પર તેમની પાસેથી ભાડું ના લેવું જોઈએ. ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે પણ રાજ્ય અને કેન્દ્ર સરકાર પર આ મામલાને લઈ નિશાન સાધ્યું. તેમણે મજૂરોને ફ્રી યાત્રા સુવિધા આપવાની માંગણી કરી છે.












Click it and Unblock the Notifications
