For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત-ચીન વિવાદઃ લદ્દાખમાં સ્થિતિ સામાન્ય થતા લાગશે લાંબો સમય

સૂત્રો મુજબ 11 કલાક સુધી ચાલેલી બેઠક બાદ ચીન એલએસી પર પોતાની હાજરી ઘટાડી શકે છે

|
Google Oneindia Gujarati News

ભારત અને ચીન વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી તણાવ ચાલુ છે. 15 જૂને બંને દેશોની સેનાઓ વચ્ચે હિંસક અથડામણ થઈ ગઈ હતી. જેમાં ભારતના 20 જવાન વીરગતિ પામ્યા હતા. ત્યારબાદથી સતત બંને દેશો વચ્ચે વાતચીતનો દોર ચાલી રહ્યો છે જેથી તણાવ ઘટાડી શકાય અને એલઓસી પર સૈનિકોની તૈનાતીને ઘટાડી શકાય. આને જોતા સોમવારે બંને દેશો વચ્ચે કોર કમાંડર સ્તરની બેઠક થઈ. સૂત્રોની માનીએ તો ચીનની સેનાએ 11 કલાક સુધી ચાલેલી બેઠક બાદ ચીન એલએસી પર પોતાની હાજરી ઘટાડી શકે છે જો કે આને તબક્કાવાર રીતે કરવામાં આવશે અને લદ્દાખમાં સ્થિતિ સામાન્ય થવામાં મહિનાઓ લાગી શકે છે.

ladakh

સૂત્રોની માનીએ તો ડિસએન્ગેજમેન્ટની પ્રક્રિયા દરમિયાન સેનાઓની હાજરી ઘટાડવામાં આવવી, હથિયાર અને દારૂગોળાને ઘટાડવાનુ શામેલ છે. માનવામાં આવી રહ્યુ છે કે બંને દેશો વચ્ચે હજુ ઘણા સ્તરની બેઠકો થશે ત્યારબાદ ડિસએન્ગેજમેન્ટની પ્રક્રિયાને આગળ વધારવામાં આવશે. સેના તરફથી કહેવામાં આવ્યુ છે કે ડિસએન્ગેજમેન્ટ માટે પરસ્પર સંમતિ બની છે. આની ઔપચારિકતાઓ માટે વાતચીતનો દોર આગળ વધારવામાં આવશે.

પૂર્વી લદ્દાખમાં ગલવાન ઘખાટીમાં 15 જૂનની રાતે ભારત અને ચીની સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં 20 ભારતીય જવાન શહીદ થઈ ગયા હતા. જો કે એ દરમિયાન એવા રિપોર્ટ આવ્યા હતા કે ચીનના પણ સૈનિક માર્યા ગયા છે પરંતુ આના પર ચીની વિદેશ મંત્રાલય તરફથી કોઈ પુષ્ટિ કરવામાં આવી નહોતી. આ હિંસક અથડામણ બાદ બંને દેશો વચ્ચે સૈન્ય કમાંડર સ્તરની વાતચીત થઈ. આ બેઠક દરમિયાન ચીને માન્યુ કે ગલવાનમાં તેમણે પોતાનો એક કમાંડિંગ ઓફિસર ગુમાવ્યો છે.

ચીની રાજ્ય સંચાલિત મીડિયા ગ્લોબલ ટાઈમ્સે ગલવાન ઘાટી પર સોમવારે એક પછી એક ઘણા ટ્વિટ કર્યા. ચીની મીડિયાએ પીએલએ સૈનિકના માર્યા જવાની વાત સ્વીકારીને કહ્યુ કે જો ચીને આંકડા જારી કર્યા તો ભારત સરકાર ફરીથી દબાણમાં આવી જશે. ચીને આરોપ લગાવ્યો કે ભારતીય અધિકારી ખોટી માહિતી આપી રહ્યા છે. તેમનો એ દાવો ખોટો છે કે ગલવાન ઘાટી સંઘર્ષમાં ચીને ભારતથી વધુ સૈનિકો ગુમાવ્યા છે.

શ્વાસ લેવામાં તકલીફ બાદ કોરિયોગ્રાફર સરોજ ખાન હોસ્પિટલમાં ભરતી, કોવિડ-19નુ જોખમ નથીશ્વાસ લેવામાં તકલીફ બાદ કોરિયોગ્રાફર સરોજ ખાન હોસ્પિટલમાં ભરતી, કોવિડ-19નુ જોખમ નથી

English summary
Ladakh will get back normalcy and disengagement after long time
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X