For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ કાશ્મીરથી અલગ થયેલા કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખને મળી શકે છે આ વિશેષાધિકાર

આર્ટિકલ 370 સમાપ્ત થવાની સાથે જ જમ્મુ કાશ્મીરને મળતા તમામ વિશેષાધિકાર સમાપ્ત થઈ ચૂક્યા છે. પરંતુ લાગે છે કે નવા કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખને ટૂંક સમયમાં જ એક નવો વિશેષાધિકાર મળી શકે છે.

|
Google Oneindia Gujarati News

આર્ટિકલ 370 સમાપ્ત થવાની સાથે જ જમ્મુ કાશ્મીરને મળતા તમામ વિશેષાધિકાર સમાપ્ત થઈ ચૂક્યા છે. પરંતુ લાગે છે કે નવા કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખને ટૂંક સમયમાં જ એક નવો વિશેષાધિકાર મળી શકે છે. રાષ્ટરીય અનુસૂચિત જનજાતિ આયોગે લદ્દાખના લોકોની માગ પર આ વિસ્તારને બંધારણની છઠ્ઠી અનુસૂચિ અંતર્ગત 'જનજાતિય ક્ષેત્ર' જાહેર કરવા ભલામણ કરી છે. NCRTને લાગે છે કે લદ્દાખ માટે આ વિશેષ વ્યવસ્થાથી અહીંના લોકો પોતાની સાંસ્કૃતિક ઓળખ અને પોતાની જમીન પરના અધિકાર સાચવી શક્શે. ઉલ્લેખનીય છે કે લદ્દાના ભાજપના સાંસદ પહેલા પણ આ માગ ઉઠાવી ચૂક્યા છે.

લદ્દાખને વિશેષાધિકારની ભલામણ

લદ્દાખને વિશેષાધિકારની ભલામણ

મળતી માહિતી પ્રમાણે રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષ નંદકુમાર સાયે ગૃહ મંત્રી અમિત શાહ અને જનજાતીય મામલાના મંત્રી અર્જુન મુંડાને લદ્ધાખને 'જનજાતીય ક્ષેત્ર' જાહેર કરવા મામલે આયોગની ભલામણ મોકલી આપી છે. TOIના કહેવા પ્રમાણે બંને મંત્રીઓને રજૂઆત કરાઈ છે કે બંધારમણની છઠ્ઠી અનુસૂચિ પ્રમાણે રાજ્યને 'જનજાતીય ક્ષેત્ર' જાહેર કરવાથી અહીંના લોકોને સત્તાના લોકશાહી હસ્તાંતરણમાં મદદ મળશે. આ વિસ્તારની વિશેષ સંસ્કૃતિને સુરક્ષિત અને મજબૂદ કરવા, કૃષિ સહિત જમીન અંગેના અધિકારને બચાવવા અને લદ્દાખના ઝડપી વિકાસ માટે ફંડ મોકલવામાં મદદ મળશે.

'જનજાતીય ક્ષેત્ર' જાહેર કરવાની માગ પાછળનું કારણ

'જનજાતીય ક્ષેત્ર' જાહેર કરવાની માગ પાછળનું કારણ

NCSTએ પોતાની ભલામણમાં તર્ક આપ્યો છે કે જમ્મુ કાશ્મીના પુનર્ગઠન પહેલા લદ્દાખના લોકોને ખેતી અને જમીન અંગે વિશેષાધિકાર મળતા હતા. અહીં દેશના બીજા વિસ્તારના લોકો જમીન નહોતા ખરીદી શક્તા. આ જ રીતે લદ્દાખના કેટલાક વિશેષ સમાજની ખાસ સંસ્કૃતિ છે, જેના રક્ષણ અને વિકાસની જરૂર છે. જેમાં દ્રોપકા, બાલ્ટી અને ચંગપા જેવા સમાજ સામેલ છે.

લદ્દાખમાં જનજાતીય સમાજની વસ્તી

લદ્દાખમાં જનજાતીય સમાજની વસ્તી

ભારતના બંધારણ પ્રમાણે લદ્ધાખમાં જનજાતિની વસ્તીનો અંદજ 79 ટકા જેટલો છે. આ ઉપરાંત મોટા પ્રમાણમાં કેટલાક સમાજ જૂના જમ્મુ કાશ્મીરના બંધારણ પ્રમાણે પણ અધિસૂચિત છે, જેને કારણે સંઘની અનુસૂચિત જનજાતિની અનુસૂચિમાં લાવવાની જરૂર છે. કેટલાક સુન્ની મુસ્લિમ સમાજ સહિત અન્ય સમાજ પણ છે, જે સત્તાવાર સૂચિતમાં અનુસૂચિત જનજાતિ નથી પરંતુ તેનો દાવો કરતા આવ્યા છે. NCSTમાં જો તેમને સામેલ કરવામાં આવે તો રાજ્યમાં જનજાતિઓની સંખ્યા 97 ટકાને પાર કરી શકે છે.

હવે શું કરશે સરકાર

હવે શું કરશે સરકાર

બંધારણમની છઠ્ઠી અનુસૂચિમાં સ્વાયત્ત જિલ્લા અને રિજનલ કાઉન્સિલ બનાવ્યા બાદ તે વિસ્તારની જનજાતિઓ માટે ખાસ પ્રશાસનિક વ્યવસ્થા ગોઠવવાની જોગવાઈ છે. જેના પર કેન્દ્રીય ગૃહમંત્રાલયે ખાસ ધ્યાન આપવાનું હોય છે. લદ્ધાખને જનજાતીય ક્ષેત્ર જાહેર કરવાની NCSTની ભલામણને કારણે આ વિસ્તારના લોકોની જૂની માગ મજબૂત થઈ છે. જો કે તેના પર અંતિમ નિર્ણય તો કેન્દ્ર સરકાર જ કરશે. કોઈ પણ વિસ્તારને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવા માટે સરકારે પહેલા તેને કેબિનેટમાં પસાર કરાવવુંપ ડશે, પછી સંસદમાં તે અનુસૂચિમાં સંશોધન કરવું પડશે. જો લદ્દાખ માટે કેન્દ્ર સરકાર આ નિર્ણય કરશે તો અસમના કેટલાક વિસ્તારો સહિત મેઘાલય, ત્રિપુરા, મિઝોરમની જનજાતીય વિસ્તારના લિસ્ટમાં લદ્ધાખ પણ સામેલ થઈ જશે.

લદ્ધાખના સાંસદે ઉઠાવી હતી માગ

લદ્ધાખના સાંસદે ઉઠાવી હતી માગ

ઉલ્લેખનીય છે કે ગત મહિને જ્યારે કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવીને તેને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વહેંચવાનો નિર્ણય કર્યો હતો, ત્યારથી જ લદ્દાખના ભાજપના સાંસદ જામયાંગ સેરિંગ નામગ્યાલે પોતાના વિસ્તારને જનજાતીય ક્ષેત્ર જાહેર કરવા માગ કરી હતી. તેમણે કહ્યું હતું કે,'અમે ઈચ્છીએ છીએ કે અમારા વિસ્તારની સંસ્કૃતિ અને સામાજિક ઓળખ સુરક્ષિત રહે. અમારો સમાજ નાનો છે, અને તેની ઓળખ અલગ છે. અને અમને ડર છે કે જો તે સચવાશે નહીં અને વધુ ખુલશે તો તે નષ્ટ થઈ શક્શે.' તેમણે દાવો કર્યો કે લદ્દાખ હંમેશા જનજાતીય બહુમતી ધરાવતો વિસ્તાર રહ્યો છે. અને તેની 98 ટકા વસ્તી આદિવાસી છે.

આ પણ વાંચો: બુલેટ ટ્રેનના વિરોધમાં હજારો ખેડૂતો, કહ્યુ જીવ આપીશું, જમીન નહિં

English summary
Laddakh may get special right after separating jammu kashmir
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X