જમ્મુ કાશ્મીરઃ શોપિયાંમાં આતંકીઓએ મહિલા એસપીઓની ગોળી મારી કરી હત્યા
જમ્મુ કાશ્મીરના શોપિયાંમાં આતંકીઓએ એક મહિલા એસપીઓની હત્યા કરી દીધી છે.
જમ્મુ કાશ્મીરના શોપિયાંમાં આતંકીઓએ એક મહિલા એસપીઓની હત્યા કરી દીધી છે. આ સ્પેશિયલ પોલિસ ઓફિસરનું નામ ખુશ્બુ જાન બતાવવામાં આવી રહ્યુ છે. ખુશ્બુને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા પરતું ડૉક્ટરોની કોશિશો છતાં પણ તેમને બચાવી શકાયા નહિ. ઘટના શોપિયાંના વેહિલ ગામની છે. એસપીઓ પર હુમલો તેમના ઘરની બહાર થયો. હુમલાખોર કોણ હતા, આ વિશે હજુ કંઈ પણ માલુમ પડી શક્યુ નથી. પોલિસ તરફથી આ ઘટના પર અધિકૃત નિવેદન જાહેર કરવામાં આવ્યુ છે.

પોલિસે કહ્યુ છે કે આ એક ખૂબ જ ક્રૂર આતંકી હુમલો હતો. જમ્મુ કાશ્મીર પોલિસ તરફથી આ મામલે અલગથી એફઆઈઆર નોંધીને આની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પોલિસે કહ્યુ છે કે તે મુશ્કેલીની આ ઘડીમાં એસપીઓના પરિવાર સાથે છે. શોપિયાં દક્ષિણ કાશ્મીર હેઠળ આવે છે. આ પહેલા બુધવારે પુલવામામાં આતંકીઓએ એક એસપીઓ રહેલા આશિક અહેમદની હત્યા કરી દીધી હતી. આતંકીઓએ તેમને પણમ તેમના ઘરની બહાર ગોળીઓથી વીંધી નાખ્યા હતા. આશિક અહેમદ પુલવામાના પિંગલીના ગામના રહેવાસી હતા.












Click it and Unblock the Notifications
