લેડી સબ ઈન્સ્પેક્ટરે રેપિસ્ટ સાથે Facebook પર દોસ્તી કરી, પછી કેવી રીતે ધકેલ્યો જેલ પાછળ જાણો
દિલ્લી પોલિસની એક લેડી સબ ઈન્સ્પેક્ટરે રેપના આરોપીની ધરપકડ કરવા માટે અનોખી રીત અપનાવી. જાણો આખો કેસ.
નવી દિલ્લીઃ દિલ્લી પોલિસની એક લેડી સબ ઈન્સ્પેક્ટરે રેપના આરોપીની ધરપકડ કરવા માટે અનોખી રીત અપનાવી. લેડી એસઆઈએ આરોપીને દોસ્તીના ટ્રેપમાં ફસાવીને સળિયા પાછળ ધકેલી દીધો છે. લેડી સબ ઈન્સ્પેક્ટરની બહાદૂરીના દરેક જણ કાયલ થઈ ગયા છે. 24 વર્ષીય આરોપીએ એક સગીર બાળકી પર રેપ કરીને ગર્ભવતી કરી દીધી હતી. ત્યારબાદથી તે પોલિસની ચુંગાલમાંથી બહાર હતો. લેડી પોલિસ ઓફિસરે આરોપીને ચુંગાલમાં ફસાવવા માટે ફેસબુકનો ઉપયોગ કર્યો.

16 વર્ષની સગીર બાળકીએ કર્યો હતો રેપ
વાસ્તવમાં એક 16 વર્ષની સગીર બાળકીનુ એબૉર્શન કરાવવા માટે તેના પરિવારવાળા હોસ્પિટલ લઈને ગયા હતા. જ્યારે ડૉક્ટરને ખબર પડી કે સગીર બાળકી ગર્ભવતી છે અને પરિવારવાળા તેનુ એબૉર્શન કરાવવા માંગે છે ત્યારે ડૉક્ટરે સમગ્ર બાબતની જાણ દિલ્લી પોલિસને કરી. દિલ્લી પોલિસે પરિવારવાળા સાથે વાત કરી પરંતુ પરિવારવાળા બદનામીના ડરના કારણે આ મામલે કોઈ ફરિયાદ કરવા માંગતા નહોતા.

પોલિસ પાસે આરોપીનો કોઈ સુરાગ નહોતો
દિલ્લી પોલિસના અધિકારીઓ દ્વારા સમજાવ્યા બાદ પીડિત પરિવાર જેમ-તેમ કરીને ફરિયાદ કરવા માટે તૈયાર થયા અને પોલિસે પીડિતાની ફરિયાદ પર કેસ નોંધીને આરોપીની શોધ શરુ કરી દીધી. પીડિત પાસે આરોપીનો કોઈ મોબાઈલ નંબર નહોતો. પીડિતે આરોપીનુ નામ આકાશ જૈન ઉર્ફે રાહુલ જણાવ્યુ હતુ. પરંતુ પોલિસ માટે સૌથી મોટો પડકાર એ હતો કે તેમની પાસે આરોપીનો ના તો કોઈ ફોટો હતો અને ના પીડિતાને એ ખબર હતી કે તે ક્યાં રહેતો હતો.

પ્રિયંકાને મળી કેસ ઉકેલવાની જવાબદારી
દિલ્લી પોલિસે પોતાની એક મહિલા સબ ઈન્સ્પેક્ટર પ્રિયંકાને આ કેસ ઉકેલવા માટે આપ્યો. સૌથી પહેલા સબ ઈન્સ્પેક્ટર પ્રિયંકા સૈનીએ આ નામના બધા લોકોને સોશિયલ મીડિયા પર શોધ્યા. લેડી પોલિસ અધિકારીએ પ્રિયંકા નામથી એક ફેસબુક આઈડી બનાવ્યુ. પ્રિયંકાએ આકાશ નામના દિલ્લીમાં રહેતા ઘણા લોકોને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી. જેમાં તે આરોપી પણ શામેલ હતો. પ્રિયંકાએ ઘણા યુવકો સાથે વાત કરવાની કોશિશ કરી. તેને ત્યાંથી ખાસ રિસ્પૉન્સ ન મળ્યો પરંતુ આરોપી સાથે જ્યારે વાત કરી ત્યારે તે લેડી ઑફિસર સાથે વાત કરવા લાગ્યો.

ફેસબુક પર કરી આરોપી સાથે દોસ્તી
ત્યારબાદ પ્રિયંકા અને આકાશનુ ચેટિંગ શરૂ થઈ ગયુ. ચેટિંગ દરમિયાન બંનેએ એકબીજાના નંબર શેર કર્યા. જ્યારે ફેસબુક પર યુવક સાથે દોસ્તી થઈ ગઈ ત્યારે મહિલા એસઆઈએ આરોપીને મળવા માટે બોલાવ્યો. આ દરમિયાન તેમની વચ્ચે વીડિયો કૉલ પર પણ વાતો થઈ. આરોપીનો વિશ્વાસ જીત્યા બાદ 31 જુલાઈએ આરોપીને પ્રિયંકાએ મળવા માટે કહ્યુ ત્યારે તેણે દશરથ પુરી મેટ્રો સ્ટેશન પર મળવા માટે બોલાવી. પ્રિયંકા સાદા ડ્રેસમાં તેને મળવા માટે પહોંચી પરંતુ તેની એક ટીમ પણ સાદા ડ્રેસમાં તેની આસપાસ હતી.

આરોપીને મળવા માટે પ્રિયંકાએ બોલાવ્યો
જ્યારે પ્રિયંકા દશરથ પુરી મેટ્રો સ્ટેશન પર પહોંચી તો આરોપીએ કહ્યુ કે હું સેક્ટર એકમાં પહોંચી ચૂક્યો છુ પરંતુ અત્યારે આવી નહિ શકુ તો શ્રી માતા મંદિર પર જો તુ આવી શકતી હોય તો આવ. ત્યારબાદ પ્રિયંકા પોતાની ટીમ સાથે એ જગ્યાએ પહોંચી. ઘણી વાર રાહ જોયા પછી તે યુવક આવ્યો. આરોપી રેસ્ટોરાંમાં મહિલા સબ ઈન્સ્પેક્ટર પ્રિયંકાને મળવા માટે જેવો ત્યાં પહોંચ્યો તેવો દિલ્લી પોલિસની ટીમે આરોપીને પકડી લીધો.

આરોપી ઘણી છોકરીઓનુ કરી ચૂક્યો છે યૌન શોષણ
પૂછપરછ દરમિયાન તેણે ખુલાસો કર્યો કે તે દ્વારકામાં એક બંગડીની દુકાનમાં કામ કરે છે. છેલ્લા દોઢ વર્ષમાં ઘણી છોકરીઓ સાથે આવુ કરી ચૂક્યો છે. પોલિસે પીડિત છોકરી સાથે આરોપીની ઓળખ પણ કરાવી. આ ઉપરાંત પોલિસે પોતાના ઘણા સોર્સથી તેની ઓળખને કન્ફર્મ કરી. હાલમાં આરોપી સળિયા પાછળ છે પરંતુ લેડી સબ ઈન્સ્પેક્ટર પ્રિયંકાની હિંમતની દરેક જણ પ્રશંસા કરી રહ્યુ છે.
-
ઈરાને ટ્રમ્પની શાન ઠેકાણે લાવી દીધી, 24 કલાકમાં 2 હેલિકોપ્ટર અને 2 ફાઈટર જેટ ધૂળમાં મેળવી દીધા - Video -
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત -
IPL 2026 પોઈન્ટ્સ ટેબલ: શરૂઆતમાં જ ફસાઈ ધોનીની ટીમ! PBKS પહોંચી ટોપ પર, પોઈન્ટ્સ ટેબલમાં કોણ ક્યાં? -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે -
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026 -
Mumbai Gold Siver Rate Today: બજાર ખુલતાં જ સોનું થયું ધડામ, ચાંદીનો ભાવ પણ ઘટ્યો -
Weather Update: વાવાઝોડા અને વરસાદ સાથે કરા પડશે; UP-MP સહિત 9 રાજ્યોમાં તોફાનની આશંકા, એલર્ટ જાહેર -
ટ્રમ્પની ઈરાનને ચેતવણી: ટ્રમ્પે ઈરાનને આપી 'તબાહી'ની છેલ્લી ચેતવણી! કેમ વધારી 24 કલાકની ડેડલાઇન?





Click it and Unblock the Notifications
