For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લખીમપુર ખીરી હિંસામાં કેવી રીતે થયા ખેડૂતોના મોત, આવ્યો ચોંકાવનારો પોસ્ટમૉર્ટમ રિપોર્ટ

લખીમપુર હિંસામાં માર્યા ગયેલા બધા આઠ લોકોનો પોસ્ટમૉર્ટમ રિપોર્ટ સામે આવી ગયો છે.

|
Google Oneindia Gujarati News

લખનઉઃ લખીમપુર ખીરી જિલ્લામાં રવિવારે થયેલી હિંસામાં આઠ લોકોના મોત થઈ ગયા છે. આમાં ચાર ખેડૂત, ત્રણ ભાજપ કાર્યકર્તા અને એક પત્રકાર પણ શામેલ છે. વળી, આ હિંસામાં માર્યા ગયેલા બધા આઠ લોકોનો પોસ્ટમૉર્ટમ રિપોર્ટ સામે આવી ગયો છે. પોસ્ટમૉર્ટમ રિપોર્ટ મુજબ કોઈ પણ ખેડૂતનુ મોત ગોળી વાગવાથી થયુ નથી પરંતુ શૉક, બ્રેઈન હેમરેજ અને મોટાભાગે રક્તસ્ત્રાવના કારણે થયુ. પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં હાડકુ તૂટવા અને ઈજાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

lakhimpur

તમને જણાવી દઈએ કે બધા શબોનુ સોમવારે (4 ઓક્ટોબર) ડૉક્ટરોની પેનલ દ્વારા પોસ્ટમૉર્ટમ કરાવવામાં આવ્યુ હતુ જેનો રિપોર્ટ મોડી સાંજ સુધી આવી ગયો. પોસ્ટમૉર્ટમ રિપોર્ટ આવ્યા બાદ બધાના અંતિમ સંસ્કાર કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કરાવવામાં આવ્યા. આ દરમિયાન સમાચાર આવી રહ્યા છેકે ખેડૂત ગુરવિંદર સિંહના અંતિમ સંસ્કાર રોકી દેવામાં આવ્યા છે. પીએમ રિપોર્ટ(પોસ્ટમૉર્ટમ) ન મળવા પર અંતિમ સંસ્કાર રોકવામાં આવ્યા છે. ખેડૂતોનો આરોપ છે કે ગુરવિંદર સિંહનુ મોત ગોળી વાગવાથી થયુ હતુ. જો કે પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં ગોળી વાગવાની વાત કહેવામાં આવી નથી.

પીએમ રિપોર્ટમાં જાણો શું આવ્યા મોતના કારણ

1. બહરાઈચ નિવાસી ખેડૂત દલજીત સિંહ(32)ના શરીર પર ઘણી જગ્યાએ ઢસડવાના નિશાન. આ જ બન્યુ મોતનુ કારણ.
2. બહરાઈચ નિવાસી ગુરવિંદર સિંહ(20)ના શરીર પર ઈજા અને ઢસડવાના નિશાન મળ્યા. ધારદાર કે અણીવાળી વસ્તુથી થઈ ઈજા. શૉક અને હેમરેજ.
3. ખીરી નિવાસી લવપ્રીત સિંહ(24)ના શરીર પર ઢસડવાના, ઈજાના નિશાન મળ્યા છે. શૉક અને હેમરેજ મોતનુ કારણ.
4. ખીરી નિવાસી છત્તરસિંહ(60)નુ મોત પહેલા શૉક, હેમરેજ અને કોમા. ઢસડવાના પણ મળ્યા નિશાન.
5. ખીરી નિવાસી હરિઓમ(અજય મિશ્રાનો ડ્રાઈવર) લાઠી-દંડેથી મારપીટ. ઘણી જગ્યાએ ઈજાના નિશાન. મોત પહેલા શૉક અને હેમરેજ.
6. ખીરી નિવાસી શ્યામ સુંદર(ભાજપ કાર્યકર્તા)ના પીએમ રિપોર્ટમાં લાઠી-દંડાથી મારપીટ. ઢસડવાથી ડઝનેકથી વધુ ઈજા.
7. ખીરી નિવાસી શુભમ મિશ્રા(ભાજપ નેતા)ની લાઠી-દંડાથી મારપીટ. શરીર પર ડઝનથી વધુ જગ્યાએ ઈજાના નિશાન મળ્યા.
8. ખીરી રમન કશ્યપ(સ્થાનિક પત્રકાર)ના શરીર પર મારપીટના ગંભીર નિશાન. શૉક અને હેમરેજના કારણે થયુ મોત.

English summary
Lakhimpur Kheri update Postmortem report of all surfaced
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X