For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદીના 'મન કી બાત' વીડિયોને 3 લાખથી વધુ લોકોએ કર્યો ડિસ્લાઈક

પીએમ મોદીના મન કી બાત કાર્યક્રમને 3.21 લાખથી વધુ લોકોએ ડિસ્લાઈક કર્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દર મહિનાના છેલ્લા રવિવારે રેડિયો પર મન કી બાત કાર્યક્રમ દ્વારા લોકો સાથે સંવાદ કરે છે. પ્રધાનમંત્રી મોદીએ 2014માં પીએમ પદનો કાર્યભાર સંભાળ્યા બાદ આ કાર્યક્રમની શરૂઆત કરી હતી જેને ખૂબ પસંદ કરવામાં આવે છે. દેશભરમાં આ કાર્યક્રમનુ સીધુ પ્રસારણ કરવામાં આવે છે. પરંતુ આ ઓગસ્ટ મહિનાના છેલ્લા રવિવારે પ્રધાનમંત્રીના રેડિયો કાર્યક્રમ મન કી બાત કાર્યક્રમ વિશે સોશિયલ મીડિયા પર લોકોએ અમુક ખાસ પ્રતિક્રિયા આપી નથી. વાસ્તવમાં ભારતીય જનતા પાર્ટીએ પીએમ મોદીના મન કી બાત કાર્યક્રમને પોતાની યુટ્યુબ ચેનલ પર શેર કર્યો હતો. જેને 3.21 લાખથી વધુ લોકોએ ડિસ્લાઈક કર્યો છે.

પાર્ટીના પદાધિકારીઓની ચિંતામાં વધારો

પાર્ટીના પદાધિકારીઓની ચિંતામાં વધારો

સોમવારે ભાજપની યુટ્યુબ ચેનલ પર આ પીએમ મોદીના મન કી બાત કાર્યક્રમના લગભગ 21 કલાક બાદ આ વીડિયોને શેર કરવામાં આવ્યો. આ વીડિયોને અત્યાર સુધી 10 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે જ્યારે 38 હજાર લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે. પરંતુ આ વીડિયોને ડિસ્લાઈક કરનાર લોકોની સંખ્યા 3.21 લાખને પાર કરી ગઈ છે. મહત્વની વાત એ છે કે પાર્ટીની આ યુટ્યુબ ચેનલ પર ત્રણ મિલિયન સબ્સ્ક્રાઈબર્સ છે. સતત આ વીડિયોને ડિસ્લાઈક કરનારની સંખ્યામાં થઈ રહેલા વધારાએ જરૂર પાર્ટીના પદાધિકારીઓની ચિંતા વધારી હશે.

જેઈઈ અને નીટ પરીક્ષાની અસર

જેઈઈ અને નીટ પરીક્ષાની અસર

વાસ્તવમાં કેન્દ્ર સરકારે દેશભરમાં કોરોના સંકટ વચ્ચે જેઈઈ અને નીટની પરીક્ષા કરાવવાનો નિર્ણય કર્યો છે જેનો છાત્રો વિરોધ કરી રહ્યા છે. માનવામાં આવી રહ્યુ છે કે આ જ કારણ છે કે એક મોટો વર્ગ સરકારના આ નિર્ણયથી નારાજ છે. કદાચ આ જ કારણ છે કે આની અસર પીએમ મોદીના મન કી બાત કાર્યક્રમ પર જોવા મળી રહી છે.

મન કી બાત કાર્યક્રમમાં આ કહ્યુ

મન કી બાત કાર્યક્રમમાં આ કહ્યુ

તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કોરોનાથી લોકોને સજાગ રહેવા માટે કહ્યુ. પીએમ મોદીએ કહ્યુ કે કોરોના ત્યારે જ હારશે જ્યારે તમે સુરક્ષિત રહેશો. જ્યારે તમે 'બે ગજનુ અંતર, માસ્ક જરૂરી', આ સંકલ્પનુ સંપૂર્ણપણે પાલન કરશો. કોરોના કાળમાં નાગરિકોમાં પોતાની ફરજનો અહેસાસ, દરેક પ્રકારના ઉત્સવોમાં લોકો સંયમ જાળવી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યુ કે દેશમાં થઈ રહેલા આયોજનમાં જે રીતે સંયમ અને સાદગી આ વખતે દેખાઈ રહી છે તે અભૂતપૂર્વ છે.

સ્વસ્થ થયા ગૃહમંત્રી અમિત શાહ, એઈમ્સમાંથી કરાયા ડિસ્ચાર્જસ્વસ્થ થયા ગૃહમંત્રી અમિત શાહ, એઈમ્સમાંથી કરાયા ડિસ્ચાર્જ

English summary
Lakhs of people dislike PM Modi Mann Ki Baat video on BJP youtube channel.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X