કોણ છે IPLની શરુઆત કરનાર લલિત મોદી, જેને ડેટ કરી રહી છે સુષ્મિતા સેન, માની સહેલી સાથે કર્યા હતા લગ્ન
બૉલિવુડ અભિનેત્રી સુષ્મિતા સેન હાલમાં IPLની શરૂઆત કરનાર પૂર્વ IPL કમિશનર લલિત મોદી સાથે રિલેશનમાં છે. જાણો કોણ છે IPL શરુ કરનાર લલિત મોદી.
નવી દિલ્લીઃ બૉલિવુડ અભિનેત્રી સુષ્મિતા સેન હાલમાં IPLની શરૂઆત કરનાર પૂર્વ IPL કમિશનર લલિત મોદી સાથે રિલેશનમાં છે. લલિત મોદીએ પોતાની અને સુષ્મિતાની રોમેન્ટિક અને કોઝી તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. આ તસવીરો બાદ IPLના પૂર્વ કમિશનર અને બિઝનેસમેન લલિત મોદી ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. 12 વર્ષ પહેલા દેશ છોડીને ભાગી ગયેલા લલિત મોદી સુષ્મિતા સેન સાથે રિલેશન રાખ્યા બાદ ચર્ચામાં છે.

લવ લાઈફને લઈને ચર્ચામાં લલિત મોદી
આ વખતે લલિત મોદી પોતાની પ્રોફેશનલ લાઈફ નહીં પણ પોતાની લવ લાઈફને લઈને ચર્ચામાં છે. લલિત મોદીએ ટ્વીટ કરીને જાહેરાત કરી હતી કે તેઓ સુષ્મિતાને ડેટ કરી રહ્યા છે અને ટૂંક સમયમાં બંને લગ્ન પણ કરશે. બિઝનેસ ટાયકૂન લલિત મોદીએ કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. જે બંને વચ્ચેની નિકટતા દર્શાવે છે. લલિત મોદીએ સુષ્મિતાને પોતાની બેટર હાફ ગણાવી હતી. વળી, તેને એક નવી સફર ગણાવી હતી અને કહ્યુ હતુ કે ટૂંક સમયમાં જ બંને લગ્ન કરશે. બંનેના સંબંધો વિશે જાણતા પહેલા જાણી લો કોણ છે લલિત મોદી.

કોણ છે લલિત મોદી
લલિત મોદીનો જન્મ 29 નવેમ્બર 1963ના રોજ થયો હતો. તેમનો જન્મ દિલ્લીના એક બિઝનેસમેનના ઘરમાં થયો હતો. તેમણે અમેરિકાથી અભ્યાસ કર્યો છે. લલિત મોદી મોટા બિઝનેસમેન છે અને ક્રિકેટના શોખીન છે. તેમણે પોતાના શોખ માટે ભારતમાં IPLનો પાયો નાખ્યો. તેમણે એકલા હાથે ભારતમાં IPL મેચો શરૂ કરી. લલિત મોદી 2005થી 2010 સુધી BCCIના ઉપાધ્યક્ષ હતા. તેઓ 2008થી 2010 સુધી IPLના ચેરમેન અને કમિશનર હતા. આ સિવાય તેઓ 2005થી 2009 અને 2014-15 સુધી રાજસ્થાન ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ હતા. તેમના પર IPLમાં હેરાફેરીનો આરોપ લાગ્યો હતો. જે પછી તેમણે દેશ છોડવો પડ્યો હતો.

12 વર્ષ પહેલા છોડ્યો દેશ
લલિત મોદીનુ જીવન વિવાદોથી ભરેલુ છે. વર્ષ 2010માં લલિત મોદી પર હેરાફેરીના ગંભીર આરોપો લાગ્યા હતા. તેમને IPL કમિશનર પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. બીસીસીઆઈએ તેમને સસ્પેન્ડ કરી દીધા હતા. મની લૉડ્રિંગ કેસમાં નામ આવ્યા બાદ તે વર્ષ 2010માં ફરાર થઈ ગયા હતા અને છેલ્લા 12 વર્ષથી દેશની બહાર હતા. બીસીસીઆઈએ તેમના પર 22 આરોપ લગાવ્યા હતા. આ આરોપોમાં તેમના પરિવારને કોન્ટ્રાક્ટ આપવા, IPL પ્રસારણ અધિકારોનો પોતાના ફાયદા માટે ઉપયોગ કરવા, IPLની હરાજીમાં હેરાફેરી જેવા ગંભીર આરોપો છે.

9 વર્ષ મોટી માની સહેલી સાથે લગ્ન
જો લલિત મોદી અને સુષ્મિતા લગ્ન કરે તો આ તેમના બીજા લગ્ન હશે કારણ કે તેમના પ્રથમ લગ્ન મીનલ સાથે થયા હતા. જેની સાથે પછીથી તેમણે છૂટાછેડા લીધા હતા. લલિત મોદી જ્યારે અમેરિકામાં ભણતા હતા તે જ સમયે તેમને તેમનાથી 9 વર્ષ મોટી છોકરી મીનલ સાથે પ્રેમ થઈ ગયો હતો. મીનલ લલિત મોદીની માતાની મિત્ર હતી. મીનલ લગ્ન પહેલા જ એક પુત્રીની માતા હતી. લલિત મોદીએ મીનલની પુત્રીને પણ દત્તક લીધી હતી. જો કે પરિવારના સભ્યો બંનેના લગ્નની વિરુદ્ધ હતા પરંતુ લલિત મોદીએ પરિવાર સામે બળવો કરીને લગ્ન કરી લીધા હતા. ડિસેમ્બર 2018માં મીનલનુ કેન્સરથી મૃત્યુ થયુ હતુ. મીનલ અને લલિત મોદીને એક પુત્ર રૂચિર અને પુત્રી આલિયા છે.

સિંગલ મધર છે સુષ્મિતા સેન
સુષ્મિતા સેન બે દીકરીઓની સિંગલ મધર છે. અલીસા અને રેની સુષ્મિતાના દિલની ખૂબ નજીક છે. સુશે 2000માં રેનીને અને 2010માં એલિસાને દત્તક લીધી હતી.
Just back in london after a whirling global tour #maldives # sardinia with the families - not to mention my #betterhalf @sushmitasen47 - a new beginning a new life finally. Over the moon. 🥰😘😍😍🥰💕💞💖💘💓 pic.twitter.com/Vvks5afTfz
— Lalit Kumar Modi (@LalitKModi) July 14, 2022
Just for clarity. Not married - just dating each other. That too it will happen one day. 🙏🏾🙏🏾🙏🏾🙏🏾 pic.twitter.com/Rx6ze6lrhE
— Lalit Kumar Modi (@LalitKModi) July 14, 2022












Click it and Unblock the Notifications
