ઘાસચારા કૌભાંડમાં લાલુ પ્રસાદ યાદવને મળી 3.5 વર્ષની જેલ
ઘાસચારા કૌભાંડમાં શનિવારે લાલુ પ્રસાદ યાદવ સમેત 15 લોકોને રાંચીની વિશેષ અદાલત સજા સંભળાવી. લાલુ પ્રસાદ યાદવને કોર્ટે 3.5 વર્ષની જેલની સજા સંભળાવી. જાણો આ અંગે વધુ વિગતવાર અહીં.
ઘાસચાર કૌભાંડમાં દોષી લાલુ પ્રસાદ યાદવને રાંચીની સ્પેશ્યલ કોર્ટે 3.5 વર્ષની જેલની સજા સંભળાવી છે. સાથે જ તેમને 5 લાખ રૂપિયા દંડ પેટે ભરવા પડશે. આ ઉપરાંત આ કેસના દોષી ફૂલ ચંદ, મહેશ પ્રસાદ, સુનિલ કુમાર, સુશિલ કુમાર, સુધીર કુમાર અને રાજા રામ અને બાકે જુલિયસને 3.5 વર્ષની જેલની સજા અને 5 લાખ રૂપિયા દંડ પેટે ભરવાના રહેશે. ઘાસચારા કૌભાંડ મામલે આરજેડી ચીફ લાલુ પ્રસાદ યાદવને વીડિયો કોન્ફર્ન્સિંગ દ્વારા કોર્ટની સુનવણી કરવામાં આવી હતી. સીબીઆઇ કોર્ટના જજે કહ્યું કે ઘાસચારા કૌભાંડના દોષીઓ અંગે ટિપ્પણી કરતા કહ્યું કે આ લોકોને ખુલ્લી જેલમાં રાખવા જોઇએ કારણ કે તેમને ગૌપાલનનો સારો અનુભવ છે. આ પહેલા શુક્રવારે લાલુ પ્રસાદ યાદવ સમેત 16 દોષીઓએ સજા મામલે ચર્ચા કરી હતી. સાથે જ લાલુ યાદવે જજને તેમની ઉંમર અને સ્વાસ્થયને જોતા ઓછી સજા સંભળાવવા માટે અપીલ કરી હતી. લાલુ યાદવે વધુમાં પોતાના પક્ષમાં કહ્યું કે તે સીધી રીતે આ કૌભાંડમાં સામેલ નહતા. સાથે જ લાલુ યાદવે અપીલ કરી છે કે તેમને જેલમાં સુપર મેડિકલ સુવિધાઓ આપવામાં આવે. તેમને હાર્ડ, મધુમેહ અને કિડની ઇન્ફેક્શનની બિમારી છે.

સાથે જ અન્ય આરોપીઓની સજામાં પણ રાહત આપવાની વાત તેમણે કરી હતી. ઉલ્લેખનીય છે કે ઘાસચારા કૌભાંડ મામલે લાલુ પ્રસાદ યાદવને પહેલા જ કોર્ટ દોષી જાહેર કરી ચૂકી છે. અને ગત બુધવારથી આ મામલે સજા સંભળાવવામાં આવે તે માટે રાહ જોવાઇ રહી છે. વિવિધ કારણોના લીધે ગત બુધવારથી લાલુની સજાનો નિર્ણય પાછો જતો જાય છે. વધુમાં લાલુ પર અન્ય મામલે પણ કેસ ચાલી રહ્યો છે જેની સુનવણી પણ તેના અંતિમ તબક્કામાં છે.
શું છે મામલો?
નોંધનીય છે કે વર્ષ 1994 થી 1996 વચ્ચે દેવઘર જિલ્લા તિજોરીથી ખોટી રીતે ફંડ નીકાળવામાં આવ્યું હતું. 21 વર્ષ જૂના આ મામલે સીબીઆઇએ શરૂઆતમાં 34 લોકોને આરોપી જાહેર કર્યા હતા. તેમાંથી 11 લોકોની ટ્રાયલ દરમિયાન જ મોત થઇ ગઇ હતી. બે આરોપી સરકારી ગવાહ બની નિર્ણય પહેલા જ પોતાનો દોષ સ્વીકારી લીધો હતો. લાલુ પર આરોપ હતો કે તેને આ સમગ્ર મામલાની સંપૂર્ણ પણે જાણ હતી. અને તેમ છતાં તેણે આ અંગે કોઇ કાર્યવાહી ના કરી.












Click it and Unblock the Notifications
