તણાવમાં લાલુ યાદવ, ખાવા-પીવાનું છોડ્યું, ડોક્ટરો પરેશાન

લોકસભા ચૂંટણી 2019 માં રાષ્ટ્રીય લોકદળની લાલટેન ઓલવાઈ ચુકી છે. આ દુર્દશાને કારણે રાજદ સુપ્રીમો લાલુ યાદવ ઘણા પરેશાન છે, જેને કારણે તેમને ખાવા પીવાનું પણ છોડી દીધું છે.

લોકસભા ચૂંટણી 2019 માં રાષ્ટ્રીય લોકદળની લાલટેન ઓલવાઈ ચુકી છે. આ દુર્દશાને કારણે રાજદ સુપ્રીમો લાલુ યાદવ ઘણા પરેશાન છે, જેને કારણે તેમને ખાવા પીવાનું પણ છોડી દીધું છે. આપને જણાવી દઈએ કે લાલુ યાદવ છેલ્લા ઘણા સમયથી બીમાર ચાલી રહ્યા છે અને ઝારખંડની રાજધાની રાંચીમાં રિમ્સ પેઈંગ વોર્ડમાં દાખલ છે, જ્યાં તેમનો ઉપચાર ચાલી રહ્યો છે. ડોક્ટરો અનુસાર લાલુ યાદવ ત્રણ દિવસથી સુઈ નથી શક્યા અને બપોરનું ખાવાનું પણ નથી ખાઈ રહ્યા. તેમની તબિયતે ડોક્ટરોને પણ પરેશાન કરી દીધા છે.

આ પણ વાંચો: મોદી સુનામીના રાહુલ સૌથી મોટા લૂઝર, તેમના બાદ આ છે દિગ્ગજ નામ

લોકસભા ચૂંટણીના પરિણામોને કારણે લાલુ યાદવ તણાવમાં આવ્યા

લોકસભા ચૂંટણીના પરિણામોને કારણે લાલુ યાદવ તણાવમાં આવ્યા

ડોક્ટરો ઘ્વારા જણાવવામાં આવ્યું કે લાલુ યાદવ સવારનો નાસ્તો તો ગમે તેમ કરીને કરે છે પરંતુ બપોરનું ખાવાનું નથી ખાઈ રહ્યા. આ રીતે સવારનો નાસ્તો કર્યા પછી તેઓ સીધા રાત્રે ખાવાનું ખાય છે, જેને કારણે તેમને ઇન્સ્યુલિન આપવામાં પણ તકલીફ થઇ રહી છે. ડોક્ટરો ઘ્વારા જણાવવામાં આવ્યું કે તણાવને કારણે તેમની આ સ્થિતિ છે. તેઓ કોઈની સાથે વધારે વાતચીત પણ નથી કરી રહ્યા, ફક્ત બેચેન જોવા મળી રહ્યા છે.

નિરાશા પછી ટીવી બંધ કર્યું

નિરાશા પછી ટીવી બંધ કર્યું

મળતી માહિતી અનુસાર લોકસભા ચૂંટણી 2019 પરિણામ દિવસે લાલુ યાદવ સવારે 8 વાગ્યાથી ટીવી જોઈ રહ્યા હતા પરંતુ જેમ જેમ પરિણામો આવતા ગયા, લાલુ યાદવની પરેશાની વધતી ગઈ અને લગભગ 1 વાગ્યે તેમને ટીવી પણ બંધ કરી દીધું. ત્યારપછી લાલુ યાદવ સુઈ ગયા અને તેમનું ખાવાનું અને પીવાનું અસંતુલિત થઇ ગયું.

લાલુ વિના રાજદ ઝીરો થઇ ગઈ

લાલુ વિના રાજદ ઝીરો થઇ ગઈ

બિહારમાં મોદીની એવી આંધી ચાલી કે 6 પાર્ટીઓનું ગઠબંધન ઉડી ગયું. એનડીએ ઘ્વારા 40 સીટોમાંથી 39 સીટો જીતીને ઇતિહાસ રચી દીધો. ગઠબંધનને ફક્ત 1 કિશનગંજ સીટથી સંતોષ માનવો પડ્યો. વર્ષ 1997 દરમિયાન આરજેડી સ્થાપના પછી પહેલીવાર આવું બન્યું છે કે લાલુ યાદવની પાર્ટી લોકસભામાં ચૂંટણીમાં એક પણ સીટ નથી જીતી શકી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X