13 ધારાસભ્યોએ તોડી લાલુની ફાનસ, નીતિશના ઘરે અજવાળુ

Google Oneindia Gujarati News

પટણા, 24 ફેબ્રુઆરી: બિહારની રાજનીતિમાં હાલના દિવસોમાં મોટા પરિવર્તનનો પવન ફૂંકાઇ રહ્યો છે. ગઇ કાલે સમાચાર આવ્યા કે એલજેપી પ્રમુખે કોંગ્રેસ અને આરજેડીનો સાથ છોડીને ભાજપનો હાથ પકડી લીધો છે, જ્યારે આજે એવા સમાચાર આવ્યા કે આરજેડીમાં પણ ફૂટ પડી ગઇ છે. આ વિધાયકોને લાલુ પ્રસાદ યાદવની લાલટેન ફોડી નાખી છે અને નીતિશ કુમારની પાર્ટી સાથે જોડાઇ જવાનું એલાન કરી દીધું છે.

રાષ્ટ્રીય જનતા દળની પાર્ટીમાં ફૂટ પડી ગઇ છે. લાલુ પ્રસાદ યાદવની પાર્ટી તૂટી ગઇ છે. 22માંથી 13 વિધાયકોએ આરજેડીનો સાથ છોડી દીધો છે. ખબર એ પણ છે કે વિધાયક ટૂંક સમયમાં જ જેડીયૂનો હાથ પકડવાના છે. લોકસભા ચૂંટણીના ઠીક પહેલા આરજેડી માટે આ એક મોટો ઝગડો છે. 13 વિધાયકોએ પાર્ટી સાથેનો સંબંધ તોડીને વિધાનસભા અધ્યક્ષને લાલુ યાદવની પાર્ટીથી અલગ થવાનો પત્ર પાઠવ્યો છે.

lalu prasad
પાર્ટી છોડનાર વિધાયકોમાં 5 મુસ્લિમ વિધાયક અને 3 યાદવ છે. ખાસ વાત એ છે કે આ તમામ નેતાઓની પોતપોતાના ક્ષેત્રમાં સારી પકડ છે. જોકે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પાર્ટી છોડનાર ધારાસભ્યો લોકસભાની ચૂંટણી લડવા માંગતા હતા. પરંતુ લાલુ પ્રસાદ યાદવે તેમને ટિકિટ આપવાનો ઇનકાર કરી દીધો. ત્યાર બાદ નારાજ વિધાયકોને પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો છે.

અત્રે નોંધનીય છે કે બિહારમાં કોંગ્રેસ અને આરજેડી મળીને ચૂંટણી લડવાની છે. 25 બેઠકો પર આરજેડી અને 14 પર કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઊભા કરશે. અને 13 વિધાયક તૂટીને જો નીતિશની સરકારમાં જાય છે તો પણ નીતિશની સરકાર બહુમતમાં આવી શકશે નહીં.

English summary
Thirteen MLAs of Lalu Prasad Yadav's RJD have resigned from their party in Bihar. Now they are likely to join Nitish Kumar's JDU.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X