For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારે વરસાદના લીધે ચમોલીમાં સાત લોકોના મોત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

chamoli
દહેરાદુન, 10 જુલાઇ: ભારે વરસાદના કારણે ઉત્તરાખંડમાં ભયનો માહોલ સર્જાયેલો છે ત્યારે ચમોલી જિલ્લામાં આજે એક મકાનની છત ઢળી પડતાં એક જ પરિવારના સાત લોકોના મોત નિપજ્યાં હતા. તો બીજી તરફ ગઢવાલમાં ચાર લોકો મોત તે સમયે નિપજ્યાં હતા જ્યારે રસ્તાનું સમારકામમાં લાગેલું એક મશીન ખીણમાં પડી ગયું.

ઘર ધ્વસ્ત થવાની ઘટના ધીકૌન ગામમાં સવારે સાઢા ત્રણ વાગે ઘટી હતી જ્યારે આખી વરસાદ પડવાના કારણે મકાન પર પહાડનો ખડક પડ્યા હતા. તેમને કહ્યું હતું કે મૃતકોમાં બે મહિલાઓ અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. પાંચ લાશો કાઢવામાં આવી છે જ્યારે બાકીના બે લોકોને કાઢવા માટે બચાવકાર્ય ચાલુ છે.

એક અન્ય ઘટનામાં ગઢવાલ દ્વારીખાલ વિકાસ બ્લોકમાં રસ્તાના કામકાજ દરમિયાન એક જેસીબી મશીન ખીણમાં ઢળી પડતાં ચાર લોકોના મોત નિપજ્યાં હતા અને એકને ઇજા પહોંચી હતી. એસડીએમ પી એલ શાહે જણાવ્યું હતું કે ઘંડાલૂ ગામમાં કાટમાળ હટાવવા માટે જેસીબી લગાવવામાં આવ્યું છે. સોમવારે સાંજે આ ઘટના ઘટી હતી. જેસીબી ઓપરેટર સહિત ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા જ્યારે એક વ્યક્તિને ઇજા પહોંચી છે અને તેને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યો છે.

English summary
Seven member of a family including three children and a woman were killed in a landslide in Uttarakhand's Chamoli district on Wednesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X