જમ્મુ કાશ્મીરમાં લશ્કરનુ મોટુ ષડયંત્ર નિષ્ફળ, 3 આતંકી પકડાયા
જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ સામે સતત ઑપરેશન ચલાવામાં આવી રહ્યા છે. આ દરમિયાન સોમવારે સુરક્ષાબળોને રહેણાંક વિસ્તારમાં એક મોટી સફળતા મળી.
નવી દિલ્લીઃ જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ સામે સતત ઑપરેશન ચલાવામાં આવી રહ્યા છે. આ દરમિયાન સોમવારે સુરક્ષાબળોને રિયાસી જિલ્લામાં એક મોટી સફળતા મળી જ્યાં લશ્કરના આતંકી મૉડ્યુલનો પર્દાફાશ થયો છે. સાથે જ ત્રણ આતંકીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. આ બધા ISI હેન્ડલરના ઈશારે કામ કરી રહ્યા હતા. સાથે જ તેમનો હેતુ રિયાસીમાં ફરીથી આતંકવાદને જીવંત કરવાનો હતો.

રિયાસી એસએસપી રશ્મિ વઝીરના જણાવ્યા મુજબ ત્રણે આતંકી આઈએસઆઈ હેન્ડલર મોહમ્મદ કાસિમના સંપર્કમં હતા જેણે 18 વર્ષ પહેલા ઘૂસણખોરી કરી હતી. આ મામલે એક એફઆઈઆર નોંધવામાં આવી અને તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે. એસએસપીના જણાવ્યા મુજબ આઈએસઆઈ હેન્ડલર આ લોકોનો ઘૂસણખોરી મામલે ગાઈડ અને લૉજિસ્ટિક સપોર્ટ તરીકે ઉપયોગ કરવા ઈચ્છતો હતો. આ કેસમાં લગભગ 11 શંકાસ્પદો છે જેમાં જમ્મુની એક મહિલા પણ શામેલ છે. તેણે એ વાત સ્વીકારી લીધી છે કે તેની કાસિમ સાથે મુલાકાત થઈ હતી. સાથે જ લશ્કર તરફથી તેેને પૈસા પણ આપવામાં આવ્યા હતા.
એસએસપી રશ્મિએ જણાવ્યુ કે જે લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમાં એક સરકારી કર્મચારી, મજૂર અને દુકાનદાર શામેલ છે. તેમના ઘણા બેંક ખાતાને પણ વેરીફાય કરવામાં આવ્યા અને અમુક બેનામી લેવડદેવડની વાત સામે આવી. જલ્દી આ કેસમાં બીજી ધરપકડ થઈ શકે છે. વળી, ધરપકડ કરાયેલ બધા આરોપી પૂર્વ આતંકીઓના પરિવારને લાલચ આપીને તેમનો ઉપયોગ કરવા માંગતા હતા. પોતાના આકાઓ સાથે વાત કરવા માટે આ આતંકી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હતા.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
