For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અનંતનાગમાં એન્કાઉન્ટરમાં લશ્કર તોયબાના આતંકવાદી ઠાર

જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદી વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં એક આતંકવાદીને ઠાર કરવમાં આવ્યો છે. અનંતનાગ જિલ્લામાં બિજબિહાડા વિસ્તારમાં વચ્ચે ઘર્ષણ થયું છે.

|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદી વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં એક આતંકવાદીને ઠાર કરવમાં આવ્યો છે. અનંતનાગ જિલ્લામાં બિજબિહાડા વિસ્તારમાં વચ્ચે ઘર્ષણ થયું છે. આ ઘર્ષણમાં ઠાર કરવામાં આવેલા હાઇબ્રિડ આતંકવાદીની ઓળખ કુલગામના સજ્જાદના રૂપમાં થઇ છે.

Anantnag encounter

આ અંગે મળતી માહિતી મુજબ પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન યુનિટ (SIU) તપાસ માટે રવિવારની સવારે અનંતનાગ જિલ્લાના બિજબિહાડા વિસ્તારમાં પહોંચી હતી. જ્યારે સર્ચ પાર્ટી શંકાસ્પદ ઠેકાણા તરફ પહોંચી, ત્યારે આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં કુલગામનો હાઇબ્રિડ આતંકવાદી લશ્કરના સજ્જાદ તાંત્રેને ઠાર કરવામાં આવ્યો હતો.

હાઇબ્રિડ આતંકવાદી સજ્જાદ તાંત્રે છૂપાયાની ઓળખ કરવા માટે સર્ચ પાર્ટીની સાથે હતો. ટ્વીટર પર અન્કાઉન્ટર વિશે માહિતી આપતા જમ્મુ અને કાશ્મીર પોલીસે જણાવ્યું હતું કે, ઠાર કરવામાં આવેલા આતંકવાદી સજ્જાદે 13 નવેમ્બરના રોજ અનંતનાગમાં અન્ય રાજ્યોના બે મજૂરો પર હુમલો કર્યો હતો. હુમલામાં બંને કામદારો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

આ બંને મજૂરોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન 18 નવેમ્બરના રોજ મજૂર છોટા પ્રસાદનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. જે બાદ આતંકી સજ્જાદની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે મોડ્યુલના આતંકવાદીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

English summary
Lashkar e Taiba terrorist killed in Anantnag encounter
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X