લશ્કર-એ-તોયબા,હિજબુલના આંતકીઓએ કરી લે.ફૈયાઝની હત્યા

Written By:
Subscribe to Oneindia News

મંગળવારે જમ્મુ-કાશ્મીર ના શોપિયાંમાંથી 6 આતંકવાદીઓએ લેફ્ટિનેંટ ઉંમર ફૈયાઝનું અપહરણ કર્યું હતું અને ત્યાર બાદ તેમની હત્યા કરવામાં આવી હતી. લશ્કર-એ-તોયબા અને હિજબુલ મુજાહિદ્દીન દ્વારા આ કામ કરવામાં આવ્યું હોવાની જાણકારી મળી છે. રક્ષા સૂત્રો અનુસાર આ તમામ 6 આતંકવાદીઓની ઓળખ પણ કરી લેવામાં આવી છે.

LT Ummer Faiyaz

શરીર પર ટોર્ચરના કોઇ નિશાન નહીં

લે.ફૈયાઝની ઑટોપ્સી રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, તેમને ક્લોઝ રેન્જથી(ખૂબ નજીક બંદૂક રાખીને) ગોળી મારવામાં આવી હતી. તેમનું શબ બુધવારે સવારે હરમાઇન ગામના બસ સ્ટોપ આગળથી મળી આવ્યું હતું. જમ્મુ-કાશ્મીર પોલીસના એક સીનિયર ઓફિસર અનુસાર, લે.ફૈયાઝના શરીર પર તેમને ટોર્ચર કર્યા હોવાના કોઇ નિશાન મળ્યા નથી. તેમની પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલાં જ હિજબુલ મુજાહિદ્દીન દ્વારા ગ્રામજનોને ધમકી આપવામાં આવી હતી કે, તે સેના કે પોલીસમાં ન જોડાય. ત્યાર બાદ ઘટના ઘટી છે.

આતંકીઓને પકડવા સર્ચ ઓપરેશન શરૂ

ભારતીય સેના એ લશ્કર-એ-તોયબા અને હિજબુલના આ 6 આતંકવાદીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન પણ શરૂ કરી દીધું છે. જમ્મુ-કાશ્મીર પોલીસને શંકા છે કે, લે.ફૈયાઝની હત્યા એ રાઇફલથી કરવામાં આવી છે, જે થોડા દિવસ પહેલા આતંકવાદીઓએ કાશ્મીર પોલીસને બે સૈનિકોના હાથમાંથી ઝૂંટવી લીધી હતી.

હથિયાર લૂંટાવાની બે ઘટના

હાલના સમયમાં જ દક્ષિણ કાશ્મીરમાં હથિયાર લૂંટાવાની બે ઘટના બની છે. કાશ્મીર પોલીસ ઇન્સ્પેક્ટર જનરલ એસ.જે.એમ.ગિલાનીનું કહેવું છે કે, કુલગામમાં હથિયાર લૂંટાવાની જે ઘટના બની હતી, તેમાં લશ્કર-એ-તોયબાના આંતકીઓની સંડોવાણી હોવાના પુરાવા મળ્યા છે. બીજી બાજુ, 2 મેના રોજ શોપિયાંના કોર્ટ કોમ્પલેક્ષમાં હથિયાર લૂંટાવાની જે ઘટના બની હતી તેમાં હિજબુલના આતંકવાદીઓનો હાથ હતો. આ બેમાંથી કોઇ હથિયાર દ્વારા જ લે.ફૈયાઝની હત્યા કરવામાં આવી હોય એવી શક્યતા છે.

English summary
6 terrorists of Lashkar-e-Toiba and Hizbul killed Lt. Ummer Faiyaz.
Please Wait while comments are loading...