News In Breif of July 29: શરમજનક! 11 મિત્રોની સામે પત્નીની સાથે ગુજાર્યો બળાત્કાર
બિહાર, 29 જુલાઇ: બિહારના ઔરંગાબાદમાં આજે સવારે થયેલા રોડ અકસ્માતમાં 10 કાવડિયાઓના મોત નિપજ્યાં છે. ઘટનાના વિરોધમાં સ્થાનીક લોકોએ જીટી રોડને જામ કરી દિધો છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે રાહત અને બચાવ કાર્યમાં જોડાઇ ગઇ છે. મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે.
અકસ્માત મુફસિલ પોલીસ વિસ્તારમાં એનએચ-2 પર ફારમ નજીક તહ્યો. દેવધરથી જળ ચઢાવીને પરત ફરી રહેલા કાવડિયાઓનો જથ્થો બસ ઉભી રાખીને રસ્તાના કિનારે સૂતો હતો ત્યારે લગભગ ચાર વાગે પાછળથી આવી રહેલી મોટી ટ્રોલીએ રસ્તાના કિનારે ઉભી કાવડિયાઓની બસને જોરદાર ટક્કર મારી. આ દરમિયાન બસ સૂતા કાવડિયાને કચડીને રસ્તાના કિનારે જતી રહી.
આ અકસ્માતમાં મૃત્યું પામેલા 8 કાવડિયાઓની લાશ બસ નીચેથી કાઢવામાં આવી છે. 13 કાવડિયાઓને ગંભીર રીતે ઇજા પહોંચી છે. તેમાં 4ની હાલત ગંભીર છે.
દેબધરથી ભગવાન શિવને જળ ચઢાવીને પરત ફરી રહેલા બધા કાવડિયા રોહતાસ જિલ્લાના ડેહરી ઓન સોન, અકોઢી ગોલા, તેતરાઢ અને આસપાસના વિસ્તારના છે. ઘટના બાદ પોલીસ પર સુસ્ત વલણ અપનાવવાનો આરોપ લગાવતાં સ્થાનિક લોકોએ રસ્તો જામ કરી દિધો છે. વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ ડેહરીના પૂર્વ ધારાસભ્ય પ્રદીપ જોશી કરી રહ્યાં છે.
રહો સમગ્ર સમાચારોથી અપડેટ...
4:30 PM: મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં એક વ્યક્તિ દ્વારા પોતાના 11 મિત્રોની સામે પોતાની પત્ની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું કિસ્સો આવ્યો છે. પિયરમાં રહેતી આ મહિલાએ પોતાના પતિ વિરૂદ્ધ ઘરેલૂ હિંસાનો કેસ દાખલ કર્યો હતો.
3:00 PM: : હિંસા અને સંઘર્ષથી ગ્રસ્ત લીબિયામાં હાલ 500 ભારતીય નર્સો મુશ્કેલીમાં ફસાયેલ છે. લીબિયામાં હાલ છેડાયેલા સંઘર્ષ વચ્ચે ભારતીય નાગરિક ફસાઇ ગયા છે. વિદેશ મંત્રાલયે મંગળવારે કહ્યું કે સરકાર નર્સોએ ભારત લાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. (વિગત વાંચવા માટે અહીં ક્લિક કરો)
1:30 PM: તમિલનાડુ અને આંધ્રપ્રદેશના નિવાસી 61 ભારતીય સંઘર્ષ પ્રભાવિત ઇરાકથી સુરક્ષિત નિકાસી બાદ મંગળવારે અહીં પહોંચી ગયા.
12:30 PM: કેન્દ્રિય મંત્રી નિતિન ગડકરીનો જાસૂસી કેસ હજુ શાંત પડ્યો નથી કે રાજનાથ સિંહ અને સુષમા સ્વરાજની જાસૂસીનો કેસ સામે આવ્યો છે. જો કે તેમાં ફક્ત શંકા જ વ્યક્ત કરી છે હજુ સુધી તેની પુષ્ટિ થઇ શકી નથી.
12:00 PM: રાષ્ટ્રીય રાજધની દિલ્હીમાં એક કિશોર છોકરી સાથે સામૂહિક બળાત્કાર ગુજાર્યા બાદ તેનો એમએમએસ બનાવવાનો કિસ્સો પ્રકારમાં આવ્યો છે. પીડિતા 10મા ધોરણની વિદ્યાર્થી છે.
11:00 AM: દક્ષિણ રેલવેએ સેકન્ડ ક્લાસ સ્લીપરના જુના કોચને થ્રી ટિયર એસી કોચમાં બદલવાનું શરૂ કરી દિધું છે. હવે તે દિવસ દુર નથી, જ્યારે ટ્રેનમાં સામાન્ય યાત્રીઓની પહેલી પસંદ સ્લીપર ડબ્બા એસી કોચમાં પરિવર્તિત કરવામાં આવશે. દક્ષિણ રેલવેએ તેની પહેલ કરી દિધી છે. તે જૂના સેકન્ડ ક્લાસ ડબ્બાઓને થ્રી ટિયર એસી કોચમાં બદલી રહ્યાં છે.
10:30 AM: હવે 15 ઓગષ્ટથી ઇન્ટરનેટ વેબસાઇટની સૂરત થોડી બદલાયેલી જોવા મળી રહી છે. તાજેતર મળતી માહિતી અનુસાર ડોમેન નેમ હવે દેવનાગરી લિપીમાં રાખવાની સુવિધા મળી શકે છે. પહેલાં બધા ડોમેન નેમ ફક્ત અંગ્રેજી ભાષામાં રાખી શકાતા હતા પરંતુ હવે તેને હિન્દી ભાષામાં પણ રાખવાની સુવિધા મળશે.
10:00 AM: ભાજપ સંગઠનમાં આગામી મહિને ફેરબદલ થઇ શકે છે. પાર્ટીના પ્રમુખ નેતા અમુત શાહ સંસદીય બોર્ડના અધ્યક્ષ હશે. પાર્ટીના મહાસચિવ મુરલીધર રાવ ઉપાધ્યક્ષ બનાવવામાં આવી શકે છે. અનંત કુમારને સંસદીય બોર્ડમાંથી હટાવવામાં આવી શકે છે. અમિત શાહની ટીમમાં જેપી નડ્ડા, રામ માધવ, વી સતીશ (સંગઠન મહાસચિવ), વરૂણ ગાંધી, સંજય પાસવાન, અનુરાગ ઠાકુર, રાજીવ પ્રતાપ રૂડી, દેવેન્દ્ર ફડનવીસ કે વિનોદ તાવડે અને તાપિત ગામના મહાસચિવ બનાવવામાં આવી શકે છે. શિવ પ્રકાશ અને સૌદાન સિંહ સંયુક્ત મહાસચિવ બનાવવામાં આવી શકે છે.
9:45 AM: દેશભરમાં આજે ઇદનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આજે નમાજ અદા કર્યા બાદ ઇદ ઉલ ફિતરનો તહેવાર ઉજવવામાં આવશે. ગઇકાલે મોડી સાંજે ચાંદ દેખાયો હતો. ચાંદ દેખાવવાના સમાચાર મળતાં જ બજારોમાં રોનક વધી ગઇ હતી. લોકોએ ચાંદ દેખાતા જ એકબીજાને ઇદની મુબારકબાદ પાઠવી હતી. ઇદને જોતાં દેશભરમાં સુરક્ષાની આકરી વ્યવસ્થા કરવામાં આવી છે. નમાજને જોતાં પોલીસે ટ્રાફિકની પણ વિશેષ વ્યવસ્થા કરી છે.
9:30 AM: એક મહિલાએ અહીં ગુરૂ તેગ બહાદુર હોસ્પિટલના દરવાજા આગળ એક બાળકને જન્મ આપ્યો. કહેવામાં આવે છે કે હોસ્પિટલના અધિકારીઓએ મહિલાને અલ્ટ્રાસાઉન્ડ પરિક્ષણ ક્યાંક બહાર કરાવવાનું કહ્યું હતું કારણ કે હોસ્પિટલમાં તેના માટે ત્રણ મહિના બાદની તારીખ મળી હતી.
8:00 AM: પશ્વિમ દિલ્હીમાં 14 વર્ષની એક છોકરી સાથે ત્રણ પડોશીઓ દ્વારા કથિત રીતે સામૂહિક બળાત્કારનો કેસ પ્રકાશમાં આવ્યો છે. પોલીસના અનુસાર આ ઘટના રવિવારે સાંજની છે. પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
8:00 AM: કેન્દ્રિય મંત્રી નિતિન ગડકરીના આવાસ પર કથિત રીતે જાસૂસી ઉપકરણ લગાવવાનો વિવાદ અટકવાનું નામ લઇ રહ્યો નથી અને કોંગ્રેસે સોમવારે તેની તપાસ કરવાની માંગ કરી જ્યારે સરકારે તેને નકારી કાઢી.
માર્ગ પરિવહન તથા રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ આજે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તેમના આવાસ પર કોઇપણ જાસૂસી ઉપકરણ મળી આવ્યા નથી. નિતિન ગડકરીએ રવિવારે પણ આ સમાચારોને નકારી કાઢતાં તેને અટકળો ગણાવી હતી. ગૃહ રાજ્યમંત્રી રાજનાથ સિંહ અને ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજિજૂએ આ મુદ્દામાં પડવાની મનાઇ કરી. તેમણે કહ્યું કે મંત્રીએ પોતે સ્પષ્ટ કરી દિધું છે કે જાસૂસી કરનાર કોઇપણ ઉપકરણ લગાવવામાં આવ્યા નથી.