For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

News In Brief: નરેન્દ્ર મોદી અમેરિકા જવા માટે આજે સાંજે રવાના થઇ ગયા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 25 સપ્ટેમ્બર: દેશ-દુનિયાથી આવતા રાજકીય, આર્થિક, તથા રમત-જગત ક્ષેત્રના તમામ તાજા સમાચારોથી અમે આપને અહીં અપડેટ રાખીશું. તાજા સમાચારથી અપડેટ રહેવા આ પેજને રિફ્રેશ કરતા રહો...

4.30 pm: નરેન્દ્ર મોદી અમેરિકા જવા માટે આજે સાંજે 4.30 કલાકે દિલ્હી એરપોર્ટથી રવાના થઇ ગયા, મોદી આવતી કાલે અમેરિકા પહોંચી શશે.

12.00 pm: શિવસેના છેલ્લીવાર ભાજપ સાથે વાત કરશે, ઉદ્ધવ ઠાકરે અમિત શાહ સાથે મુલાકાત કરશે અને બાદમાં નિર્ણય લેવાશે.

11.00 am: નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે રાજ્યોના વિકાસ થકી જ દેશનો વિકાસ સંભવ છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર બંનેએ સાથે મળીને દેશનો વિકાસ સાધવો પડશે.

10.30 am: ઇસરોએ ટ્વિટ કરીને માર્સ ઓર્બિટર દ્વારા મંગળ ગ્રહની મોકલેલી પહેલી તસવીર પોસ્ટ કરી.

10.00 am: નરેન્દ્ર મોદીએ દિલ્હી ખાતે 300 ઉદ્યોગસાહસિકોની સાથે મેક ઇન ઇન્ડિયા અભિયાનની શરૂઆત કરી.

9.30 am: ભાજપ અધ્યક્ષ અમિત શાહે મુંબઇની મુલાકાત રદ કરી.

9.00 am: કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી સ્મૃતિ ઇરાણીએ કેન્દ્રીય વિદ્યાલય (આર કે પુરમ)ની અચાનક મુલાકાત લીધી, અને સફાઇમાં મદદ પણ કરી.

8.54 am: ઇતિહાસ રચ્યા બાદ મંગળયાને મંગળની પહેલી તસવીરો મોકલી.

8.45 am: એશિયન ગેમ્સમાં ભારતીય સ્વર્નસિંઘે રૉવિંગ મેન્સ સિંગલમાં બ્રોન્સ મેડલ જીત્યો.

8.30 am: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી: કોંગ્રેસે પોતાના ઉમેદવારોની સૂચિ જાહેર કરી, પૃથ્વીરાજ ચૌહાણ કરડથી ચૂંટણી લડશે.

8.00 am: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમેરિકા પ્રવાસ માટે રવાના થશે. મોદી 30 સપ્ટેમ્બર સુધી અમેરિકામાં રહેશે.

English summary
Latest News in Brief of 25 September.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X