• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

News In Brief (August 11): મુંબઇ નજીક વસઇમાં મળ્યો ઇબોલાનો સંદિગ્ધ દરદી, હોસ્પિટલમાં દાખલ

|

નવી દિલ્હી, 11 ઓગષ્ટ: સંઘ પ્રમુખ મોહન ભાગવતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પરોક્ષ રીતે નિશાનો સાધતા જણાવ્યું છે કે લોકસભા ચૂંટણીમાં કોઇ એક વ્યક્તિના કારણે નહીં પરંતુ જનતાના કારણે એનડીએને જીત હાસલ થઇ છે. શનિવારે યોજાયેલ ભાજપની રાષ્ટ્રિય પરિષદની બેઠકમાં મોદીએ અમિત શાહને મેન ઓફ ધ મેચ ગણાવ્યા હતા.

મોહન ભાગવતની ટિપ્પણી પર કોંગ્રેસના નેતા મનિષ તિવારીએ ટ્વિટ કરી જણાવ્યું છે કે 'ભાજપ અને આરએસએસમાં બે મતો જોવા મળી રહ્યા છે. મોદી લોકસભાની ચૂંટણીનો શ્રેય એક વ્યક્તિને આપી રહ્યા છે જ્યારે મોહન ભાગવત આ શ્રેય જનતાને આપે છે.'

5.00pm: નવી દિલ્હી: તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવની પુત્રી અને લોકસભા સાંસદ કવિથાના વિરૂદ્ધ સોમવારે રાજદ્રોહનો એક કેસ દાખલ કરવામાં આવ્યો છે.

4.00pm: ગાજિયાબાદ: ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહે કહ્યું કે પ્રદેશની સપા સરકાર તુષ્ટિકરણનું કારણ કરી રહી છે. પ્રદેશમાં જ્યાં ક્રાઇમ ચરમ સીમા પર છે અને રમખાણો શાંત થવાનું નામ લઇ રહ્યાં નથી .તેમણે કહ્યું હતું કે પ્રદેશમાં પાંચ લોકો મળીને સરકાર ચલાવી રહ્યાં છે.

3.00pm: મુંબઇ: આફ્રિકી દેશોમાં આતંક બચાવનાર ઇબોલાને લઇને ભારતમાં ભય વધતો જાય છે. કેન્દ્ર સરકારે પહેલાં આ મુદ્દે દેશભરમાં એલર્ટ જાહેર કરી દિધું છે. તાજા જાણકારી અનુસાર મુંબઇ નજીક વસઇમાં એક દરદીને ઇબોલાની આશંકા પર હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો છે.

2.00 pm: નવી દિલ્હી: માસ્ટર બ્લાસ્ટર અને રાજ્યસભા સાંસદ સચિન તેંડુલકરને વિવાદો વક્ચે આ આખા સત્રમાં ગેરહાજર રહેવા માટે રાજ્યસભાની પરવાનગી મળી ગઇ છે.

1.00pm: મુંબઇ: મુંબઇના સમુદ્ર કિનારે મસ્તી કરવા માટે ગયેલા બે યુવકોનું બીચ પર ડુબવાથી મોત નિપજ્યું છે. અકસ્માત ગત રાત્રે અક્સા બીચ સર્જાયો હતો. રવિવારે સાંજે 7 મિત્રોનો સમૂહ અક્સા બીચ પર ફરવા નીકળ્યો હતો. તેમાંથી 5 છોકરા પાણીમાં ઉતર્યા. પરંતુ પાણીનું જળસ્તર અચાનક વધી જતાં પાંચ છોકરા પાંચ પાણીના મોજામાં ફસાઇ ગયા અને જોત જોતાં ડુબવા લાગ્યા.

12.00pm: કટક: રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે રવિવારે કહ્યું કે જો ઇંગ્લેડમાં રહેનાર અંગ્રેજ છે, જર્મનીમાં રહેનાર જર્મન છે અને અમેરિકામાં રહેનાર અમેરિકન છે તો હિંદુસ્તાનમાં રહેવાલ બધા લોકો હિન્દુ કેમ ન હોય શકે.

11.15am: જમ્મૂ: પાકિસ્તાની સેનાએ ફરી એકવાર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાની સેનાએ આજે (સોમવારે) રાત્રે જમ્મૂ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પર ઘણી જગ્યાએ ફાયરિંગ કર્યું. સીઝફાયરનું તાજેતરમાં ઉલ્લંઘન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લેહ અને કારગિલની મંગળવારે થનારી યાત્રા પહેલાં થયું છે.

11.00am: નવી દિલ્હી: દેશભરમાં સાંપ્રદાયિક હિંસાની વધતી જતી ઘટનાઓ પર સોમવારે લોકસભામાં ચર્ચા થશે. દેશમાં સાંપ્રદાયિક તણાવ પર સદનમાં ચર્ચાની માંગને લઇને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગત થોડા દિવસો પહેલાં ના ફક્ત આગળ આવ્યા પરંતુ અધ્યક્ષના આસન નજીક નારેબાજી પણ કરી.

10.36 am: કોંગ્રેસી નેતા કુમારી સેલજાના ઘરેથી એક શબ મળી આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મૃતદેહ તેમના જ પરિજનનો છે. પોલીસ અને ફોરેન્સિક ટીમનો કાફલો તેમના ઘરે વધુ તપાસ માટે પહોંચી ગયો છે.

10.15 am: મુંબઇ પોલીસે જન્માષ્ઠમી મહોત્સવમાં દહી-હાંડી કાર્યક્રમમાં બાળકોના ભાગ લેવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. મુંબઇ પોલીસે આ નિર્ણય દહીં હાંડી કાર્યક્રમ દરમિયાન એક 19 વયના યુવકના મૃત્યુ બાદ લગાવ્યો છે.

9.22am: પાકિસ્તાની સેના દ્વારા જમ્મુની 8 ચોકીઓ પર ફાયરીંગ કરવામાં આવ્યું છે. આરએસપુરા સેક્ટરમાં આખી રાત ફાયરિંગ કરવામાં આવ્યું છે, જેમાં 2 ભારતીય સૈનિકો ઘાયલ થયા છે.

9.18am: હાલમાં આવી રહેલા સમાચાર અનુસાર સમાજવાદી પાર્ટી મહારાષ્ટ્રમાં બે મહીના બાદ આવી રહેલી વિધાન સભાની ચૂંટણીના પગલે ભાજપની સામે કોંગ્રેસ અને એનસીપી સાથે ગઠબંધન કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

9.00am: ભારતનો સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન નેતાજી સુભાષ ચંદ્ર બોસને એનાયત કરવાની અટકળો વચ્ચે નેતાજીના પ્રપોત્રએ એવો દાવો કર્યો છે કે તેમના પરિવારના મોટાભાગના સભ્યો આ વિચારનો અસ્વીકાર કરે છે. ચંદ્ર કુમાર બોસે દાવો કર્યો કે તેઓ આ સન્માન લેવા નથી માંગતા પરંતુ તેના બદલે તેમની માંગ છે કે નેતાજીના મોતની તપાસ કરવામાં આવે.

8:45 am: લાલુ પ્રસાદ યાદવ અને નીતિશ કુમાર 20 વર્ષના લાંબા અંતરાલ બાદ આજે એક સાથે એક મંચ પર જોવા મળશે.

8:30 am: માનવ સંસાધન મંત્રી સ્મૃતિ ઇરાણીએ જણાવ્યું કે મારી પાસે યાલે યુનિવર્સિટીની ડિગ્રી છે.

આ પણ વાંચો:

પોરબંદરના દરિયા કિનારેથી રહસ્યમય રીતે મળી આવી મૃત જલપરી!

પોરબંદરના દરિયા કિનારેથી રહસ્યમય રીતે મળી આવી મૃત જલપરી!

English summary
Latest News in Brief of August 11.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more